SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ જણાએ ગુરુ પાસે દીક્ષા લીધી. પિતા સ્નેહને કારણે પુત્રને ભિક્ષા લેવા મોકલે નહીં. પણ પોતે લાવીને આપે. અનુક્રમે દત્ત મુનિ મૃત્યુ પામ્યા. પછી બીજા સાધુઓએ પુત્રને ભિક્ષા ન લેવા મોકલ્યો. પણ કોઈ દિવસ ભિક્ષા લેવા ગયેલ નહીં અને ગરમીના કારણે પગ બળે, માથું તપે તેથી ઘીમે ઘીમે હવેલીઓના નીચે ઊભા રહેતા રહેતા ચાલે છે. ત્યાં એક હવેલી નીચે ઊભા હતા ત્યાં ઉપરથી શેઠાણીએ તેમને જોયા. તેના પર મોહિત થઈ તેમને ઉપર બોલાવ્યા. મુનિ પણ ત્યાં આસક્ત થઈ ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા. અરહન્નકમૂનિ ઉપાશ્રયે આવ્યા નહીં ત્યારે ઘણી તપાસ કરી તો પણ પત્તો લાગ્યો નહીં. તેથી ભદ્રા સાધ્વીને કહ્યું કે તમારો પુત્ર મળતો નથી. તે સાંભળીને શોકથી માતાનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. હે અરહન્નક! હે અરહન્નક! એમ બોલતી ગલીએ ગલીએ ફરવા લાગી. ત્યાં ગોખમાં બેઠેલા અરહ#કે પોતાની માતાને જોઈ નીચે આવી માતાના પગમાં પડ્યો. હે માતા! કુળમાં અંગાર જેવો હું અરહત્રક આ રહ્યો. માતા સ્વસ્થ થઈને બોલી હે વત્સ! આટલા દિવસ ક્યાં હતો? અરહન્નકે પોતાનો સર્વ વૃતાંત કહ્યો. તે સાંભળીને માતાએ કહ્યું કે હે પુત્ર! તું ફરીથી ચારિત્ર અંગીકાર કર. તે બોલ્યો – માતા હું ચારિત્ર પાળવાને અસમર્થ છું પણ તમે આજ્ઞા આપો તો હું અનશન ગ્રહણ કર્યું. તે સાંભળી હર્ષ પામેલી ભદ્રા સાધ્વી બોલી કે હે વત્સ! તારે તેમ કરવું પણ સારું છે. પરંતુ અનંતભવમાં ભ્રમણ કરાવવાનું કારણ એવું વ્રત ભાંગીને જીવવું તે સારું નથી. તે સાંભળીને ગુરુ પાસે જઈ સર્વસાવદ્ય પચ્ચખાણ કરી સર્વ જીવોને ખમાવી, દોષોની નિંદા ગર્તા કરી, અરિહંતાદિના ચાર શરણ ગ્રહણ કરી, નગરની બહાર સૂર્યના કિરણોથી તપેલી શિલા પર પાદોગમન એટલે વૃક્ષની જેમ સ્થિર રહેવું. પોતાની સેવા પોતે પણ ન કરે અને બીજા પાસે પણ કરાવે નહીં, એવું અનશન કર્યું. ઘર્મધ્યાન વડે દારુણ ઉષ્ણ પરિષહને સહન કરી પંચનમસ્કારમંત્રનું ધ્યાન કરતાં મૃત્યુ પામી સ્વર્ગે સિઘાવ્યા. પ. દંશમશક પરિષહ ઉપર શ્રમણભદ્રમુનિની કથા - ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા રહેતો હતો. તેના પુત્ર શ્રમણભદ્ર ઘર્મઘોષ ગુરુ પાસે ઘર્મ સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. શ્રતસાગરના પારગામી થયા. એકાકી વિહાર નામની પ્રતિમા અંગીકાર કરી. શરદઋતુમાં મોટી અટવીને વિષે રાત્રિએ પ્રતિમા ઘારણ કરીને ઊભા રહ્યા. તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તેમના શરીરે વળગ્યા અને લોહી પીવા લાગ્યા. તેમના ડંખથી અત્યંત વેદના ઉત્પન્ન થઈ ત્યારે મુનિ વિચારવા લાગ્યા કે નરકમાં પરાધીનપણે ઘણીવાર આ જીવે વેદના સહન કરી છે. આમ શુભ ભાવના ભાવતાં તે રાત્રે જ કાળધર્મ પામીને સ્વર્ગે સિધાવ્યા. . અચેલ પરિષહ ઉપર સોમદેવ ઋષિની કથા- આર્યરક્ષિત સૂરિના પિતા સોમદેવે દીક્ષા લીધી. તેઓ ઘોતિયું પહેરતા પણ ચોલપટો નહીં. આર્યરક્ષિતસૂરિએ એક દિવસ યુક્તિપૂર્વક બીજા સાથુઓ પાસે તેમનું ઘોતિયું ખેંચી કઢાવ્યું. ત્યારે અચેલ એટલે નગ્ન પરિષહ સહન કર્યો. અને ચોળપટો ઘારણ કર્યો. ૭. અરતિ પરિષહ ઉપર પુરોહિત પુત્રની કથા - પૂર્વભવે પુરોહિત પુત્રે દીક્ષા લીધી. પણ સંયમ પ્રત્યે અરતિ એટલે અણગમો હતો. પછી મરીને તે દેવ થયો. ત્યાંથી ચ્યવી શેઠનો મોટો પુત્ર હતો તેનો તે ભાઈ થયો. મોટોભાઈ મંદિરે કે ઉપાશ્રયે તેને લઈને જાય, પણ દુર્લભબોધિને લીધે રડવા માંડે. ૧૨૮
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy