________________
સાતસો મહાનીતિ
ક્રિયા જડપણું છે તે સત્ય ઘર્મ નથી; પણ અજ્ઞાન ઘર્મ છે. એવા ઘર્મને કદી સેવું નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે પ્રકાર પર જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બઘી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈપણ અર્થની ઇચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી.” (પૃ.૩૬૪).
“સહજ સુખ સાઘન'માંથી :- “અનેક મૂર્ખ મનુષ્યો કઠિન કાયક્લેશ કરે છે. પંચાગ્નિની છૂણી આદિ તપથી શરીરને સંતાપ આપે છે. ગાંજો, તમાકુ આદિ પીએ છે, નીચું મુખ રાખી ઊંધે માથે લટકાય છે. મહાવ્રતને ગ્રહણ કરી, ક્રિયામાં મગ્ન રહે છે, પરિષહ આદિ કષ્ટ સહન કરી મુનિપણાનો ભાર વહન કરે છે. પરંતુ જ્ઞાન વિના તેમની એ સર્વ ક્રિયાઓ દાણા વિનાના પરાળના પૂળા (ઢગલા) સમાન નિઃસાર છે. એવા જીવોને મુક્તિ કદી પણ પ્રાપ્ત થતી નથી. પવનના વંટોળિયા સમાન તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેના હૃદયમાં સમ્યગુજ્ઞાન છે તે જ મોક્ષ પામે છે, પરંતુ જે જ્ઞાનરહિત માત્ર ક્રિયા જ કર્યા કરે છે તે બ્રાંતિમાં ભૂલ્યા છે.” (પૃ.૬૦૧) માટે જ્યાં માત્ર ક્રિયા છે પણ જ્ઞાન નથી એવા અજ્ઞાન ઘર્મને વળગું નહીં. ૪૯૧. કેવળ બ્રહ્મને વળગું નહીં.
માત્ર બ્રહ્મની વાતો કરનાર શુષ્કજ્ઞાની કે નિશ્ચયનય પ્રધાન હોય, પણ તે મુજબ જીવનમાં ત્યાગ, વૈરાગ્ય કે અનુભવ ન હોય; તેને વળગું નહીં. અથવા “બ્રહ્મ સત્ જગત મિથ્યા” કે “એકો બ્રહ્મો, દ્વિતીયો નાસ્તિ” એવા એકાન્તિક મતોને વળગું નહીં. “શ્રી આત્મસિદ્ધિ વિવેચન'માંથી -
“અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોએ સવ્યવહારને, સાઘન રહિત થાય. ૨૯ અર્થ – “અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદુગર, સન્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈને સાઘન રહિત વર્તે.” (૨૯) (પૃ.૨૨)
કોઈ અધ્યાત્મ શાસ્ત્રો પોતાને સ્વચ્છેદે વાંચી લઈ જ્ઞાનની શુષ્ક વાતો દ્વારા મોક્ષમાર્ગ કલ્પી રહ્યા છે, તેમને પણ સુગતિ કે મોક્ષ પ્રાપ્ત થનાર નથી એમ જાણી જ્ઞાની પુરુષને દયા ઊપજે છે.” (પૃ.૩)
“બોઘામૃત ભાગ-૨'માંથી :- “પૂજ્યશ્રી પ્રભુશ્રીજીએ જ્યારે સુરતમાં ચોમાસું કર્યું હતું તે વખતે કૃપાળુદેવે આ પત્ર તેમના ઉપર લખ્યો હતો. આ પત્ર લખ્યા પહેલાં “યોગવાસિષ્ઠ નામનું પુસ્તક વાંચવા ભલામણ કરેલી. એમાં બઘી આત્માની જ વાતો આવે છે. જેમ કે આત્મા શુદ્ધ છે, અસંગ છે, ‘વ્રશ્મિ ' એટલે હું પોતે જ પરમાત્મા છું. એવું વાંચ્યા પછી પ્રભુશ્રીજીને એમ થયું કે હું પરમાત્મારૂપ જ છું. પછી કૃપાળુદેવને પણ પત્ર લખ્યો કે અમે પરમાત્મા છીએ. તમે અમે એક જ રૂપ છીએ. આ પત્ર કૃપાળુદેવને મળ્યો. કૃપાળુદેવને એમ લાગ્યું કે ઊકળતા દૂધથી ઊભરો આવ્યો છે, પણ એ બેસી જવાનો છે. એમ વિચારી તે પત્રનો ઉત્તર લખ્યો નહીં, અને એમનો એમ મૂકી દીધો. પત્રનો ઉત્તર નહીં આવવાથી
૩૭૬