________________
સાતસો મહાનીતિ
રાજસેવકો ન હોય ત્યારે ખી ખી શબ્દ કરતો શિયાળનું રૂપ કરી બચ્ચાઓ સહિત મુનિને ખાવા લાગ્યો. એમ પંદર દિવસ સુધી વ્યંતરનો ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન પામી
મોક્ષે પધાર્યા. આ રીતે બીજા મુનિઓએ પણ રોગ પરિષહનો જય કરવો. ૧૭. તૃણસ્પર્શ પરિષહ ઉપર ભદ્રર્ષિની કથા – શ્રાવસ્તિ નગરીના રાજા જિતશત્રુને ભદ્ર નામે પુત્ર હતો. ગુરુ પાસે જૈનધર્મ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લઈને બહુશ્રુત થયા. એકાકીવિહાર પ્રતિમા ઘારીને વિચરતા તે મુનિ વિરુદ્ધ રાજ્યમાં ગયા. ત્યાંના રાજપુરુષોએ પકડીને પૂછ્યું કે તું કોણ છે? કોણે ચર તરીકે તને મોકલ્યો છે, સત્ય કહે. તો પણ મુનિ તો પ્રતિમાઘારી હોવાથી કોઈપણ જવાબ આપ્યો નહીં. ત્યારે રાજસેવકોએ તેના શરીરમાં શસ્ત્ર વડે ઘા કરી તેને તીક્ષ્ણ અણિયાળા દભોંથી (ઘાસના પૂળાથી) મજબૂત બાંધીને ચાલ્યા ગયા. શરીરમાંથી રૂધિર નીકળવા માંડ્યું. તો પણ મનમાં દુર્ગાન કર્યા વિના તે ક્ષમાનિધિએ વેદના સહન કરી. તેમ બીજાઓએ પણ તૃણ પરિષહનો જય કરવો.
૧૮. મલ પરિષહ ઉપર સુનંદ શ્રાવકની કથા - ચંપા નગરીમાં સુનંદ નામે શ્રાવક રહેતો હતો. તે સર્વ જાતના કરીયાણાનો વેપાર કરતો. તેની પાસે મુનિઓ કાંઈ ઔષધ માગે તે ગર્વ સાથે અને અવજ્ઞાસહિત આપતો હતો. એકદા ગ્રીષ્મ ઋતુમાં પસીનાથી નીતરતા મુનિઓ ઔષઘ લેવા તેની દુકાનમાં આવ્યા. તેમની દુર્ગઘથી દુકાનમાં રહેલ ઔષધોનો ગંઘ પણ પરાભવ પામ્યો. તે જોઈ સુનંદે વિચાર્યું કે સાઘુઓનો સર્વ આચાર સારો છે, પરંતુ તેઓ મેલા રહે છે તે સારું નથી. આ રીતે મુનિની નિંદા કરવાથી તેણે દુષ્કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે મરણ પામી દેવ થયો. ત્યાંથી ચ્યવી શેઠનો પુત્ર થયો. પછી વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી. આ ભવમાં તેને મુનિનિંદાનું દુષ્કર્મ ઉદયમાં આવ્યું અને તેનું આખું શરીર દુર્ગઘમય બની ગયું. તેની અસહ્ય દુર્ગધની લોકોમાં ચર્ચા થવા લાગી; તેથી ગુરુએ તેમને ઉપાશ્રયની બહાર જવાનો નિષેઘ કર્યો. રાત્રિએ તેમણે કાયોત્સર્ગ કર્યો. દેવીએ પ્રસન્ન થઈ તેમનું શરીર કસ્તુરીમય કરી દીધું. માટે મુનિઓએ મલ પરિષહ સહન કરવો. તેમજ શ્રાવકોએ પણ તેવા મહાત્માઓની નિંદા કરવી નહીં.
૧૯. સત્કાર પરિષહ ઉપર સાધુ તથા શ્રાવકની કથા – મથુરા નગરીમાં ઇંદ્રદત્ત નામે પુરોહિત જૈનધર્મનો વિરોધી હતો. તે હમેશાં પોતાના ગવાક્ષની નીચે થઈ જતા મુનિઓ ઉપર પગ લાંબા કરીને બેસતો. તો પણ મુનિઓ કોપ કરતા નહીં. પણ એક શ્રાવક તેના ઉપર કોપાયમાન થયો, અને તેના પગ કાપવાની ઇચ્છા કરી. તે વાત ગુરુને જણાવી. ગુરુએ કહ્યું : સાધુઓને તો સત્કાર પરિષહ સહન કરવાનો ભગવંતનો ઉપદેશ છે. ત્યારે શ્રાવકે કહ્યું કે જૈનઘર્મના વિરોધી એવા બ્રાહ્મણને શિક્ષા ન મળે તો ઘર્મની બીજા પણ હિલના કરશે. માટે તેનો ઉપાય બતાવો. તેનો આગ્રહ જાણી ગુરુએ કહ્યું કે હાલમાં તેના ઘરની શી હકીકત છે? શ્રાવકે કહ્યુંતેણે એક નવો પ્રાસાદ કરાવ્યો છે. તેમાં રાજાને આમંત્રણ આપ્યું છે. તેથી રાજા તેને ઘેર અમુક દિવસે જવાના છે. તે સાંભળી ગુરુએ કહ્યું : જ્યારે રાજા તેના મહેલમાં પ્રવેશ કરે તે વખતે રાજાને તમારે હાથે પકડી રાખવા અને કહેવું કે આ મહેલ હમણાં પડવાનું છે. પછી હું તે મહેલને વિદ્યાના બળે પાડી દઈશ. શ્રાવકે તે જ પ્રમાણે કર્યું. તેથી પ્રાસાદ પડી ગયો. તે જોઈ રાજાએ કહ્યું આ શું? ત્યારે શ્રાવકે કહ્યું તમને મારવા માટે આ કપટ કર્યું હતું. તેથી પુરોહિત ઉપર રાજા કોપ પામ્યો. તેને શિક્ષા કરવા માટે રાજાએ આ શ્રાવકને જ સોંપ્યો. ત્યારે શ્રાવકે આ બ્રાહ્મણ પુરોહિતને કહ્યું કે મુનિઓ પર તું વેષ રાખે છે તેનું આ ફળ છે. ત્યારે પુરોહિતે કહ્યું : હવે આવું અકૃત્ય હું કદી નહીં કરું. ત્યારે શ્રાવકે
૧૩૨