________________
સાતસો મહાનીતિ
અર્પણ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તો બીજે સ્થળે લીન છે. જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ ક્યાંથી થઈ શકે?
માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે, અને એ જ આનંદઘનપદની રેખા એટલે પરમ અવ્યાબાઘ સુખમય મોક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થશે, એવા લક્ષણ તે લક્ષણ છે.” (વ.પૃ.૫૭૪)
“શ્રી આત્મસિદ્ધિ વિવેચન'માંથી - “જગતમાં ઘણા જીવોને તો મોક્ષમાર્ગની કંઈ પડી નથી; કોઈને તેની ગરજ જાગે છે તો યમ નિયમ આદિ ક્રિયાની દોડમાં પડી આ ક્રિયાથી જ મોક્ષ થશે, જ્ઞાન આદિની જરૂર નથી એમ માને છે; છતાં તેથી તેમને મોક્ષ મળે તેમ નથી એટલે તેમને ક્રિયાજડ કહ્યા; દયાપાત્ર ગણાવ્યા.” (પૃ.૩)
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ;
જ્ઞાનમાર્ગ નિષેઘતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ અર્થ-બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. (૪)
ભાવાર્થ – ક્રિયાજડ જીવોનું સ્વરૂપ વર્ણવે છે – આત્માને અસર કંઈ ન કરે તેવી દેહાદિકની ક્રિયામાં જે રાચી રહ્યા છે, મગ્ન છે પણ અંતર ભેદાયું નથી; ક્રિયાનો મર્મ સમજાયો નથી. જે ક્રિયા બાહ્ય ભાવે કરે છે તેથી અમારો મોક્ષ થશે, અમારે જ્ઞાનમાર્ગની જરૂર નથી; જ્ઞાનમાર્ગ આપણે કામનો નથી, દોષો ઉત્પન્ન કરાવનાર, મુશ્કેલ માર્ગ છે વગેરે કહી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માને છે, તેવા જીવો ક્રિયાજડ જાણવા. આત્મજ્ઞાન વિનાની ક્રિયા મોક્ષનું કારણ થતી નથી, પણ ક્રિયાનો આગ્રહ જેને છે તેવા ક્રિયાજડ જીવો બાહ્ય ક્રિયાથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને છે. “વહ સાઘન બાર અનંત કિયો તદપિ કછ હાથ હજુ ન પય” તે વાત ક્રિયાજડને સમજાતી નથી.” (૪) (પૃ.૩૧૪ ૪૯૩. નિયતવાદ લેવું નહીં.
નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન રહેતું નથી. જે કાળે જેમ થવાનું હોય તેમ થાય એવી માન્યતાવાળા નિયતવાદને એવું નહીં; પણ પુરુષાર્થને જ પ્રઘાનતા આપું. પુરુષાર્થે સર્વ સિદ્ધિ છે એમ માનું. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી -
“જો ઇચ્છી પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” ૧૩૦ અર્થ- જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં.” (વ.પૃ.૫૫૬)
“પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બઘાં ખોટાં આલંબનો લઈ માર્ગ આડાં વિઘ્નો નાખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી, શૂરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય.” (વ.પૃ.૭૨૪)
પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી
૩૭૮