________________
સાતસો મહાનીતિ
મોટાભાઈએ તેને પ્રતિબોથ કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે બોઘ પામ્યો નહીં. પછી મોટાભાઈએ વૈરાગ્ય પામી ગુરુ પાસે દીક્ષા લીધી. ચારિત્ર પાળી દેવલોકે ગયો. નાનાભાઈને પ્રતિબોઘ કરવા માટે તેના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કરી. પોતે વૈદ્યનું રૂપ છે લઈ તેની પાસે આવીને કહ્યું કે દીક્ષા લે તો તારી વ્યાધિ સારી કરું, એમ કહી તેને સાજો કર્યો. પછી દીક્ષા અપાવી પણ દીક્ષા છોડીને પાછો ઘેર આવ્યો. દેવે ત્રણચાર વાર પ્રયત્ન કર્યા પણ તે પ્રતિબોધ પામ્યો નહીં. છેવટે તેનો પૂર્વભવ કહ્યો ત્યારે તેણે ભાવથી ચારિત્ર લીધું અને ચારિત્ર પ્રત્યે રતિવાળો થયો.
૮. સ્ત્રી પરિષહ ઉપર સ્થલિભદ્રમનિની કથા – ધૂલિભદ્રમુનિએ કોશા વેશ્યાને ત્યાં ચોમાસુ કર્યું. તેમને ચલાવવા કોશાએ ઘણો પ્રયત્ન કર્યો તો પણ ચળ્યા નહીં; પણ સ્ત્રી પરિષહ સહન કર્યો.
૯. ચર્યા પરિષહ ઉપર સંગમાચાર્યની કથા – કોલાક નામના નગરમાં સંગમ નામના આચાર્ય હતા. જંઘાબળ ક્ષીણ થવાથી તે જ નગરમાં નિયતવાસ કરીને રહેલા હતા. દુષ્કાળ પડવાથી પોતાના સિંહ નામના શિષ્યને આચાર્ય પદવી આપી ગચ્છ સહિત તેમને દૂર દેશમાં મોકલી દીધા. પોતે એક જ ગામમાં રહ્યા છતાં, કોઈ સ્થાનમાં કે શ્રાવકમાં મમતા કરી નહીં. પણ તે જ નગરમાં નવ ભાગ પાડીને રહ્યા. આઠ માસના આઠ અને એક ચોમાસું મળી કુલ નવ ભાગ કરીને નવ જુદે જુદે સ્થાને વિચરીને રહ્યા. ચર્યા એટલે વિહાર કરવામાં તબિયતને કારણે અશક્ત હોવા છતાં પણ નવ સ્થાને ફરતા હતા. તે જોઈ નગરની અધિષ્ઠાયકા દેવી પ્રસન્ન થઈ તેમની ભક્તિ કરતી હતી.
૧૦. નૈષધિકી (એટલે એક સ્થાને બેસવાના કે ઊભા રહેવાના) પરિષહ ઉપર કુરુદત્ત સાઘુની કથા - હસ્તિનાપુરમાં કોઈ શ્રેષ્ઠીના પુત્ર કુરુદત્તે ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીઘી. એક વખત રાત્રિએ પ્રતિમા ઘારીને ઊભા હતા. ત્યાં ચોરો ગાયોનું ઘણ ચોરીને જતા રહ્યા. પછી ગાયોને શોઘનારા આવ્યા. તેઓએ આવી મુનિને કહ્યું - હે મુનિ! ગાયોને લઈને ચોરો કયે માર્ગે ગયા? તે સાંભળી મુનિ કંઈ બોલ્યા નહીં. ત્યારે મુનિના માથા ઉપર માટીની પાળ કરી અંદર ઘગધગતા અંગારા ભરી ચાલ્યા ગયા. મુનિએ તે સમભાવે ઉપસર્ગ સહન કર્યો પણ ત્યાંથી ખસ્યા નહીં. તે નૈષેથિકી પરિષહ સહન કર્યો. સમાધિપૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગે ગયા.
૧૧. શય્યા પરિષહ ઉપર સોમદત્ત અને સોમદેવ મુનિની કથા -કૌશાંબી નગરીમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણને બે પુત્રો હતા. તેમણે સોમભૂતિ નામના ગુરુ પાસે દીક્ષા લીધી. બન્ને બહુશ્રુત થયા. બન્ને ભાઈઓ વિહાર કરતા ઉજ્જયિની નગરીએ આવ્યા. તેમના માતાપિતા પહેલેથી જ ત્યાં આવીને રહ્યા હતા. તેમને ત્યાં વહોરવા ગયા. તે દેશની રીતિ પ્રમાણે અનેક ઔષઘના મિશ્રણથી મદિરા જેવો પદાર્થ બનાવેલ હતો. તે અજાણતાં પ્રાસુક જળ જાણીને ગ્રહણ કર્યો. તે પીવાથી મુનિઓ ભ્રમિત થયા. પછી વિચાર્યું કે અજાણતાં મદ્યપાન થયું છે તેથી પાદોપગમન અનશન ગ્રહણ કર્યું. પછી વરસાદ આવવાથી તણાઈને સમુદ્રમાં ગયા. ત્યાં જળજંતુઓ તેમને ખાઈ ગયા. એમ શા ઉપસર્ગ સહન કરી સ્વર્ગે ગયા. બન્ને મુનિઓએ શય્યા પરિષહનો જય કર્યો. સમાધિપૂર્વક દેહત્યાગ કરી સ્વર્ગે ગયા.
૧૨. આક્રોશ પરિષહ ઉપર અર્જાનમાળી મુનિની કથા - રાજગૃહ નગરમાં અર્જાના નામે એક માળી રહેતો હતો. તેની અંદર યક્ષે પ્રવેશ કર્યો. તેથી રોજ છ પુરુષો તથા એક સ્ત્રીને મારતો હતો. રાજગૃહ નગરમાં મહાવીર ભગવાન પઘાર્યા. પણ એ દિશા તરફ કોઈ જાય નહીં. જ્યારે અર્જાનમાળીએ સાત માણસોને માર્યા છે એમ સાંભળે પછી જ એ દિશા તરફ લોકો જતા હતા. પણ સુદર્શન શેઠે વિચાર્યું
૧૨૯