________________
સાતસો મહાનીતિ
તરતના જન્મેલા બાળકને એવા સ્થાનમાં કોઈએ રાખ્યું હતું કે, જ્યાં કોઈની બોલચાલ સુદ્ધાં નહોતી અને તે બચ્ચાનું સંરક્ષણ કરવાને એક આયા (પયપાન કરાવનાર) રાખવામાં
આવી હતી. જે આયા પણ બોલાવ્યા ચલાવ્યા વિના જ પયપાન કરાવીને ત્યાંથી ચાલી આવતી. એમ કરતાં બાળક મોટું થયું અને દૂઘ છોડાવીને અન્ન ખાતાં શીખવાડ્યું છતાં પણ તેની સાથે બોલચાલ ન કરવી તેવો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છોકરો મોટો થયો. બારેક વર્ષની ઉંમર થવા આવી તે વખતે આ છોકરાને શું આવડે છે તેની તપાસ કરવામાં આવી તો છોકરો કેવળ પશુની માફક કશું બોલી કે સમજી શકતો નહોતો. આવી રીતે અભ્યાસ વિના મનુષ્યને કોઈપણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. માટે જેવા સંસ્કાર નાખવા હોય તેવો તેને અભ્યાસ કરાવવો જરૂરી છે. (પૃ.૧૧૯)
“ધર્મામૃત'માંથી :- “અવિદ્યાના અભ્યાસરૂપ સંસ્કારો લઈને મન વશ થતું નથી. તેથી મિથ્યા. સંકલ્પવિકલ્પરૂપ વિક્ષેપવાળું થઈને ભટકે છે, તે જ મન જો સમ્યકજ્ઞાનના અભ્યાસથી સુસંસ્કારવાળું કરવામાં આવે તો પોતાની મેળે જ આત્માને વશ થઈને સ્થિર થઈ રહે છે.” (પૃ. ૧૦૭)
માટે સદા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ રહું. ૨૩૬. કંદમૂળનું ભક્ષણ ન કરે.
ઉપદેશામૃત'માંથી – “જીવે હજી ઘર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે. ‘ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે.” એમ કહેવાય છે. કંદમૂળ-લસણ-ડુંગળી-બટાકા વગેરે, લીલોતરી, ઉમરડાં, વડના ટેટાં, પીંપળના ટેટા, પીપળાના ટેટા એવાં અભક્ષ્ય ફળ ખાવાથી ખરાબ ગતિ થાય છે, બુદ્ધિ બગડે છે. કેટલો કાળ જીવવું છે? કેટલાય લોક ઘર કરાવી ભોગવ્યા પહેલાં મરી જાય છે. મનુષ્યભવ પામીને જો ચેતી ન લેવાય તો નરકતિર્યંચના ભવમાં દુઃખ ભોગવવાં પડશે.” (ઉ.પૃ.૩૩૦)
જૈન તત્વજ્ઞાન ચિત્રાવલી-પ્રકાશ'માંથી :
અનંતકાય-કંદમૂળ અભક્ષ્ય - એક શરીરમાં અનંતા જીવો હોય છે. જેને સાઘારણ વનસ્પતિ કહેવામાં આવે છે. જેની નસો, સાંઘા, ગાંઠ, તાંતણા-રેખા દેખાય નહીં. જેનો કોઈપણ ભાગ છેદીને વાવવાથી ફરી ઊગે તે અનંતકાય છે. જે ખાવાથી અનંતજીવોનો નાશ થાય છે. તેવા બટાકા, ડુંગળી, લસણ, આદુ, લીલી હળદર, મૂળા, રતાળુ, ગાજર, સૂરણ, થેગ, કોમળ આમલી, ફણગા ફૂટેલા કઠોળ, ગરમર વગેરે ૩૨ પ્રકારે અનંતકાય વર્યુ છે. જે ખાવાથી બુદ્ધિ વિકારી, તામસી અને જડ બને છે. ઘર્મ વિરુદ્ધ વિચારો આવે છે. માટે તે નરકનાં આશ્રયદ્વાર છે. (પૃ.૪૮)
| ‘અભક્ષ્ય અનંતકાય વિચાર'માંથી - બત્રીશ અનંતકાયના નામ ૧ ભૂમિ મધ્યે કંદ થાય,
૭ વિરલી-લતાવિશેષ, ૧૨ લસણ એવી સર્વ કંદજાતિ
સોફાલી, ભોંયકોળુ ૧૩ વાંસકારેલા એટલે ૨ લીલી હળદર
૮ કુંવાર (તેના શેલરા પણ વર્જવા) વાંસ સંબંથિની કારેલી ૩ શૃંગબેર - લીલું આદુ ૯ થોહરીકંદ (થોર) તે સીજ તથા ૧૪ ગાજર ૪ સુરણકંદ
લંકાસીજની જાતિ ૧૫ લુણી એટલે ૫ વજકંદ ૧૦ લીલો કચરો
સાજી વનસ્પતિ ૬ સતાવળી વેલી ઔષધિ ૧૧ ગિલો-ગુલવેલ (ગળો) ૧૬ લોઢી પધિનિ કંદ
ALL
RI
,
૧૩૮