________________
સાતસો મહાનીતિ
પ્રયત્ન કરતાં છતાં પણ તને આવડતું નથી, માટે અભ્યાસ ચાલે ત્યાં સુધી તારે આયંબીલ તપ કરવું જોઈએ. ગુરુની આજ્ઞા માથે ચઢાવી આયંબીલ તપ કરવા લાગ્યા. અને મનમાં
ખેદ પામ્યા વિના બારવર્ષ સુધી આયંબીલ તપ કરી તે અધ્યયન પૂરું કર્યું. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી બીજાં શ્રત પણ ભણ્યા અને અંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે પઘાર્યા. આભીર મુનિએ પુરુષાર્થ કરી અજ્ઞાન પરિષહનો જય કર્યો તેમ બીજાએ પણ જય કરવો જોઈએ.
૨૨. દર્શન પરિષહ ઉપર આર્ય આષાઢસૂરિની કથા – વત્સભૂમિને વિષે આર્ય આષાઢ નામના આચાર્ય રહેતા હતા. તેમના શિષ્યોનો મોટો પરિવાર હતો. તેમના ગચ્છમાં અનશન કરીને જે જે સાધુ કાળઘર્મ પામતા, તે સર્વને આચાર્ય મહારાજ આરાધના કરાવીને કહેતા હતા કે હે વત્સ! તું જો દેવ થાય તો તારે શીધ્ર અહીં આવીને મને દર્શન આપવું. પછી દેહત્યાગ કરીને સ્વર્ગે જતા હતા. પરંતુ તેમાંના કોઈએ આવીને આચાર્યને દર્શન આપ્યા નહીં. તેથી આચાર્યને પરલોકના વિષયમાં શંકા થવા લાગી. છેવટે એક શિષ્ય જે આચાર્યનો પરમ ભક્ત હતો તેના સમાધિમરણ સમયે પણ ગુરુએ આરાઘના કરાવી કહ્યું કે – હે વત્સ! તું સ્વર્ગમાં જાય ત્યારે અવશ્ય અહીં આવીને મને દર્શન આપજે, પ્રમાદ કરીશ નહીં. પછી તે પણ મરણ પામી સ્વર્ગે ગયો. પરંતુ સ્વર્ગની વિચિત્ર રચના અને નાટક વગેરે જોવામાં વ્યગ્ર થવાથી તે પણ આવ્યો નહીં. તેથી સૂરિએ વિચાર્યું કે પરલોક વગેરે કંઈ છે જ નહીં. ફોગટ જ ભોગોનો મેં ત્યાગ કર્યો. એમ વિચારી મિથ્યાત્વ પામીને ગચ્છનો ત્યાગ કરી સાધુના વેષ સહિત નીકળી પડ્યા. પેલા ભક્તશિષ્યને કેટલાક દિવસે ખ્યાલ આવ્યો કે ગુરના પ્રેમને લીધે હું અહીં સ્વર્ગમાં આવ્યો છું. ઉપયોગ GUJJUસ્ક દેતાં ગુરુને તો મિથ્યાત્વ પામેલા જોયા. તેથી તેમને પ્રતિબોધ કરવા
માટે કોઈ ગામના સીમાડમાં દેવે નાટક વિકુવ્યું. તે નાટક જોવામાં ગુરુને છ મહિના વીતી ગયા. તો પણ સુઘા તૃષાની વેદના થઈ નહીં. પછી છ માસને અંતે દેવે નાટક સંહરી
*
=
લીધું અને સૂરિને પ્રતિબોધ કરવા કે
?
અનેક ઉપાયો કર્યા. દેવે રાજાનું રૂપ વિકુવ્યું અને દેવમાયાથી બે પુત્રને દાગીના સહિત વિદુર્વાને મોકલ્યા. તે
જોઈ સૂરિએ વિચાર્યું કે હું ઘરે જઈશ તો દાગીના જોઈશે તેથી તેમને મારીને પણ દાગીના લઈ લીઘા. પછી
રાજા બનેલ દેવે મુનિને વહોરવા માટે ઘણો આગ્રહ કર્યો. પણ સૂરિ ના પાડે કે મારે આહાર નહીં જોઈએ. તેમ છતાં રાજાએ તેમની ઝોલી ખેંચી તો તેમાંથી દાગીના નીકળ્યા. તે જોઈ રાણી બોલી કે - અરે આ તો મારા પુત્રોના દાગીના છે. રાજા કહે—તેં જ મારા પુત્રોને મારી નાખ્યા છે. અરે દુષ્ટ! તું હવે જીવતો શી રીતે જઈ શકીશ? રાજાના આવા વચનો સાંભળી સૂરિએ વિચાર્યું કે આ મારા પાપનું ફળ અહીં જ
મળ્યું. હવે મને કોણ શરણરૂપ છે એમ પશ્ચાત્તાપમાં સૂરિને પડેલા જોઈ / તે દેવ પ્રગટ થઈ કહેવા લાગ્યો કે હું તમારો શિષ્ય છું. તમે આરાઘના
૧૩૪