________________
સાતસો મહાનીતિ
વિપરીત - જેમાં ઘર્મ હોઈ શકતો નથી તેને ઘર્મ માની લેવો તે વિપરીત મિથ્યાત્વ છે, જેમ પશુયજ્ઞ કરવામાં ઘર્મ માની લેવો તે સાવ વિપરીતતા છે. (પૃ.૩૬૪)
“વિપરીત એકાંત વિનયકે, સંશય અજ્ઞાન કુનયકે;
વશ હોય ઘોર અઘ કીને, વચૌં નહિ જાત કહીને.” નિત્યક્રમ (પૃ.૮) માટે વીતરાગ પ્રરૂપિત સ્યાદ્વાદમતને મૂકીને આ મિથ્યાવાદીઓને વળગું નહીં. ૪૮૯. શૃંગારી ઘર્મને વળગું નહીં.
જે ઘર્મમાં શૃંગારની વિશેષતા છે તે વીતરાગમાર્ગ નથી અને વીતરાગતા સિવાય મોક્ષની પ્રાપ્તિ નથી. વીતરાગમાર્ગમાં તો વૈરાગ્યની પ્રઘાનતા છે. વૈરાગ્ય વડે જ આત્માની સિદ્ધિ છે.
શ્રીમદ રાજચંદ્રમાંથી - વૈરાગ્ય એ ઘર્મનું સ્વરૂપ છે – “એક વસ્ત્ર લોહીથી કરીને રંગાયું. તેને જો લોહીથી ઘોઈએ તો તે ઘોઈ શકનાર નથી; પરંતુ વિશેષ રંગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ઘોઈએ તો તે મલિનતા જવાનો સંભવ છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લોહીથી મલિન થયો છે. મલિનતા રોમ રોમ ઊતરી ગઈ છે! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ઘારીએ તો તે ટળી શકે નહીં. લોહીથી જેમ લોહી ઘોવાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ઘર્મમતો આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભોગવવાનો ઉપદેશ કર્યો હોય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સતુશાંતિ નથી. કારણ એ ઘર્મમત ગણીએ તો આખો સંસાર ઘર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યોજનાથી ભરપૂર હોય છે. છોકરાયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જામ્યું પડ્યું હોય છે અને તે ઘર ઘર્મમંદિર કહેવું, તો પછી અથર્મસ્થાનક કયું? (પૃ.૯૯)
“મોક્ષમાળા વિવેચન'માંથી - “અહીં લોહીથી રંગાયેલા વસ્ત્રનું દ્રષ્ટાંત આપ્યું છે તે બરાબર બંઘ બેસતું છે. જેમ વસ્ત્ર મૂળમાં શુદ્ધ છે તેમ આત્માનું મૂળ સ્વરૂપ સિદ્ધસમાન પવિત્ર છે. તે પ્રગટ કરવા ભગવાને ઘર્મ પ્રવર્તાવ્યો છે. પણ અનાદિ કાળથી આત્માને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રુચિ છે, તેથી પાંચ ઇન્દ્રિયના રસને પોષીને ઘર્મ કરવા જાય છે પણ એમ ઘર્મ થતો નથી. જગતમાં અનેક ઘર્મો પ્રવર્તે છે. કોઈ મનુષ્ય ઘર્મ વગરનો નથી. બથાય ઘર્મોમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ પણ હોય છે પણ તેમાં તફાવત છે. જ્યાં રંગરાગ ગાનતાનની મુખ્યતા છે, ઘર્મને નામે શૃંગાર પોષાય છે, ત્યાં વૈરાગ્ય નથી અને તેવા ઘર્મથી આત્માની મલિનતા ટળતી નથી. પક્ષપાત વગર જે ઘર્મ સાચો હોય તેને સાચો કહેવો છે. સંસારી ઘર્મથી આત્માનું કલ્યાણ થાય નહીં. જો શૃંગારને ઘર્મ કહીએ તો બઘાને ઘેર એ જ છે અને તેમ થતાં પછી ઘરમાં ને ઘર્મ-સ્થાનમાં ભેદ ન રહે. ઘર્મમંદિરમાં ઘર જેવું કરે તો ત્યાં પણ સંસાર જ છે. કોઈ એમ કહે કે ઘર્મ સ્થાનમાં તો અમે ભક્તિ કરીએ છીએ, પરંતુ જ્યાં પાંચ ઇન્દ્રિયના વિષયો અને શૃંગાર પોષાય ત્યાં વૈરાગ્ય નથી, અને જ્યાં વૈરાગ્ય નથી ત્યાં ઘર્મ નથી. જ્યાં વૈરાગ્ય હોય ત્યાં જ ઘર્મ છે.” (પૃ.૧૩૦) ૪૯૦. અજ્ઞાન ઘર્મને વળગું નહીં.
જે ઘર્મમાં આત્મજ્ઞાની પુરુષો દ્વારા બોઘેલા સમ્યકજ્ઞાનનો આધાર નથી પણ માત્ર કાયકલેશ કે
૩૭૫