________________
સાતસો મહાનીતિ
૨૩૩. કેશલોચન કરું. “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “લોચ કરવો શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે
પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; અરીસો લેવાનું મન થાય; તેમાં મોટું જોવાનું મન થાય અને એ ઉપરાંત તેના સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોન્ચ કરવાનું કહ્યું છે.” (વ.પૃ.૭૨૯)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ - ૫' માંથી :- “સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારનો લોચ કહેલો છે. તેમાં પાંચ ઇન્દ્રિયોનો જય અને ચાર કષાયનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલોચ કહેલો છે અને દશમા કેશલોચનને દ્રવ્યલોચ કહ્યો છે. તે દ્રવ્યલોચ નવ પ્રકારના ભાવલોચપૂર્વક કરવો જોઈએ. અહીં તેના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે –
૧. કોઈક પ્રથમ ભાવલોચ કરીને પછી દ્રવ્યલોચ કરે છે. કહ્યું છે કે “સાધુ (સાઘક) હોય તે જ સાધુ થાય છે.” આ ઉપર જંબુસ્વામી વિગેરેના દ્રષ્ટાંત જાણવા.
૨. કોઈક પ્રથમ ભાવલોચ કરે છે, પછી દ્રવ્યલોચ કરતા નથી. અહીં મરુદેવી માતા વિગેરેના દ્રષ્ટાંત જાણવા.
૩. કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરે છે. તે ઉપર દ્રમક સાધુ (સંપ્રતિરાજાનો પૂર્વભવ) વિગેરેના દ્રષ્ટાંત જાણવા. અને
૪. કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરતો નથી. તે વિષે ઉદાયિ રાજાને મારનાર વિનયરત્નનું દ્રષ્ટાંત જાણવું અથવા આધુનિક વેષઘારીઓ અને આજીવિકા માટે યતિલિંગ ઘારણ કરનારના દ્રષ્ટાંતો જાણવા. (પૃ.૪) ૨૩૪. પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું.
મુનિઓ માટે બાવીશ પરિષહો કહ્યાં છે, તેમ ગૃહસ્થને પણ અનેક પરિષહો છે. તેને સમભાવે સહન કરવા પ્રયત્ન કરું. એ વિષે પરમકૃપાળદેવ જણાવે છે –
“શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહો આવવાનો સ્વભાવ છે, પણ જો પરિષહ શાંત ચિત્તથી વેચવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે.
તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દ્રષ્ટિએ જોનાર માણસોમાંથી ઘણાને પોતાની તે દ્રષ્ટિનો કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે.” (પૃ.૨૮૩)
મુનિના બાવીશ પરિષહ બાવીશ પરિષહો ઉપર સંક્ષિપ્ત કથાઓ આપવામાં આવે છે તે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના આઘારે છે.
૧. સુઘા પરિષહ ઉપર હસ્તીભૂતની કથા – ઉયિની નગરીમાં હસ્તીમિત્ર નામનો શેઠ તથા તેનો પુત્ર હસ્તીભૂત બન્ને જણે દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં એક જંગલમાં આવ્યા. ત્યાં પિતાને કાંટો વાગ્યો. ચાલવાને અસમર્થ તેથી બીજા સાથુ બોલ્યા કે તમને વારાફરતી ઉપાડીશું ને ચાલીશું. ત્યારે હસ્તીમિત્ર સાઘુએ કહ્યું કે મારું આયુષ્ય હવે અલ્પ છે તેથી હું અનશન કરીશ. તમે બઘા જાઓ. કારણ
૧૨૬