________________
સાતસો માનીતિ
સર્વ મુનિઓ દુષ્કર કરનાર છે, તો પણ તેમાં તંત્રમુનિ વધારે દુષ્કર કરનાર છે. વાસુદેવે તેનું કારણ પૂછ્યું ત્યારે પ્રભુએ તેના અભિગ્રહ સંબંઘી સર્વ વૃતાંત કહ્યો કે ઢંઢણમુનિએ પોતાની લબ્ધિથી જ આહાર મળે તો જ લેવો, નહીં તો નહીં લેવો એવો
નિયમ કરેલ છે, તે સાંભળી કૃષ્ણે પૂછ્યું કે તે મહાત્મા અત્યારે ક્યાં છે? પ્રભુએ કહ્યું – તે નગરીમાં ભિક્ષા
લેવા માટે ગયા છે. એ તમને નગરીમાં પ્રવેશ કરતાં જ સામા મળશે. પછી પ્રભુને વાંદી શ્રીકૃષ્ણ વાસુદેવ નગરી તરફ ચાલ્યા. દરવાજામાં પ્રવેશ કરતાં જ મુનિને જોયા. તેથી શ્રીકૃષ્ણે હાથી પરથી નીચે ઊતરી તેમને વંદન કર્યું, ત્યારબાદ મુનિ એક શેઠને ત્યાં વહોરવા ગયા. ત્યાં શેઠે શ્રીકૃષ્ણને નમસ્કાર કરતા જોઈ આ કોઈ પૂજનીય મહાત્મા છે એમ ધારી મોદક વહોરાવ્યા. પછી ભગવાન પાસે આવી ઢંઢણમુનિએ પૂછ્યું કે હે પ્રભુ! મારો લાભાંતરાય ક્ષીણ થયો? કે જેથી મને આજે ભિક્ષા મળી. ત્યારે નેમિનાથ પ્રભુ બોલ્યા કે વાસુદેવે તમને નમસ્કાર કર્યા તેથી ભિક્ષા મળી છે. ત્યારે મુનિ બોલ્યા કે – પરની લબ્ધિથી મળેલ આહાર મારે કલ્પે નહીં; એમ વિચારી નગરની બહાર મોદકને પરઠવા ગયા. ત્યાં પરવતાં શ્રી ઢંઢણમુનિ શુક્લધ્યાન વડે સર્વ કર્મદળને ચૂરી નાખી કેવળજ્ઞાનને
પામ્યા. જેમ એ મુનિએ અલાભ પરિષદ છ મહિના સુધી સહન કર્યો તેમ બીજા મુનિએ પણ અલાભ પરિષદનો જય કરવો, એમ ભગવાનનો ઉપદેશ છે.
૧૬. રોગ પરિષહ ઉપર કાળવૈશિમુનિની કથા – · મથુરા નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે કાળા નામની વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખી હતી. તેને કાળવૈશિક નામે પુત્ર તથા એક પુત્રી થઈ. એક દિવસ યુવાવસ્થામાં આવેલ કુમારે રાત્રિમાં એક શિયાળનો અવાજ સાંભળી સેવકોને કહ્યું કે આ અવાજ કોનો છે? તેઓએ કહ્યું : શિયાળનો અવાજ છે. કુમારે તેને બાંધીને લાવવા કહ્યું. સેવકો તેને બાંઘીને લાવ્યા. પછી કુમાર શિયાળને મારવા લાગ્યો. જેમ જેમ મારે તેમ તેમ તે ખી ખી શબ્દ કરે. તે સાંભળી કુમાર હર્ષ પામે. એમ કરતાં કરતાં શિયાળ અકામ નિર્જરાથી મૃત્યુ પામી વ્યંતર થયો.
સમય વીત્યે કાળવૈશિકકુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેમને મુદ્રશૈલ નામના નગરમાં હરસનો રોગ થયો. તેની વ્યાધિથી અત્યંત પીડા પામતા છતાં ઔષધની મનથી પણ ઇચ્છા કરી નહીં. ઔષધ ન કરવાનો અભિગ્રહ લીધો. તે જ નગરમાં પોતાની બહેન રાજાની રાણી હતી. તેને ભાઈના અભિગ્રહની જાણ હોવાથી આહારમાં જ ઔષધ મિશ્રણ કરીને આપ્યું. તે આહાર કરવાથી તેમના હરસનો વ્યાધિ શાંત થયો. તે જાણી મુનિને થયું કે આહારના અર્થ એવા મેં ઉપયોગ નહીં રાખવાથી હરસના જંતુઓ નાશ પામ્યા. તેથી મારા અભિગ્રહનો ભંગ થયો. હવે મારે આહાર જ કરવો નથી એમ વિચારી નગરની બહાર
પર્વત ઉપર પાદોપગમન અનશન ગ્રહણ કર્યું. રાજાએ તેમના ઉપસર્ગ નિવારણ માટે સેવકો મૂક્યા. આ અવસરે પેલો શિયાળાનો જીવ વ્યંતર, મુનિને જોઈ પૂર્વભવનું વૈર સંભારી ઉપસર્ગ કરવા આવ્યો. જ્યારે
૧૩૧