________________
સાતસો મહાનીતિ
સંસાર, દેહ અને ભોગો પ્રત્યે અનાસક્તિ (વૈરાગ્ય) ચિંતવવી. સંસાર, દેહ અને ભોગોના યથાર્થ સ્વરૂપનું ચિંતવન કરવાથી રાગ, દ્વેષ અને મોહ, જ્ઞાનને વિપરીત નહીં કરી શકે.
સર્વ દ્રવ્યોમાં એકમેક રહ્યા છતાં આત્માનો ભિન્ન અનુભવ થાય તે જ જ્ઞાનોપયોગ છે. જ્ઞાનના અભ્યાસ વડે વિષયોની વાંછા નાશ પામે છે, કષાયોનો અભાવ થાય છે, માયા, નિદાન અને મિથ્યા એ ત્રણ શલ્ય રહિત થવાય છે. જ્ઞાનના અભ્યાસથી જ મન સ્થિર થાય છે. અનેક પ્રકારના વિકલ્પો નાશ પામે છે. ઘર્મધ્યાનમાં અને શુક્લધ્યાનમાં સ્થિર થવાય છે. વ્રત, સંયમથી ચલાયમાન થવાતું નથી. અશુભ કર્મોનો નાશ થાય છે. જિનેન્દ્રનું શાસન (આજ્ઞા) પ્રવર્તે છે. જિન ઘર્મની પ્રભાવના પણ જ્ઞાનાભ્યાસ કરીને જ થાય છે.
જ્ઞાનના અભ્યાસથી લોકોના હૃદયમાં પૂર્વનાં કરેલાં પાપના સંચયરૂપ દેવું હોય તે પતી જાય છે. અજ્ઞાની જીવ ઘોર તપ વડે કરોડો ભવમાં જેટલા કર્મ ક્ષય ન કરે તેટલાં બલકે તેથી વધુ કર્મોનો ક્ષય જ્ઞાની આત્મા અંતર્મુહૂર્તમાં કરે છે. જિન ઘર્મનો સ્તંભ જ્ઞાનનો અભ્યાસ જ છે. જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયોની વાંછા છોડી સંતોષ ઘારણ થાય છે. ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ થાય છે. ભક્ષ્ય-અભક્ષ્યનો, યોગ્ય-અયોગ્યનો, ત્યાગવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્યનો વિચાર પ્રાપ્ત થાય છે.
જ્ઞાન વિના પરમાર્થ અને વ્યવહાર બન્ને નાશ પામે છે. જ્ઞાનરહિત રાજપુત્રનો પણ નિરાદર થાય છે. જ્ઞાન સમાન કોઈ ઘન નથી; જ્ઞાનના દાન સમાન કોઈ દાન નથી. દુઃખી, સુખી સર્વને સદા જ્ઞાન જ શરણરૂપ છે. સ્વદેશ પરદેશ સર્વત્ર આદરમાન અપાવનાર પરમ ઘનરૂપ જ્ઞાન જ છે. જ્ઞાનઘન કોઈથી ચોરી શકાતું નથી. કોઈને આપવાથી ઘટતું નથી. જ્ઞાન જ સમ્યક્દર્શન પ્રાપ્ત કરાવે છે. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. સમ્યકજ્ઞાન આત્માનું અવિનાશી સ્વાધીન ઘન છે. જ્ઞાન વિના સંસાર સમુદ્રમાંથી ડૂબતા પ્રાણીનો હાથ પકડી કોણ ઉદ્ધાર કરે?
વિદ્યા સમાન આભૂષણ નથી. વિદ્યા વિના એકલાં આભૂષણથી જ સત્પરુષોના આદરને યોગ્ય બનાતું નથી. નિર્ધનને પરમ નિદાન પ્રાપ્ત કરાવનાર એક સમ્યકજ્ઞાન જ છે. તેથી હે ભવ્ય જીવો! ભગવાન પરમકૃપાળુ વીતરાગ ગુરુ તમને એ ઉપદેશ કરે છે કે પોતાના આત્માને સમ્યકજ્ઞાનના અભ્યાસમાં લગાવો, જોડો. મિથ્યાદ્રષ્ટિઓના પ્રરૂપેલા મિથ્યાજ્ઞાનને દૂરથી તજો. સમ્યકુ અને મિથ્થાની (સાચાખોટાની) પરીક્ષા કરીને સમ્યકજ્ઞાન ગ્રહણ કરો. પોતાનાં સંતાનને ભણાવો, અન્ય જનોને વિદ્યાનો અભ્યાસ કરાવો. ઘનવાન હો અને પોતાના ઘનને સફળ કરવા ઇચ્છતા હો તો ભણનારા અને ભણાવનારાને આજીવિકા આદિ દઈને સ્થિરતા કરાવો; પુસ્તકો લખાવી દો, વિદ્યા ભણનારાઓને પુસ્તક આદિ આપો. પુસ્તકો શુદ્ધ કરો, કરાવો, છપાવો. ભણવા, ભણાવવાને અર્થે સ્થાન આપો. નિરંતર ભણવામાં, શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મનો કાળ વ્યતીત કરો. આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે. જ્યાં સુધી આયુષ્ય, કાયા, ઇંદ્રિયો બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યકજ્ઞાન વિના ગુમાવશો નહીં.
જ્ઞાનરૂપી ઘન પરલોકમાં પણ સાથે જાય છે. આ અભીસ્મ જ્ઞાનોપયોગનો મહિમા કરોડો જીભોથી પણ વર્ણવ્યો જાય તેમ નથી. તેથી જે ગૃહસ્થ ઘન સહિત હોય તે ભાવના ભાવીને અર્ધ્વ ઉતારો; જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવો.” (સ.પૃ.૧૭૮)
“સલ્લાસ્ત્રના અભ્યાસમાં જે દિવસ જાય તે દિવસ ઘન્ય છે; પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વહ્યો જાય છે. સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી, સ્વાધ્યાય વિના પાપથી છુટાતું
૧૩૬