SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ અનાદિ અનંત છે. માટે દ્રવ્યની અપેક્ષાએ જોતાં સૃષ્ટિની આદિ પણ નથી અને અંત પણ નથી. કેમકે દરેક દ્રવ્ય મૂળસ્વરૂપે ત્રિકાલિક છે. તેનો ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં કદી પણ નાશ થઈ શકે તેમ નથી. માટે દ્રવ્યે સૃષ્ટિને સાદિ અંત કહું નહીં. ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧માંથી = જમાલિનું દૃષ્ટાંત – ‘એકદા જમાલિએ ચંપાનગરીમાં આવીને શ્રી મહાવીરસ્વામીને કહ્યું કે ‘‘હૈ જિન ! મારા સિવાય બીજા બધા તમારા શિષ્યો છદ્મસ્થપણે જ વિહાર કરે છે; પરંતુ મને તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું તો સર્વજ્ઞ અરિહંત થયો છું.’’ તે સાંભળીને ગૌતમસ્વામી બોલ્યા કે “હે જમાલિ! તું એવું અસત્ય ભાષણ ન કર; કેમકે કેવળજ્ઞાનીનું જ્ઞાન તો કોઈપણ ઠેકાણે સ્ખલના પામતું નથી. જો તું કેવળી હો તો મારા પ્રશ્નનો જવાબ આપ –આ લોક શાશ્વત છે કે અશાશ્વત? અને આ સર્વ જીવો નિત્ય છે. કે અનિત્ય છે?’’ તે સાંભળીને તેનો ઉત્તર નહીં સુઝવાથી જમાલિએ મૌન ધારણ કર્યું અને નિયંત્રિત કરેલા સાપની જેમ સ્થિર થઈ ગયો. તે જોઈને પ્રભુ બોલ્યા કે “હે જમાલિ! છદ્મસ્થ સાધુઓ પણ આ પ્રશ્નના જવાબ આપી શકે છે. તે આ પ્રમાણે – ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અપેક્ષાએ આ લોક નિત્ય છે અને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અનિત્ય છે, તેમજ દ્રવ્યરૂપે કરીને આ જીવ શાશ્વત છે અને તિર્યંચ, મનુષ્યો, નારકી તથા દેવપણાના પર્યાયવડે અશાશ્વત છે.'' આ પ્રમાણેના ભગવાનના વાક્યપર તે જમાલિને શ્રદ્ધા થઈ નહીં; તેથી તે પોતાને અને બીજાઓને પણ કુયુક્તિઓ વડે મિથ્યાત્વી કરવા લાગ્યો. છેવટે મૃત્યુ સમયે પણ તે પાપકર્મનું પ્રાયશ્ચિત્ત લીઘા વિના તથા આલોચના પ્રતિક્રમણાદિ કર્યા વિના એક માસનું અનશન કરીને લાંતક દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિક્વિપી દેવ થયો. (આ જમાલિનું ચરિત્ર ભગવતીસૂત્રમાં વિસ્તારથી આપેલું છે.) (પૃ.૩૧) ૪૯૬. પુરુષાર્થને નિંદું નહીં. બાંધેલા કર્મ ભોગવતા નવા કર્મ બંધાય નહીં તે માટે સત્પુરુષાર્થ કરું પણ પુરુષાર્થને નિંદુ નહીં. ‘ઉપદેશામૃત'માંથી – “મુમુક્ષુ – પુરુષાર્થ કરતાં કર્મ આડાં આવે કે નહીં? પ્રભુશ્રી – કર્મ છે તે પુદ્ગલ છે, આત્મા નહીં; અને પુરુષાર્થ તો આત્માનો છે. ઇન્દ્ર, ચન્દ્ર, - નાગેન્દ્ર બધાએ બાંધેલું ભોગવ્યું છે. જ્ઞાનીને પણ છોડ્યા નથી. પણ કર્મ કોણ ગણતરીમાં? રાખ છે. ભારે વાત દાઝની ભરેલી કહું છું. અનંતા કર્મ ઊડી ગયાં – નાશ થઈ ગયા પણ આત્માની શક્તિ હતી તે કંઈ ગઈ? તેનો નાશ થયો નથી, તે ઘરડો થયો નથી. પણ મોટી ભૂલવણી છે. તે કહો. શું ભૂલ આવી છે? કર્મ બકરાં છે, તે નાસી જાય છે.'' (પૃ.૧૮) શ્રી આત્મસિદ્ધિ વિવેચન'માંથી – “કેટલાક માને છે કે ભવસ્થિતિ પાકશે, કર્મ માર્ગ આપશે ત્યારે એની મેળે સમકિત થશે. અત્યારે પુરુષાર્થ કરવાની કંઈ જરૂર નથી. પરંતુ એ રીતે પુરુષાર્થ વગર કોઈ કાળે કર્મ ખપે નહીં, સમર્પિત વગર ભવસ્થિતિ પાર્ક નથી એટલે કે સંસાર મર્યાદાવાળો થાય નહીં. પુરુષાર્થ કરી કર્મ ખપાવે ત્યારે સમકિત થાય અને સમકિત થાય તો જ હવે અમુક ભવ બાકી રહ્યા એમ કહેવાય.” (પૃ.૧૦૯) ‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી – “જેમ એક હાથે તાળી પડતી નથી, તેમ ઉદ્યમ વિના એકલા કર્મનું ફળ કહેલું નથી.” “જુઓ કે કર્મના વશથી ભોજનને વખતે જમવાનું તો મળ્યું, પણ ३८०
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy