________________
સાતસો મનનીતિ
શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહો કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કરવો. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભોગવી લેવું એ મોટો પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ્પરહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવવો. સમપણું અને વિકલ્પરહિતપણું સત્સંગથી આવે અને વધે.” (વ.પૃ.૬૭૦)
બોધામૃત ભાગ-૨'માંથી – ‘તીર્થંકર જેવાનેય પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે કેવળજ્ઞાન થાય છે. નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન રહેતું નથી. કાર્ય થવામાં પાંચ સમવાય કારણ એટલા માટે જ્ઞાનીએ કહ્યાં છે – કાળ, સ્વભાવ, પૂર્વકર્મ, પુરુષાર્થ અને નિયતિ, કર્મથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગમે તે કર્મ હોય તે આત્માને પજવનાર છે. ભલે પુણ્ય હોય તોય એ આત્માને શાંતિ ન આપે. કેટલો પુરુષાર્થ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે, સમ્યક્ત્વ થાય છે! લબ્ધિસાર વાંચે તો ખબર પડે. જીવને સારા સંયોગ તો ઘણીવાર મળ્યા છે, છતાં જીવનું કલ્યાણ થયું નથી. તેથી પુરુષાર્થ એ મુખ્ય છે.’' (બી.૨ પૃ.૮૨)
‘શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧૦'માંથી – નિયતવાદ કરતાં પુરુષાર્થ બળવાન છે આર્દ્રકમુનિ અને ગોશાળાનું દૃષ્ટાંત – આર્દ્રકમુનિ રાજગૃહ નગર તરફ જતાં હતા. માર્ગમાં પોતાના પાંચસો સામંતો જે ચોરીનો ધંધો કરતા હતા, તેમણે આર્દકમુનિને ઓળખી લીધા તેથી ભક્તિથી વંદના કરી. ત્યારે મુનિએ તેમને બોધ આપીને દીક્ષા આપી પછી સાથે લઈને શ્રી વીરપ્રભુને વાંદવા રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં ગોશાળો સામો મળ્યો. પુણ્યરહિત ગોશાળે આર્દ્રકમુનિની સાથે વાદ કરવા માંડ્યો. તે કૌતુક જોવાને મનુષ્યો અને ખેચરો તટસ્થપણે ત્યાં એકઠા મળ્યા. ગોશાળો બોલ્યો – ‘અરે ! મુનિ ! આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટરૂપ છે, કારણ કે શુભ અશુભ ફળનું કારણ તો નિયતિ (ભવિતવ્યતા) તે જ છે. આર્દકમુનિ બોલ્યા કે – “અરે ગોશાળા ! જો તેમજ હોય તો આ જગતમાં સુખ નામની વસ્તુ જ નથી એમ કહે, અને જો સુખ છે એમ કહેતો હોય તો પુરુષાર્થને તેના કારણ તરીકે માની લે. કારણકે સમ્યક્ પુરુષાર્થથી પુણ્ય બંઘાય અને પુણ્ય વડે સુખ થાય છે, જો સર્વ ઠેકાણે નિયતિ જ કારણ માનતો હો, તો ઇષ્ટસિદ્ધિને માટે તારી પણ સર્વ ક્રિયાઓ વૃધ્ધા થશે. વળી જો હું નિયતિ ઉપર નિા રાખીને રહેતો હોય તો સ્થાન ઉપર કેમ બેસી રહેતો નથી? ભોજનના અવસરે ભોજન માટે શું કામ પ્રયત્ન કરે છે? તેથી નિયતિની જેમ સ્વાર્થસિદ્ધિને માટે પુરુષાર્થ કરવો તે પણ યોગ્ય છે, કારણ કે અર્થસિદ્ઘિમાં નિયતિથી પણ પુરુષાર્થ ચઢે છે. જેમકે આકાશમાંથી પણ જળ પડે છે અને ભૂમિ ખણવાથી પણ જળ મળી શકે છે, તેથી નિયતિ બળવાન છે અને તેથી પણ ઉદ્યમ બળવાન છે” આ પ્રમાણે તે મહામુનિએ ગોશાળાને નિરૂત્તર કરી દીઘો. તે સાંભળી ખેચર વિગેરેએ જય જય શબ્દ કરીને તેમની સ્તુતિ કરી. (પૃ.૧૧૬) ૪૯૪. ભાવે સૃષ્ટિ અનાદિ અનંત કહું નહીં.
પર્યાય અપેક્ષાએ જોતાં સૃષ્ટિ અનાદિ પણ નથી અને અનંત પણ નથી. કેમકે દરેક દ્રવ્યની પર્યાય તો એક સમય માત્ર છે. બીજા સમયે તેનું રૂપ બદલાઈ જાય છે. માટે ભાવે એટલે પર્યાયે સૃષ્ટિને અનાદિ અનંત કર્યું નહીં.
૪૯૫. દ્રવ્યે સૃષ્ટિ સાદિઅંત કહું નહીં,
જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોની બનેલી આ સૃષ્ટિ છે. છએ દ્રવ્યો
૩૭૯