SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ ૧૭ ગરમર (ગિરિકર્તી) ૨૩ખીલોડાકંદ ૨૯ પલંકાની ભાજી ૧૮ કિસલય પત્ર ૨૪ અમૃતવેલી ૩૦ સુઅરવલ્લી ૧૯ ખીરસુકંદ ૨૫ મૂળા ૩૧ કોમળ આંબલી કે ૨૦ થેગ ૨૬ ભૂમિફોડા ૩૨ બટાકા, રતાળુ, ૨૧ હરિમોથ ૨૭વથુલાની ભાજી પિંડાળુ” ૨૨ લુણવૃક્ષની છાલ ૨૮વિરૂઢાહાર બાવીશ અભક્ષ્ય – ૧. ગુલર, ૨. પ્લેક્ષ, ૩. કાકોદુંબરી, ૪. વડ અને ૫. પીપલ એ પાંચ જાતિના ફળ ૬. માંસ, ૭. મદિરા, ૮. માખણ, ૯. મધુ એ ચાર વિકૃત્તિ (મહાવિગઈ) વિકાર કરનારી વિગઈ, ૧૦. અજાણ્યું ફળ, ૧૧. અજાણ્યાં ફુલ, ૧૨. હિમ (બરફ), ૧૩. વિષ, ૧૪. કરા, ૧૫. સચિત્ત માટી, ૧૬. રાત્રિ ભોજન, ૧૭. ઘોલવડાં-કાચાં દૂઘ, દહીં, છાશ સાથે મિશ્ર કરેલ દ્વિદળ (કઠોળ), ૧૮. રીંગણા, ૧૯. પંપોટા-ખસખસના ડોડા (ખસખસનો સર્વથા ત્યાગ કરવો), ૨૦. સિંગોડા (જો કે તે અનંતકાય નથી તથાપિ કામવૃદ્ધિજનક હોવાથી તથા પાણીમાં થતાં હોવાથી “જસ્થ જલ તત્થ વર્ણ” વર્ણ એટલે વનસ્પતિ એ રીતે અનંતકાયના સંબંઘવાળા હોવાનો સંભવ હોવાથી વર્જનીય છે) ૨૧. વાયંગણ અને ૨૨. કાયવાણિ” (પૃ.૮૯) ઉપરોક્ત વસ્તુઓમાં ઘણા જીવોની હિંસા હોવાથી તેનો સદા ત્યાગ રાખું. પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માંથી:- હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમકે એક બટેટું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણાં શરીર છે, તે બઘાં શરીરના પિંડને “ઝંઘ' કહીએ છીએ. (જેમ એક આપણું શરીર છે.) અને તે એક | ( નિગોદ દેહ અંઘમાં અસંખ્યાત લોકપ્રમાણ અંડર' છે. (જેમ આપણા આવાસ શરીરમાં હાથ, પગ વગેરે અનંતાનંત ઉપાંગ છે.) અને એક અંડરમાં જ જીવ રાશિ અન્ડર ' અસંખ્યાત લોકપ્રમાણ ‘આવાસ’ છે, (જેમ આપણા હાથને આંગળીઓ છે.) અને એક આવાસમાં અસંખ્યાત લોકપ્રમાણ ‘પૂલવિ' છે, (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે, અને એક પુલવિ' માં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના “શરીર’ છે. (જેમ એક વેઢામાં અનેક રેખાઓ છે.) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ (મુક્તાત્મા)ની રાશિથી અનંતગુણા જીવ છે (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે.) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટુકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીધ્ર ત્યાગ કરવો જોઈએ. (પૃ.૧૨૩) ૨૩૭. કોઈ વસ્તુ જોઈ રાયું નહીં. જગતમાં અનેક વસ્તુઓ છે તે જોઈ રાગ કરું નહીં કે દ્વેષ કરું નહીં. કોઈપણ વસ્તુ ખરાબ નથી કે સારી નથી. સર્વ વસ્તુઓ પુદગલની બનેલી છે. એકની એક વસ્તુ એકને સારી લાગે અને બીજાને ૨ થઇ પુલવિ ૧૩૯
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy