________________
સાતસો મહાનીતિ
એક પણ કણ મિશ્ર થાય તો તે પૂતિકર્મ થઈ જાય.
૪. મિશ્રજાત – શરૂઆતથી જ ગૃહસ્થ અને સાધુ બન્નેને માટે ભેગો બનાવેલ. ૫. સ્થાપના - કેટલોક સમય સાધુને અર્થે આહારાદિ રાખી મૂકવા. ૬. પ્રાભૂતિક – સાધુનો લાભ લેવા માટે વિવાહાદિનો કાળ આગળ-પાછળ રાખવો.
૭. પ્રાદુષ્કરણ - સાધુને વહોરાવવાના સ્થાનમાં વસ્તુને પ્રકાશિત કરવા માટે દીપક કરે, બારી બારણા હોય તે ઉઘાડે.
૮. ક્રીત - સાધુને વહોરાવવા નિમિત્તે દ્રવ્યાદિથી વસ્તુઓ ખરીદવી. ૯. પ્રામિત્ય - વહોરાવવા માટે વસ્તુ ઉઘાર લેવી. ૧૦. પરિવર્તિત - સાધુને વહોરાવવા નિમિત્તે વસ્તુનો અદલો બદલો કરે.
૧૧. અભ્યાહત - સાધુને વહોરાવવા નિમિત્તે જ્યાં સાધુ વસતા હોય ત્યાં સામો આહાર લઈ જાય અથવા બીજા ગામથી મંગાવે, એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય.
૧૨. ઉભિન્ન- માટી વગેરેથી ઢાંકેલ ઘડાને ખોલીને આહાર આપે. ૧૩. માલાહત - ભોંયરામાંથી, કોઠારમાંથી અગર તો માળ ઉપરથી લાવીને આપે.
૧૪. આચ્છેદ્ય - પોતાના પુત્રાદિકની સાઘુને વહોરાવવાની અનિચ્છા છતાં તેના પાસેથી બળજબરીથી ગ્રહણ કરીને આપે.
૧૫. અનિરુઝ- કોઈ પદાર્થની માલિકી ઘણાઓની હોય છતાં તેઓની અનુમતિ વિના આપે.
૧૬. અધ્યવપૂરક- ગૃહસ્થ પોતાની રસોઈની શરૂઆત કર્યા પછી “સાધુ આવશે” એમ વિચારી સાધુને નિમિત્તે વિશેષ રસોઈ રાંધવી. ઉત્પાદનના સોળ દોષ –
૧. ઘાત્રી - બાળકને રમાડીને આહાર લેવો. ૨. દૂતી - એક બીજાના સંદેશા પરસ્પર કહીને આહાર લેવો. ૩. નિમિત્ત - ભૂતકાળ તથા ભવિષ્યકાળ સંબંધી નિમિત્તે કહેવું. ૪. આજીવિકા - દાતાર પુરુષની પાસે પોતાની જાત્યાદિકનો પ્રકાશ કરવો.
૫. વનીપક – અન્ય ભિક્ષુકની માફક લોકને ગમતી પ્રશંસા કરે, અથવા દાતાર વ્યક્તિને જે સાધુપુરુષ પૂજ્ય હોય તેનો પોતે ભક્ત છે તેમ દર્શાવે.
૬. ચિકિત્સા- કોઈપણ પ્રકારની વ્યાધિ દૂર કરીને અશનાદિ સ્વીકારે. ૭. ક્રોઘ - ઘેબરીયા સાધુની માફક ક્રોઘ કરીને આહાર ગ્રહણ કરે. શ્રીગચ્છાચાર પમન્ના'માંથીઃ- ક્રોધ, માન, માયા, લોભ ઉપર ચાર દૃષ્ટાંત.
ઘેબરીયા સાઘુનું દ્રષ્ટાંત - હસ્તિકલ્પ નગરમાં એક સાધુ માસક્ષપણને પારણે એક બ્રાહ્મણને ઘેર ગયા. ત્યાં મરણપ્રસંગે ઘેબર પીરસાતા હતા. બ્રાહ્મણે ભિક્ષા ન આપતા તિરસ્કાર કર્યો. તેથી સાધુએ કહ્યું-ફરી આવા જ પ્રસંગે આવીશ. દૈવયોગે બીજું માણસ મરી ગયું. તેના જ્ઞાતિભોજનના દિવસે બીજા માસક્ષપણના પારણે સાધુ ત્યાં ગયા. છતાં ભિક્ષા ન આપી. તેથી સાધુએ ફરી કોપથી કહ્યું-ફરી આવા જ કાર્યમાં આવીશ. વિધિવશ ત્રીજું માણસ મરી ગયું. સાધુ આવ્યા. ફરી ભિક્ષાની મનાઈ કરી ત્યારે દ્વારપાળે આ જોઈને ઘરધણીને કહ્યું-એ ભિક્ષા ન આપવાથી ક્રોઘ કરીને જાય છે. માટે એમને સંતોષ
૧૨૩