________________
સાતસો મહાનીતિ
‘ઉપદેશામૃત’માંથી
“કળિકાળ છે. આયુષ્યનો ભરોસો નથી. દેહ ક્ષણભંગર છે.
બીજે ક્યાંય દૃષ્ટિ કરવા જેવું નથી. આપણે આપણું કરી વહ્યા જવા જેવું છે. અવસ્થા થઈ છે. જ્ઞાનીનું વચન તો એમ છે કે સર્વ સમયે ચેતવા જેવું છે, જાગ્રત થવા જેવું છે. ‘ભૂલ્યો ત્યાંથી ફેર ગણ, સમજ્યો ત્યાંથી સવાર.’ હે પ્રભુ! ઉદયાધીન વૃત્તિ ચલિત થઈ જાય છે; પણ હરીફરીને શાની સામા જોવું? જે જ્ઞાનીની આજ્ઞા છે તે તૃષ્ટિએ રહેવું.'' (પૃ.૪)
શ્રી જૈન કથાસાગર ભાગ-૨'ના આધારે :
*
નાગદત્ત શેઠનું દૃષ્ટાંત – શેઠ ચિત્રકારને સંબોઘના જણાવે છે કે તે ચિત્રકાર ! આ સાતમાળની હવેલીને ચણાવતાં મને બાર વર્ષ લાગ્યા છે. પૈસાને મેં આમાં પાણીની પેઠે વાપર્યા છે. તું એમાં આકાશની વાદળીઓ જેવા સુંદર રંગ પૂરજે અને સાત પેઢી સુધી ઝાંખા ન થાય તેવા કરજે. લોકો પણ જાણશે કે શેઠે શું હવેલી બનાવી છે અને તારી પણ પ્રશંસા કરશે કે શું કલાકારે એમાં રંગ પૂર્યા છે. મકાન બહારનો પણ રંગ, કોતરણી પ્રમાણે સુંદર રાખજે. ત્યાં થઈને પસાર થતા મુનિને જોઈ શેઠ તેમને પગે લાગ્યા. ત્યારે મુનિ ઘીમેથી ધર્મલાભ કહી સહેજ સ્મિત કરી આગળ ચાલ્યા. નાગદત્તને આશ્ચર્ય થયું કે ગંભીર ગણાતા મુનિએ શું જોયું હશે કે તેમણે સહજ સ્મિત કર્યું.
ઘરે આવી પોતાની પત્નીને જમતી વખતે શેઠે કહ્યું કે આપણી હવેલી તો મહેલ જેવી બની છે. લોકો તો જોશે પણ દેવોય જોવા લલચાય એવા મારે તેમાં હવે રંગ પુરાવવા છે. સાતે પેઢી સુધી આપણી નામના રહે અને ઉદ્દેણી જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણને સંભારે એવું મારે કરવું છે. એમ બોલતા પોતાના છોકરાને ખોળામાં બેસાડીને રમાડતા કહ્યું. ત્યારે પત્ની યશોમતિએ પણ જવાબમાં કહ્યું – આ બધી મહેનત અને મમતા બાળબચ્ચાં અને નામના માટે જ તો છે ને ? લોકો કાંઈ થોડી જ આજીવિકા માટે મહેનત કરે છે? તેટલામાં શેઠે કહ્યું—દેવી! લે આ બાળકને. તેણે તો મારા કપડા અને આ થાળી બધું મૂત્રથી ભરી દીધું એમ કહ્યું, તેટલામાં મુનિ મહાત્મા ‘ધર્મલાભ’ કહી નાગદત્તને ઘેર વહોરવા પધાર્યા.
યશોતિ મુનિને વહોરાવવા લાગી ત્યારે નાગદત્તે થાળીમાંથી મૂત્ર દૂર કરી તે જ થાળીમાં ભોજન લેતા મુનિએ જોયું, મુનિએ વહોર્યું પણ તેમની નજર મૂત્રવાળી થાળીમાં ભોજન લેતા શેઠ ઉપર ઠરી અને સહેજ સ્મિત કરી ફરી વિદાય લીધી. શેઠને વિચાર આવ્યો કે મુનિ ફરી કેમ હસ્યા હશે? કારણ વિના તે હશે નહીં.
હવે ઉજૈનમાં બપોરે ત્રણ વાગે શેઠ પોતાની દુકાને ગાદી ઉપર બેઠા છે. ત્યાં એક અલમસ્ત બોકડો દુકાન ઉપર ચઢી ગયો. તેને પકડવા કસાઈ દોડતો આવ્યો અને કહ્યું મારો બોકડો છે. તમને એની દયા આવતી હોય તો બોકડાની ઉચિત કિંમત આપો. બોકડો બેં બેં કરતો દુકાનની અંદર અંદર પેસવા લાગ્યો. નોકરોએ ડંડા માર્યા છતાં ખસે નહીં. શેઠ જાતે ઊઠ્યા અને તેના બે કાન પકડી તેને બહાર ઘકેલવા લાગ્યા. કસાઈ પણ તેને પકડી લઈ જવા લાગ્યો. તેટલામાં તે મુનિ મહાત્મા ત્યાં થઈને પસાર થતા ફરી સહેજ હસીને આગળ ચાલ્યા. શેઠને થયું કે આજે મહારાજ ત્રણવાર કેમ હસ્યા હશે? રાત્રે ઉપાશ્રય જઈને જરૂર પૂછીશ.
ઉપાશ્રયે જઈ શેઠે કહ્યું—મહારાજ! ચિતારાને હું ભલામણ કરતો હતો ત્યારે આપ કેમ હસ્યા? મુનિ બોલ્યા—નાગદત્ત ! માણસ સાત પેઢી સુધી ટકે એવી હવેલી બાબત કે રંગ બાબત વાત કરે છે પણ માણસ પોતે ક્યાં સુધી આ સંસારમાં ટકી રહેશે તેની થોડી જ ખબર છે? મહારાજ ! શું હું થોડા દિવસનો
૩૮૨