________________
સાતસો મહાનીતિ
કે જે થવું હોય તે થાય પણ મારે તો ભગવાનના દર્શન કરવા જવું જ છે. એમ વિચારી શેઠ તે તરફ ગયા. તેમને આવતા જોઈ અર્જાનમાળી મારવા આવ્યો. ત્યારે શેઠ સાગાર
અનશન ગ્રહણ કરી પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં ત્યાં જ ઊભા રહ્યા. શેઠ પાસે આવતા જ અર્જાનમાળીના શરીરમાંથી તે યક્ષ ભાગી ગયો. તેથી માળી સ્વસ્થ થઈ શેઠ પાસે આવ્યો. ત્યાં પોતાનો સર્વ વૃતાંત સાંભળી શેઠ સાથે તે ભગવાન પાસે ગયો. ત્યાં ભગવાનનો ઉપદેશ સાંભળી અનમાળીએ દીક્ષા લીધી. છતાં લોકો તેને આક્રોશ વચનો વડે કહેવા લાગ્યા કે આ તો ધૂર્ત જેવો છે. પણ તે મુનિએ મનમાં રોષ આપ્યો નહીં. છ મહિના સુધી આવા અનેક આક્રોશ વચનો સહન કરી તે અર્જાનમાળી કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષે પધાર્યા. માટે મુનિઓએ આક્રોશ પરિષહ સહન કરવો.
૧૩. વઘ પરિષહ ઉપર કુંદકાચાર્યની કથા – શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સ્કંદકકુમાર હતો. તે દીક્ષા લઈ વિહાર કરતાં કુંભકારકટક નગરમાં આવ્યા. ત્યાં પાલક નામે મંત્રી હતો. તેણે પૂર્વના વૈરભાવને લઈને આ મુનિઓને જોઈ રાજાને કહ્યું કે તમારી સાથે લડાઈ કરીને રાજ્ય લેવા માટે આ સૈનિકો સાધુવેશે આવ્યા છે. પાલક મંત્રીએ પોતે જ ગુપ્ત રીતે દાટેલા શસ્ત્રો બતાવી રાજાને ખાત્રી કરાવી. તેથી તેમને શિક્ષા કરવા માટેનું કામ રાજાએ પાલક મંત્રીને જ સોંપ્યું. મંત્રીએ સ્કંદકમુનિના પાંચસોય શિષ્યોને ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા. તે બઘાએ વઘ પરિષહ સહન કરી ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટાવ્યું. પણ ગુરુ સ્કંદકાચાર્યે તે પાલક મંત્રી પ્રત્યે ક્રોધ કરી નિયાણું કર્યું કે હું તપના પ્રભાવથી આ સમગ્ર દેશનો બાળનાર થાઉં. તે દેહ ત્યાગી અગ્નિકુમારમાં દેવતા થયા અને વૈર સંભારી તે નગરીને બાળી નાખી. તે પ્રદેશ અત્યારે પણ દંડકારણ્યના નામથી ઓળખાય છે. બીજા સાધુઓએ વઘ પરિષહ સહન કર્યો પણ અંદકાચાર્ય ન કર્યો તેમ કોઈએ કરવું નહીં. ૧૪. યાચના પરિષહ ઉપર બળભદ્રમુનિની કથા – કૃષ્ણના ભાઈ બળભદ્ર કૃષ્ણના મૃત્યુ
પછી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. એકદા ભિક્ષાને માટે બળદેવમુનિ કોઈ ગામમાં જતા હતા. ત્યાં બહાર કૂવા ઉપર કોઈ સ્ત્રી પાણી ભરવા આવી. તેણીએ તે મુનિનું અનુપમ રૂપ જોઈ અતિ મોહ પામી ઘડાને બદલે પોતાના બાળકના જ કંઠમાં દોરડાનો પાશ નાખ્યો. તે જોઈ બળદેવમુનિએ તેની પાસે આવી પ્રતિબોધ કર્યો. ત્યારે તેણીએ બાળકના કિંઠમાંથી દોરડાનો પાશ બહાર કાઢ્યો. ત્યાર પછી
મુનિએ ગામની ભિક્ષાને અનર્થનું કારણ જાણી વૈરાગ્ય પામી ગામમાં પ્રવેશ ન કરવાનો નિયમ કર્યો. વનમાં ઘાસ કે કાષ્ઠ લેવા આવનાર લોકો પાસેથી જે કાંઈ આહાર મળે તે જ લઈને પોતાનો નિર્વાહ કરવો એવો નિશ્ચય કર્યો. આહાર ન મળે તો તપ કરવા લાગ્યા. ગામમાં સહેલાઈથી ભિક્ષા મળી શકે છે પણ વનમાં મળવી દુર્લભ છે, છતાં બળભદ્રમુનિએ તેમ કરી યાચના પરિષહ સહન કર્યો.
૧૫. અલાભ પરિષહ ઉપર ઢંઢણકુમારમુનિની કથા- શ્રી કૃષ્ણ વાસુદેવે નેમિનાથ પ્રભુની વિંદના કરીને પૂછ્યું કે હે સ્વામી! આ સર્વ મુનિઓમાં વધારે દુષ્કર કરનાર કોણ છે? સ્વામીએ કહ્યું કે –
'
ans
૧૩૦