________________
સાતસો મહાનીતિ
પમાડો. તેથી તેણે ક્ષમા માગી. ઘેબર વહોરાવ્યા. આવી રીતે લીધેલો પિંડ તે ક્રોધપિંડ કહેવાય છે. પછી ગુરુએ તેની આલોચના આપી મુનિની શુદ્ધિ કરી.
૮. માન – સેવિયા ક્ષુલ્લક સાધુની માફક માન અભિમાન કરીને આહાર સ્વીકારે. સેવીયા સાધુનું દૃષ્ટાંત કોશલદેશમાં ગિરિપુષ્પ નગરમાં ઓચ્છવના દિવસે ઘેર ઘેર સેવ થતી હતી. તે જોઈ યુવાન સાધુએ કહ્યું—આજે તો સેવો મળશે પણ કાલે ભિક્ષામાં ઘી ગોળ સાથે સેવો લાવે તો ખરો કહેવાય. અભિમાની યુવાન સાધુએ ગર્વથી કહ્યુંઢું લાવી આપીશ. બીજે દિવસે એક ગૃહસ્થને ઘેર સેવ જોઈને વિવિધ યુક્તિથી માગણી કરી. પણ તેણીએ આપી નહીં. તેથી એના પતિની શોઘ કરી તેને સમજાવી એના ઘરેથી સેવો વહોરી લાવ્યા. આલોચણા વખતે ગુરુએ કહ્યું—આ માનપિંડ કહેવાય છે. મુનિઓએ આ પ્રમાણે કદી આહારપિંડ લેવો નહીં. તેથી મુનિએ પોતાના આત્માની નિંદા કરી તે કર્મ આલોચ્યું.
૯. માયા – અષાઢાભૂતિની માફક કપટ કરીને આહાર લે.
અષાઢાભૂતિ મુનિનું દૃષ્ટાંત – એકવાર અષાઢાભૂતિ મુનિ નટને દ્વારે ભિક્ષા લેવા આવી ચઢ્યા. નટની બે સુંદર કન્યાઓએ મુનિને મોદક વહોરાવ્યા. મોદકની સુગંધથી મુનિને વિચાર આવ્યો કે આ મોદક તો ગુરુને આપવા પડશે. તેથી લબ્ધીવડે વેષ પલટી બીજો
લાડુ લઈ આવ્યા. આ તો વળી ઉપાધ્યાયને આપવો પડશે એમ વિચારી બીજું રૂપ કરી ત્રીજો લાડુ વહોરી આવ્યા. ઝરુખે બેઠેલા નટકન્યાના પિતાએ આ બધું જોયું. તેથી પોતાની પુત્રીઓને –મુનિને રીઝવવા કહ્યું. મુનિને મોહ થવાથી ગુરુને કહી નટ કન્યા સાથે લગ્ન કર્યાં. ગુરુએ માંસ
મદીરા વાપરે તેનો સંગ કરવો નહીં. એમ કહ્યું. એક દિવસ રાજાને ત્યાં નાટક કરવા એકલા અષાઢાભૂતિને
જવાનું થયું. તે દિવસે નટ કન્યાઓએ ખૂબ દારૂ પીધો અને માંસ ખાધું. રાજાને ત્યાં નાટક બંધ રહેવાથી અષાઢાભૂતિએ ઘેર આવી આ બધું જોયું. તેથી પાછો વૈરાગ્યભાવ જાગ્યો. પણ કન્યાઓની માગણીથી તેમની આજીવિકા માટે ભરત ચક્રવર્તીનું નાટક ભજવ્યું. તે ભજવતા આરીસા ભુવનમાં ભરત ચક્રવર્તીને કેવળજ્ઞાન ઊપજ્યું હતું. તેમ અષાઢાભૂતિને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું. અષાઢાભૂતિએ માયા કપટ કરી મોદક ગ્રહણ કર્યા તેમ મુનિઓએ માયા કરી કદી આહાર લેવો નહીં.
૧૦. લોભ – સિંહ કેસરીયા મુનિની માફક સારા આહારની ઇચ્છાથી ગૃહસ્થ શ્રીમંત લોકોના ઘરે ગોચરીએ જાય.
સિંહ કેસરીયા મુનિનું દૃષ્ટાંત – એક સાઘુ આહાર માટે ફરતાં શ્રાવકની લાણીમાં સિંહકેસરીયા
૧૨૪