________________
સાતસો મનનીતિ
કરાવી હતી તેથી હું મરીને દેવ થયો છું. આપને બોધ દેવા માટે જ આ બધું નાટક વગેરે મેં વિકૃર્યું હતું. દેવો સુખમાં મગ્ન થયેલા હોવાથી ખાસ પ્રયોજન વિના મનુષ્યલોકમાં આવતા નથી. આ પ્રમાણે દેવ થયેલા શિષ્યના વચનો સાંભળીને પ્રતિબોધ પામી તે સુરિ ફરીથી સંયમમાં લીન થયા. તેમણે પ્રથમ દર્શન પરિષષ્ઠ સહન ન કર્યો, પણ પછીથી કર્યો; તેમ બીજાઓએ કરવું નહીં. પણ હંમેશાં ભગવંતના ઉપદેશ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી.
૨૩૫, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું.
નવા નવા તાત્વિક શાસ્ત્રોનો અભ્યાસ કરું, જેથી ભગવાને કહેલા તત્ત્વ ઉપર દૃઢ શ્રદ્ધા થાય અને વિશેષ સમજણ વધતી જાય તેમ તેમ સંસારમાં રહેલા પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટતી જાય. ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – 'વીતરાગશ્રુતનો અભ્યાસ રાખજો.’ (૧-૬૨૯)
પારમાર્થિક શ્વેત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે.' (વ.પૃ.૩૫)
ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્યુત અને સન્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.’ (વ.પૂ. ૬૩૭) “જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારવો; અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં. આત્મા અનંત જ્ઞાનમય છે. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે.'' (પૃ.૭૨૫
'
‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે”, તેથી તે નિવૃત્ત થઈ શકે છે’ અને ‘નિવૃત્ત થઈ શકવાના સાધન છે’ એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.’’ (વ.પૃ.૪પ૨)
“હિંદુસ્તાનના લોકો એક વખત વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તોઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી.’’ (વ.પૃ.૭૮૦)
“જો આજે દિવસે તને સૂવાનું મન થાય, તો તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે.’’ (વ.પૃ.૫) “કરત કરત અભ્યાસ કે, જડમતિ હોત સુજાન;
રસરી આવત જાત તે, શીલ પર પરત નિશાન.”
‘સમાધિસોપાન'માંથી :- અમીણ જ્ઞાનોપયોગ ભાવના :
“હે આત્મનું! આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન – અભ્યાસ જ કરો. જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવો નહીં. જ્ઞાનનાં અભ્યાસ વિના મનુષ્યો પશુ સમાન છે, તેથી યોગ્ય કાળમાં જિનાગમનો પાઠ કરો અને સમભાવ થાય ત્યારે ધ્યાન કરો. શાસ્ત્રના અર્થનું ચિંતન કરો. વિશેષ જ્ઞાની ગુરુજન પ્રત્યે નમ્રતા, વંદના, વિનય આદિ કરો. ધર્મશ્રવણ કરવાની ઇચ્છાવાળા હોય તેમને ધર્મનો ઉપદેશ કરો. આને અભીક્સ જ્ઞાનોપયોગ કરે છે.
નવીન શિષ્યોની આગળ શ્રુતના અર્થનો એવો પ્રકાશ કરવો કે સંશય આદિ રહિત શિષ્યોનાં હૃદયમાં જેમ છે તેમ સ્વપર પદાર્થોનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. પાપ પુણ્યનું સ્વરૂપ, લોક અલોકનું સ્વરૂપ, મુનિશ્રાવકના ધર્મનું સ્વરૂપ, સત્યાર્થ નિર્ણયરૂપ થઈ જાય તેવો જ્ઞાનાભ્યાસ કરવો. પોતાના ચિત્તમાં
૧૩૫