________________
સાતસો મહાનીતિ
મોદક દીઠા. મારે પણ આજે એજ લેવા. તેથી ઘણાને ઘેર ફર્યા પણ ક્યાંય મળ્યા નહીં. તે લાડુના જ ધ્યાનમાં તલ્લીન થવાથી દિવસ વીતી ગયો. રાત પડી છતાં ગોચરી માટે ભમવા લાગ્યા. રાત્રે બે પ્રહર વીતી ગયા. રાત્રે એક શ્રાવકના ગૃહમાં પેઠા “ઘર્મલાભ' ને બદલે “સિંહકેસરા' એમ બોલ્યા. શ્રાવક સમજી ગયા. જેથી લાડુ વહોરાવી કહ્યું–મહારાજ! મેં આજે પુરિમટ્ટનું પચખાણ કર્યું છે તો તેનો કાળ પૂરો થઈ ગયો કે નહીં? તે વિચારતા મુનિને ભાન થયું કે હમણા તો મધ્યરાત્રિનો સમય છે. પછી પશ્ચાત્તાપ કરી સવારના તે આહારને પરઠતા પોતાની આત્મનિંદા કરતા કરતા કેવળજ્ઞાનને પામ્યા. આમ લોભથી મેળવેલ પિંડ શુદ્ધ ન હોવાથી મુનિએ તે ગ્રહણ કરવા યોગ્ય નથી.
૧૧. પૂર્વપશ્ચાત્સસ્તવ - આહાર ગ્રહણ કર્યા પૂર્વે અને આહાર ગ્રહણ કર્યા પછી પણ દાતાર પુરુષની પ્રશંસા કરે કે “તમને ઘન્ય છે. તમે સાધુઓની રૂડી ભક્તિ કરનારા છો ઇત્યાદિ”
૧૨. વિજ્જા - વિદ્યા શીખવા માટે સાઘના બતાવે. ૧૩. મંત્ર- દેવાધિષ્ઠિત મંત્ર શીખવે. ૧૪. ચૂર્ણ - નેત્રાંજનાદિક ચૂર્ણ દઈ આહાર સ્વીકારે. ૧૫. યોગ - ઉન્નતિ કરનાર, સુખ અર્પનાર એવો દ્રવ્ય સમુહ પ્રાપ્ત કરવા માટેનો યોગ દર્શાવે.
૧૬. મૂલકર્મ- દશ પ્રકારના પ્રાયશ્ચિત્તો પૈકી આઠમું મૂલ નામનું પ્રાયશ્ચિત્ત જેથી પ્રાપ્ત થાય તે. ગર્ભપાત કરાવવા માટે ઔષઘ કરે અથવા વનસ્પતિનું છેદન કરી લોકોને આપે અને “આ મૂળિયાના જળથી સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય તેવો ઉપદેશ આપે તેને આ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. એષણા (આહારપાણી) ના દશ દોષ -
૧. શંકિત - આઘાકર્માદિક દોષની શંકાવાળા અશનાદિ સ્વીકારે. ૨. પ્રક્ષિત - સચિત્તાદિથી ખરંટીત (લીંપાયેલ) ૩. નિક્ષિપ્ત - સચિત્ત પદાર્થ પર સ્થાપન કરેલ. ૪. પિહિત - સચિત્તાદિકથી ઢાંકેલ.
૫. સંહત - સચિત્તવસ્તુવાળા ભાજનમાંથી તે સચિત્ત પદાર્થો બીજા ભાજનમાં કાઢી નાખી પ્રથમના ભાજન દ્વારા આહાર વહોરાવે તે.
૬. દાયક – શાસ્ત્રમાં દાન આપવા માટે નિષિદ્ધ કરાયેલ બાળક, ગર્ભવતી સ્ત્રી, સચિત્ત પદાર્થવાળી, ખાંડતી, દળતી, કાંતતી એવી સ્ત્રી ઊઠી દાન આપે છે અથવા તો આંઘળો, કંપતી સ્ત્રી ઊઠી દાન આપે છે.
૭. ઉન્મિશ્ર - સચિત્ત વસ્તુઓ યુક્ત.
૮, અપરિણત - અચિત નહીં બનેલ. ભાવથી તો સૂતકાદિ હોય અથવા તો દાતાર પોતાના ભાવ વિના આપે તે પણ અપરિણત જાણવું.
૯. લિપ્ત - લેપ દ્રવ્યથી ખરડાયેલ ભાજન અથવા હસ્ત દ્વારા અપાય છે.
૧૦. છર્દિત - આહાર વહોરાવતી વખતે દાતારના હાથમાંથી છટો ભૂમિ ઉપર પડ્યો, છતાં સ્વીકારે તો આ દોષ લાગે. (પૃ. ૧૩૮).
૧૨૫