________________
સાતસો માનીતિ
છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો છે.' પણ એ કાર્યોથી તો કષાય ઘટવાથી આકુળતા ઘટે છે અને તેથી અહીં જ સુખી થાય છે, યશ આદિ મળે છે. હું એને છોડાવી શું ભલું
કરે છે? માત્ર વિષયાસક્ત જીવોને ગમતી વાતો કહી પોતાનું વા બીજાઓનું બુરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની વિષય સેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે.' (પૃ.૧૪૦) ૪૮૮. મિથ્યાવાદીને વળગું નહીં.
ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી, અજ્ઞાનવાદી એ સર્વ મિથ્યાવાદીઓના મત છે. તે મિથ્યાવાદીઓથી સદૈવ દૂર રહું,
‘મોક્ષમાળા વિવેચન'માંથી :— “કેટલાક ધર્મો પરસ્પર મળતા છે. કેટલાક પરસ્પર વિરુદ્ધ છે. કેટલાક તો આત્માને પણ માનતા નથી તેથી નીતિરીતિ કંઈ પાળતા નથી. કેટલાક કહે છે કે નીતિ પાળીએ છીએ તે બહુ છે. કેટલાક તો પુસ્તકો વાંચવાં, ભણવાં તેને ધર્મ કહે છે. તો કેટલાક કંઈ ન જાણવું એમાં સુખ માને છે, તેથી અજ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક ભક્તિ કરવી તેને ધર્મ કહે છે. કેટલાક ક્રિયા કરવી તેને ધર્મ કહે છે. કેટલાક વિનય કરવો એ જ ધર્મ છે એમ કહે છે. કેટલાક તો શરીરને સાચવવું એને જ ધર્મ માને છે.’’ (પૃ.૧૩૨)
‘સહજસુખ સાધન'માંથી :– ‘મિથ્યાત્વ – પાંચ પ્રકારનાં છે. સાચી શ્રદ્ધા ન થાય અને જાવાદિ તત્ત્વોની મિથ્યા શ્રદ્ધા હોય તે મિથ્યાત્વ છે. એના પાંચ પ્રકાર છે.
એકાંત – આત્મા અને પુદ્ગલાદિ દ્રવ્યોમાં અનેક સ્વભાવ છે. તેમાંથી એક જ સ્વભાવ છે એમ આગ્રહ કરવો તે એકાંત મિથ્યાત્વ છે. જેમ દ્રવ્ય, મૂલ સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે. પર્યાય બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. એમ નિત્ય-અનિત્ય વસ્તુ છે. તેવી ન માનતા એવી હઠ કરવી કે વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે તે એકાંત મિથ્યાત્વ છે. અથવા આ સંસારી આત્મા નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ છે, વ્યવહારની અપેક્ષાએ અશુદ્ધ છે એમ ન માનતાં તેને સર્વથા શુદ્ધ જ માનવો કે સર્વથા અશુદ્ધ જ માનવો તે એકાંત મિથ્યાત્વ છે.
વિનય – ધર્મનાં તત્ત્વોની પરીક્ષા કર્યા વગર કુતત્ત્વ અને સુતત્ત્વ બન્નેને એક સરખાં માનીને આદર કરવો તે વિનય મિથ્યાત્વ છે. જેમ પુજવા યોગ્ય વીતરાગ સર્વજ્ઞ દેવ છે, અલ્પજ્ઞ રાગી દેવ પૂજવા યોગ્ય નથી, તોપણ સરળ ભાવથી વિવેક વિના બન્નેની ભક્તિ કરવી તે વિનય મિથ્યાત્વ છે. જેમ કોઈ સુવર્ણ અને પિત્તળને સમાન માનીને આદર કરે તો તે અજ્ઞાની જ ગણાય છે. તે સુવર્ણની જગાએ પિત્તળ લઈને ઠગાય છે. સાચી સમ્યક્ત્વ ભાવરૂપ આત્મપ્રતીતિ તેને થઈ શકતી નથી.
અજ્ઞાન – તત્ત્વોને જાણવાનો પરિશ્રમ લીઘા વગર દેખાદેખી કોઈ પણ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ જલસ્તાનથી ધર્મ થાય છે, એમ માનીને જલસ્તાન ભક્તિથી કરવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે.
સંશય – સુતત્ત્વ અને કુતત્ત્વનો નિર્ણય ન કરવો અને સંશયમાં રહેવું, કયું યથાર્થ છે, કયું યથાર્થ નથી એવો એક નિશ્ચય ન કરવો તે સંશયમિથ્યાત્વ છે. કોઈએ કહ્યું રાગદ્વેષ જીવના છે. કોઈએ કહ્યું પુદ્ગલના છે, બન્નેમાં યથાર્થ કોણ છે તેમાં સંશય રાખવો તે સંશય મિથ્યાત્વ છે.
૩૭૪