SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો માનીતિ નથી, કષાયની મંદતા થતી નથી. સત્શાસ્ત્રના સેવન વિના સંસાર દે મોગો ઉપરથી વૈરાગ્ય ઊપજતો નથી. સર્વે વ્યવહારની ઉજ્જવળતા, પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે. શ્રુતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજ્જવળ યશ અને આદરસત્કાર પમાય છે. સમ્યક્શાન જ પરમ બાંધવ છે, ઉત્કૃષ્ટ ધન છે, પરમ મિત્ર છે. સમ્યાન જ સ્વાધીન અવિનાશી ઘન છે. સ્વદેશમાં, પરદેશમાં, સુખમાં, દુઃખમાં, આપદામાં, સંપત્તિમાં પરમ શરારૂપ સમ્યક્ જ્ઞાન જ છે. તેથી શાસ્ત્રોના પરમાર્થનું સેવન કરવું, પોતાના આત્માને નિત્ય જ્ઞાનદાન દેવું તથા પોતાના સંતાનોને તથા શિષ્યોને જ્ઞાનનું જ દાન દો; કરોડો રૂપિયાનું દાન પણ જ્ઞાનદાન સમાન નથી. ઘન તો મદ ઉપજાવે છે, વિષયમાં પ્રીતિ કરાવે છે, દુર્ઘાન કરાવે છે અને સંસારરૂપી અંધ કૂવામાં ડૂબાડે છે; તેથી જ્ઞાનદાન સમાન દાન નથી. એક શ્લોક, અર્ધો શ્લોક, એક પદ માત્રનો પણ જે નિત્ય અભ્યાસ કરે તે શાસ્ત્રાર્થનો પારગામી થઈ જાય. વિદ્યા છે તે પરમ દેવતા છે, જે માતાપિતા જ્ઞાન-અભ્યાસ કરાવે છે તે કરોડો રૂપિયાનું ઘન દીધું. સમ્યક્ત્તાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણે લોકમાં કોઈનો ઉપકાર નથી. જ્ઞાન દેનાર ગુરુના ઉપકારને ઓળવે (લોપે) તેના જેવો કૃતઘ્રી પાપી કોઈ નથી. જ્ઞાનના અભ્યાસ વિના વ્યવહાર પરમાર્થ બન્નેમાં જીવ મુઢ રહે છે તેથી પ્રવચનભક્તિ જ પરમ ક્લ્યાણ છે. પ્રવચનના સેવન વિના મનુષ્ય પશુ સમાન છે. પ્રવચનભક્તિ હજારો દોષોનો નાશ કરનારી છે, તેનો ભક્તિપૂર્વક અર્થ ઉતારો, તેથી સમ્યક્ દર્શનની ઉજ્વલતા થાય છે. (ચપૃ.૨૩૯) ‘બોઘામૃતભાગ-૧’માંથી :- જે જે શીખ્યા હોય તેનો અભ્યાસ ન રાખે તો જતું રહે. અભ્યાસ ન કરે તો નાશ પામે, આવડે નહીં. પણ જ્ઞાનકળા એવી છે કે આત્માનું જ્ઞાન એક વાર પ્રગટ્યું તો વધ વધ કરે, એ જાય નહીં. એક વખત જ્ઞાન પ્રગટ થાય તો પછી વધતું જાય. કેવળજ્ઞાન સુધી લઈ જાય. ભણવાની કળાઓ છે, તે બધી કળાઓ, અભ્યાસ ન રાખે તો નાશ પામે છે. (બો.૧ પૃ.૧૬૦) પ્રજ્ઞાવબોધ'માંથી : “આગમના અભ્યાસે ઉજ્જવલ સૌ વ્યવહાર સઘાતો, પોષાયે ૫૨માર્થ-વિચારો, ઉજ્જવલ યશ ફેલાતોઅહોહો ! પરમ શ્રુત. ઉપકાર ! ભવિને શ્રુત પરમ આઘાર. સભ્યજ્ઞાન જ ઉત્તમ ઘન છે, સુષ્ક શ્રેષ્ઠ વિચારો, સ્વાધીન આપદ-સંપદમાં ઉર-કંઠે શોભન ઘારો અહોહો જ્ઞાન-દાન પોતાને દેજો વળી સંતાનાદિને, કોટિ ઘનથી પણ તે અધિકું, હણશે મદ આદિને “અહોહો શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારંગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિપ્રભાવે અઠોઠો (પૃ.૩૩) *સાદી શિખામણ'માંથી :- અભ્યાસ વડે સર્વ સિદ્ધિ એક બાળકનું દૃષ્ટાંત – અભ્યાસથી પોપટ જેવું પ્રાણી વિવેકી વાણી શીખી શકે છે. અભ્યાસથી જંગલી ક્રુર સિંહો પણ મનુષ્યના તાબે થાય છે. અભ્યાસથી ઊંચુ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. કોઈ એક ૧૩૭
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy