SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સાતસો મહાનીતિ મારા માટે અહીં રહેવાથી બઘા સાધુઓ દુઃખી થશે. બઘા ગયા પછી તેમણે અનશન કર્યું. તેમના પુત્રને પણ સમજાવીને સાથે લીઘો, પણ રસ્તામાં સાધુઓને છેતરી તે પિતા પાસે પાછો આવ્યો પણ ત્યારે પિતા કાળધર્મ પામી ગયા હતા. છતાં મોહને લીધે તેને સમજાયું નહીં કે તે મરી ગયા છે. ત્યાં જંગલમાં અત્યંત સુઘા લાગી. છતાં પણ તેણે ફળ વગેરે ખાવાની ઇચ્છા કરી નહીં. પણ સુઘા પરિષહ ધૈર્યપણે સહન કર્યો. તેમ સર્વેએ સુઘા પરિષહ જીતવાનો અભ્યાસ કરવો યોગ્ય છે. ૨. તૃષા પરિષહ ઉપર ઘનશર્મા સાઘુની કથા – ઉજ્જયિની નામની નગરીમાં ઘનમિત્ર વણિક તથા તેના પુત્ર ઘનશર્માએ એકદા ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ઉનાળામાં વિહાર કરતાં રસ્તામાં મધ્યાહ્ન સમયે ભયંકર ગરમીના કારણથી તૃષા લાગી. પાસે પાણી નહીં હોવાથી તાળવું સુકાવા લાગ્યું. તેના પિતાએ કહ્યું કે સામે નદી છે તેમાંથી પાણી પી લે, પછી ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત લઈ લેજે. પિતાએ જાણ્યું કે મારી શરમને લીધે પાણી નહીં પીવે એટલે પોતે આગળ જતા રહ્યાં. પછી પુત્ર નદી પાસે આવ્યો અને વિચાર્યું - આ નદીનું પાણી અકથ્ય છતાં હું પીઉં, પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈશ. એમ વિચારી ખોબામાં પાણી લઈ મુખ પાસે લાવ્યું તેટલામાં તો ફરી વિચાર આવ્યો કે ભગવાનની વાણી જાણતાં છતાં આ જીવોનું હું કેમ પાન કરું? એક જળનાં બિંદુમાં જિનેશ્વર ભગવંતે અસંખ્ય જીવો કહ્યાં છે એમ વિચારી પાણીને ઘીમે રહી પાછું નદીમાં મૂકી દીધું. નદી ઊતરી પેલી પાર ગયો. પણ ચાલી નહીં શકવાથી પડી ગયો. બહુ ધૈર્ય રાખી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતો તે મરણ પામીને સ્વર્ગે ગયો. મરણ સ્વીકાર્યું પણ સચિત્ત જળને પીવું નહીં. એમ તૃષા પરિષહ જય કરવાનો પ્રભુનો ઉપદેશ છે. ૩. શીત પરિષહ ઉપર ભદ્રબાહુ સ્વામીના શિષ્યોની કથા - રાજગૃહ નગરમાં ચાર વણિક મિત્રો હતા. તેઓએ ભદ્રબાહુ સ્વામી પાસે ઘમપદેશ સાંભળી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ શ્રતના પારગામી થયા. પછી તેઓએ એકાકી વિહાર નામની પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમાનો એવો કલ્પઆચાર છે કે વિહાર તથા અનશનાદિક સર્વ ત્રીજા પહોરમાં જ કરવું અને ચોથો પ્રહર શરૂ થાય તે જ વખતે જ્યાં હોય ત્યાં જ તેણે પ્રતિમા ઘારણ કરી (કાઉસ્સગ ધ્યાને) બાકીના સાત પહોર ઊભા રહેવું. આવો કલ્પ પાળતા તેઓ અનુક્રમે રાજગૃહ નગરમાં આવ્યા. તે વખતે શિયાળાની ઋતુ હતી. એકદા તેઓ ત્રીજે પહોરે વૈભારગિરિથી ઊતરી નગરમાં આવ્યા. ત્યાંથી આહારાદિક કરી તેઓ પાછા જુદા જુદા સમયે વૈભારગિરિ તરફ ચાલ્યા. તેમાં એક મુનિ વૈભારગિરિની ગુફાના દ્વાર પાસે પહોંચ્યા, બીજા મુનિ નગરના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્રીજા ઉદ્યાનની પાસે જ પહોંચ્યા અને ચોથા હંજાં નગરની બહાર જ પહોચ્યા. ત્યાં તો ત્રીજો પ્રહર પૂર્ણ થઈ ચોથો પ્રહર શરૂ થઈ ગયો એટલે તેઓ તે તે સ્થળે જ કાયોત્સર્ગ ઊભા રહ્યાં. તેમાં ગુફાની દ્વારે ઊભેલ મુનિને અતિ દારૂણ શીત એટલે ઠંડી લાગવાથી તે રાત્રિના પહેલે પહોરે જ મરણ પામ્યા. ઉદ્યાનમાં રહેલા બીજે પ્રહરે અને ઉદ્યાનની પાસે આવેલા ત્રીજા પ્રહરે અને ગામની બહાર જ પહોંચેલા મુનિ ચોથે પ્રહરે મરણ પામ્યા. તે ચારે સાધુ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે સાધુઓએ શીત પરિષહ સહન કરવો એવી ભગવાનની આજ્ઞા છે. ૪. ઉષ્ણ પરિષહ ઉપર અરહ#ક મુનિની કથા - તગરા નામના નગરમાં દત્ત નામે એક વણિક હતો. એકદા ગુરુનો ઉપદેશ સાંભળીને દત્ત, તેની સ્ત્રી ભદ્રા તથા તેનો પુત્ર અરહ#ક એ ત્રણે ૧૨૭
SR No.009139
Book TitleSatso Mahaniti
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size157 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy