SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ પ્રભુશ્રીજીએ બીજો પત્ર ફરીથી લખ્યો. તેનો ઉત્તર પણ કૃપાળુદેવે આપ્યો નહીં. ત્રીજો પત્ર આવ્યો ત્યારે કૃપાળુદેવે આ પત્ર લખ્યો હતો. ત્રીજા પત્રમાં પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે મારો કંઈ દોષ તો નથી થયો? તમારા વિના અમારો દોષ કોણ બતાવશે? માટે જવાબ આપવા કૃપા કરશો. ત્યારે કૃપાળુદેવે આ પત્ર (પત્રાંક ૫૩૪) જવાબરૂપે લખેલ છે.’’ (પૃ.૧૯૫) ‘મોક્ષમાર્ગ પ્રકાશક’માંથી ઃ– એક અદ્વૈત – સર્વવ્યાપી પરબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો પહેલાં જ કહ્યું છે. વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો. કામક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ જાણવા તેને જ્ઞાન કહે છે; પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ કર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું ? પોતાને પ્રત્યક્ષ કામક્રોધાદિક થતા દેખાય છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ વર્તમાનમાં એનો સદ્ભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય ? વળી તેઓ કહે છે કે “મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોરડી તે દોરડી છે, તેને સર્પ જાણ્યો હતો તે ભ્રમ હતો, એ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ છે.’’ એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે વર્તમાનમાં શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ ખરો, પણ પોતે કામક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય. ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ બ્રહ્મ માનવાથી શું સિદ્ધ છે? (પૃ.૧૨૩) માટે કેવળ બ્રહ્મને વળગું નહીં. ૪૯૨. કેવળ ઉપાસના સેવું નહીં. માત્ર દ્રવ્ય પૂજા કરીને સંતોષ માનું નહીં. પણ પ્રત્યેક ક્રિયા ભાવસહિત કરવાનો પ્રયત્ન કરું, ભાવ વગર કે સમજણ વગરની માત્ર બાહ્ય ક્રિયા કરનારને ક્રિયાજડ કહ્યા છે. ‘બોધામૃત ભાગ-૩’માંથી – “ચિત્ત પ્રસન્ને રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત એ; કપટરતિ થઈ આતમ અપણા રે, આનંદધનપદ રે. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે.’’ “ચોવીશીની આ ગાથામાં જે ‘ચિત્તપ્રસન્નતા' કી છે તે, તેમજ ‘કપટરહિત થઈ આતમ અરપણા કહી છે, એ બન્ને પદ મુમુક્ષુ જીવાત્માને વારંવાર વિચારવા યોગ્ય છે. એ આખા સ્તવનનો લગભગ સંપૂર્ણ ચિતાર પરમકૃપાળુદેવે પરમકૃપા કરી ‘શ્રીમદ્ રાજચંદ્ર' પાન ૫૭૦થી ૫૭૪ સુધી વિસ્તારથી કર્યો છે તે અવકાશે વિચારશોજી.'' (પૃ.૪૪) ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – ‘જ્યાં સુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તો તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ ક્યાંથી થાય? જેથી સર્વ જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. ઘનઘાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યાં હોય, પણ જો આત્મા અર્પણ ન કર્યો હોય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હોય તો તે ધનધાન્યાદિકનું અર્પણ કરવું સપટ જ છે, કેમકે ૩૭૭
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy