________________
સાતસો માનીતિ
૨૩૧. સારાં સ્થાનની ઇચ્છા ન કરું.
મારા પ્રારબ્ધ પ્રમાણે જે સ્થાન મને મળ્યું તેમાં સંતોષ રાખું. તેથી વિશેષ મેળવવાની ઇચ્છા ન કરું. પ્રારબ્ધરૂપી કમંડલ લઈને નદી ઉપર જાઉં કે સમુદ્ર પાસે જાઉં પણ કર્મરૂપી કમંડળમાં વિશેષ પાણી સમાઈ શકે એમ નથી.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :
“હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વર્ષે તૃષનાઈ તોય જાય ન મરાઈને,’
અર્થ – ‘ગરીબને દરેક પ્રત્યે પોતાની દીનતા લાગે કે હું ગરીબ છું. ગરીબ હતો ત્યારે એમ થયું
કે પટેલ થાઉં તો સારું, તાકી=બ તીવ્ર ઇચ્છા હોય ત્યારે તાકી કહેવાય; ક્યારે એવો થાઉં? એમ રાતદહાડો વિચારે. પટેલ=મુખી વગેરે કહેવાય, પણ પૈસા ન હોય, મજૂરી કરી ખાય. હાથે કામ કરવું પડે. સાથે લગી જમીન હોય તે પાટ કહેવાય, તે ઉપરથી પાટીદાર, પાટીલ અથવા પટેલ કહેવાય છે. પછી પટેલ થયો ત્યારે શેઠના જેવું નથી તેથી શેઠ થવાની ઇચ્છા કરી. શેઠ=શ્રેષ્ઠ ઉપરથી શેઠ. શેઠને ત્યાં પૈસા હોય તેથી તેને ત્યાં નોકર વગેરે હોય. શહેરમાં પંકાય એવો નગરશેઠ થયો ત્યારે મંત્રી થવાની ઇચ્છા કરી. મંત્રી–રાજ્યની ગુપ્ત વાત જાણે, રહસ્યને જાણે. મંત્રીને પૈસા સાથે રાજનું માન વગે૨ે મળે. એવો થયો પણ તોયે તેને સંતોષ થયો નહીં અને રાજા થવાની ઇચ્છા કરી. નૃપ=નૃપતિ એટલે મનુષ્યના પતિ, પાળનાર, રાજા. રાજાને દેવની આરાધના કરવી પડે તેથી દેવ થવાની ઇચ્છા કરી. દેવ થયો ત્યારે શંકર=મહાદેવ=ઇંદ્ર થવાની ઇચ્છા કરી. આવી રીતે માનો કે હે રાજચંદ્ર ! એ દેવોનો પણ દેવ ઇંદ્ર થયો, તો પણ તેની તૃષ્ણાનો પાર રહ્યો નહીં. મોટો ઇંદ્ર થાય તો પણ તૃષ્ણા વર્ષ પણ ઘટે નહીં.'' -ધો.વિધૃિ.૧૧૩)
ન
તેમ કર્મ અનુસાર જેવી પરિસ્થિતિ આવી પડે તેમાં શાંતિથી રહ્યું તો નવા કર્મ ન બંધાય, ઇચ્છા કરવાથી કંઈ મળતું નથી. પણ જીવ બીજાનું જોઈને કર્મ બાંધી દુઃખી થાય છે.
'આલોચનાદિપદ સંગ્રહ'માંથી – જે જેને ભોગવવાને તેં આપ્યું તે હું ના ચાઠું,' (પૃ.૨૨) ૨૩૨. અશુદ્ધ આહાર જળ ન લઉં. (મુનિત્વભાવ)
દોષ રહિત શુદ્ધ આહાર જળનું સેવન કરું.
તેના વિષે પૂર્વાચાર્યવિરચિત ‘ગચ્છાચાર પયજ્ઞા’ માં સાધુએ ૪૨ દોષ રહિત આહાર લેવો. તે આ પ્રમાણે જણાવેલ છે. સોળ ઉદ્ગમ દોષ –
૧. આધાકર્મ – કેવલ સાધુને માટે જ છકાય જીવની વિરાધના વડે અશનાદિક આઝાર તૈયાર કરવાની ક્રિયા. આ પ્રમાણેની પાપક્રિયાથી તૈયાર થયેલ આહાર દૂષિત ગણાય, એ જ પ્રમાણે આગળના દરેક દોષોમાં પણ સમજી લેવું.
૨. ઔદેશિક - સર્વ સાધુઓને ઉદ્દેશીને કરવામાં આવેલ.
૩. પૂતિકર્મ - શુદ્ધ આહારમાં અશુદ્ધ આહારનો સંયોગ, શુદ્ધ આહારમાં આદ્યાકર્મિક આહારનો
૧૨૨