________________
સાતસો મહાનીતિ
હાથનો ઉદ્યમ કર્યા વિના મુખમાં કોઈ પણ પ્રકારે તે પેસતું નથી.’’ (પૃ.૧૧૪) ૪૯૭. નિષ્પાપીને ચંચળતાથી છળું નહીં.
નિર્દોષ વ્યક્તિને લોભવશ ચંચળતાથી છવું નહીં. પણ તેની નિર્દોષતાને માન આપી વખાણું.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાંસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે.’’ (વ.પૃ.૨૪૪)
‘ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'ના આધારે :- ભોળા ગોવાળને સોનીએ છેતર્યો એક ગોવાળનું દૃષ્ટાંત – રાજપુર નગરમાં એક ગોવાળ બહુ ધન કમાયો. તેથી તેને સોનાનું એક કડું બનાવવાની ઇચ્છા થઈ. સોની મિત્ર પાસે જઈ કડું કરવા કહ્યું. ત્યારે ધૂર્ત એવા સોની મિત્રે કહ્યું કે તું બીજા પાસે કરાવ. ગોવાળ કહે ના તું જ કરી આપ. ત્યારે સોની કહે જો હું કડું બનાવું તો લોકો આપણી પ્રીતિનો ભંગ કરાવશે. તે સાંભળી ગોવાળ બોલ્યો કે “હું કડાની પરીક્ષા કરાવીશ. પછી તે સોનીએ એક સોનાનું અને એક પીત્તળનું એમ બે એકસરખા જ કડાં બનાવ્યાં. તેમાં પ્રથમ સોનાનું કડું ગોવાળને આપ્યું. તે ગોવાળ લઈને બીજી દુકાને પરીક્ષા કરાવી. પરીક્ષકે કહ્યું “આ કડું સોનાનું છે, અને તેની આટલી કિંમત છે.’” ગોવાળને ખાતરી થઈ. પછી સોનીએ તે કડાને ઓપવા માટે પાછું માંગ્યું. એટલે ગોવાળે તેને આપ્યું ત્યારે સોનીએ પીત્તળનું કડું સોનાના ઝોળથી ઓપીને તેને આપી દીધું. પછી કોઈ વખતે કામ પડ્યે ગોવાળે એ કડું નાણાવટીઓને બતાવ્યું. ત્યારે તે જોઈને તેઓએ કહ્યું કે આ કડું પીત્તળનું છે. ત્યારે ગોવાળ બોલ્યો કે પ્રથમ તમે જ આને સાચું કહ્યું હતું, અને આજે ખોટું કહો છો; માટે મારા મિત્રનો આમાં કાંઈ દોષ નથી. આમ ભોળા એવા ગોવાળને સોનીએ છેતરીને, સોનાના બદલામાં પીત્તળનું કડું આપી દીધું, તેમ નિષ્પાપીને ચંચળતાથી છતું નહીં.
૪૯૮. શ૨ી૨નો ભસો કરું નહીં.
શરીરનો એક ક્ષણનો પણ ભરોસો કરું નહીં. કેમકે ક્ષણવારમાં શીશીની જેમ ફૂટી જવાનો એનો સ્વભાવ છે. સડણ, પડણ અને વિધ્વંસણ એવો તેનો સ્વભાવ હોવાથી ક્યારે તે શરીર રોગગ્રસ્ત થઈ જશે કે વિણસી જશે તે કંઈ કહી શકાય નહીં. માટે આ શરીર વડે શીઘ્ર આત્મકલ્યાણનું કાર્ય સાધ્ય કરી લઉં, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. અનાથી મુનિએ પણ ભરયુવાનીમાં આંખની અસહ્ય પીડાના નિમિત્તે શરીરનો ભરોસો મૂકી દઈ, ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યું.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :– “રક્તપિત્ત જેવા સદૈવ લોહીપરુથી ગદ્ગદતા મહા રોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણા બબ્બે રોગનો નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન
વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે; મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનોહરતા છે, તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે! સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે ? એ મોહ મંગળદાયક નથી.'' (વ.પૃ.૧૧૦)
૩૮૧