________________
સાતસો મણનીતિ
તેને છોડી મૂક્યો. જેમ મુનિઓએ સત્કાર પરિષહ સહન કર્યો, તેમ સર્વે મુનિઓએ સન કરવું.
૨૦. પ્રજ્ઞા પરિષહ ઉપર સાગરાચાર્યની કથા – ઉજ્જયિની નગરીમાં કાલકાચાર્ય સદા ઉગ્ર વિહારી તથા બહુશ્રુત હતા. પણ તેમના શિષ્યો ક્રિયામાં પ્રમાદી હતા. ગુરુ પ્રમાદ ટાળવા માટે શિષ્યોને ઉપદેશ આપતા ત્યારે શિષ્યો ક્રોધ પામતા. તેથી એક વખત ગુરુ કુશિષ્યોને સૂતા મૂકી વહેલા વિહાર કરી સુવર્ણકુળ નગરે આવી ગયા. કાલકાચાર્ય પોતાના ગુરુના ગુરુ હોવા છતાં કોઈ દિવસ જોયેલા નહીં હોવાથી સાગરાચાર્યે ઓળખ્યા નહીં. તેથી કાલકાચાર્યને પૂછ્યું કે – કે વૃદ્ધ મુનિ ! તમે ક્યાંથી આવો છો? તેમણે કહ્યું અવંતિથી આવું છું.
!
હવે એકવાર સાગરાચાર્ય શિષ્યોને શ્રુતસંઘ ભણાવતા હતા. ત્યારે કાલકાચાર્ય વૃદ્ધ મુનિને પૂછ્યું કે તમે શ્રુતસ્કંધના અર્થ જાણો છો ? તેમણે હા કહી. છતાં સાગરાચાર્યે પ્રજ્ઞાના ગર્વથી કહ્યું કે હું આ સાધુઓ પાસે શ્રુતસ્કંધનું વ્યાખ્યાન કરું તે સાંભળજો. વૃદ્ધ કાલકાચાર્યને પોતાની પ્રજ્ઞા દેખાડવા માટે તે વિશેષ વિશેષ પ્રકારે વ્યાખ્યાન કરવા લાગ્યા.
કાલકાચાર્યના શિષ્યો ગુરુને શોધતા શોધતા સુવર્ણકુળ નગરે આવ્યા. ગુરુની શોધ કરતા સાગરાચાર્ય પાસે આવ્યા અને કહ્યું કે અમારા ગુરુ અહિં આવ્યા છે? ત્યારે સાગરાચાર્યે કહ્યું ઃ તેમની મને ખબર નથી પણ કોઈ વૃદ્ધ મુનિ આવેલા છે. પછી ખબર પડી કે આ તો મારા ગુરુના ગુરુ છે, એમ જાણી ગુરુને વારંવાર ખમાવ્યા અને કહ્યું કે તે – પિતામહ! મેં શ્રુતની વ્યાખ્યા કરી તે કેવી કરી? ત્યારે વૃદ્ધ મુનિએ કહ્યુંઃ વ્યાખ્યા સારી કરી છે પણ ગર્વ કરે છે તે યોગ્ય નથી. બુદ્ધિના નિધાનરૂપ વૃદ્ધ કાલકાચાર્યે સાગરાચાર્યને પ્રતિબોધ કરવા માટે નદીમાંથી એક પધ્ધક રેતી મંગાવી તેને એક ઠેકાણે નખાવી. ત્યાંથી બીજે ઠેકાણે નખાવી, ત્રીજે ઠેકાણે નખાવી. એમ જુદે જુદે ઠેકાણે નખાવવાથી તે રેતી ઘણી ઓછી થઈ ગઈ. આ પ્રમાણે રેતીનું દૃષ્ટાંત આપી કાલકાચાર્યે સાગરાચાર્યને કહ્યું કે – નદીમાં જેમ ઘણી રેતી છે તેમ જિનેન્દ્રમાં અનંતજ્ઞાન છે. તેમાંથી ગણધરોએ અલ્પવ્રુત લીધું. તેમના પાસેથી તેમના શિષ્યો પ્રશિષ્યોએ ગ્રહણ કર્યું. તથા વિસ્મૃતિને કારણે હાલમાં શ્રુતનું ઘણું જ અલ્પજ્ઞાન રહ્યું છે. એમ વિચારી હે વત્સ ! શ્રુતનો મદ કરવી કિંચિંત્માત્ર પણ યોગ્ય નથી. પ્રજ્ઞા પરિષ જેમ સાગરાચાર્યે સહન કરી શક્યા નહીં, તેમ કરવું નહીં. પણ કાલકાચાર્યની જેમ પ્રક્ષા પરિષદનો જય કરવો.
૨૧. અજ્ઞાન પરિષહ ઉપર આભીર સાધુની કથા – ગંગા નદીને કાંઠે કોઈ ગામમાં બે ભાઈઓએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેમાં એક વિદ્વાન થયા, બીજા મૂર્ખ રહ્યા. જે સાધુ વિદ્વાન હતા તે શિષ્યોને રાત દિવસ ભણાવવાથી એક દિવસ ખેદ પામીને વિચારવા લાગ્યા કે મારા ભાઈને ધન્ય છે કે જે સાધુ થઈ સુખે રહે છે અને અવસરે નિદ્રા કરે છે. એવું મૂર્ખાપણું સારું કે જેમાં આઠ ગુણ રહેલા છે. ૧. નિશ્ચિતપણું ૨. ઘણો આહાર, ૩. નિર્લ૫ણું ૪. રાત્રિદિવસ સુવાનું ૫. કાર્ય અકાર્યના વિચાર રહિતપણું, ૬. માન તથા અપમાનમાં સમાનપણું, ૭. પ્રાર્થે કરીને રોગરહિતપણું તથા ૮. દૃઢ શરીર. એ આઠ ગુણ હોવાથી મૂર્ખની જિંદગી સુખી છે. આવા અશુભ વિચારથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો. અહિંથી દેહ છોડી સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી આભીરનો પુત્ર થયો. આ ભવમાં વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી ઉત્તરાધ્યયનના યોગ વહન કરતા ચોથા અસંખ્યાધ્યયનનો પ્રથમ ઉદ્દેશો કર્યો ત્યારે તે આભીર સાધુને પૂર્વે બાંધેલો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો. તેથી એક પદ પણ આવડ્યું નહીં. ત્યારે ગુરુએ કહ્યું કે
૧૩૩