________________
સાતસો મહાનીતિ
ખરાબ લાગે. એકને કપડાનો લાલ રંગ ગમે અને બીજાને લાલ રંગ ન ગમે. તેથી લાલ રંગ ખરાબ નથી તેમજ સારો પણ નથી. જેમ છે તેમ છે. માત્ર દૃષ્ટિમાં સારા ખોટાનો ભાવ છે. માટે કોઈ વસ્તુ જોઈ રાચું નહીં એટલે રાગ કરું નહીં. જે વસ્તુ પ્રત્યે રાગ છે તે વસ્તુ કોઈ લઈ જાય તો તે પ્રત્યે દ્વેષ થાય. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ સમાયેલો જ છે. માટે કોઈ વસ્તુ તેમાં રાગ ન થવા જાગૃત રહું.
જોઈ
‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી – “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ ક્લ્યાણનો મુખ્ય નિશ્ચય છે.'' (પૃ.૬૦૪) મોક્ષમાળા વિવેચન'માંથી તુચ્છ વસ્તુથી આનંદ. જગતની બધી વસ્તુઓ તુચ્છ છે. તેમાં આનંદ માને તે તુચ્છ વસ્તુથી આનંદ. એવા જીવને જ્ઞાનીપુરુષના વચનમાં આનંદ આવે નહીં. તુચ્છ વસ્તુથી આનંદ માને છે તેને ઉચ્ચ વસ્તુથી જે આનંદ છે તેની ખબર નથી. ઇન્દ્રિયોની બાહ્ય વસ્તુઓમાં જીવનો લક્ષ છે. તેથી આ વસ્તુ વિલાયતથી આણી છે એમ મહત્તા માને. પરંતુ જ્ઞાની પાસે છે તે ઉત્તમ વસ્તુ છે, તેની ખબર નથી તેથી તુચ્છ વસ્તુ મેળવવા પ્રયત્ન કરે; એમાં જ રંજાયમાન થાય અને એની જ વાતો કરે. જેથી મોક્ષસુખ એ ઉત્તમ લક્ષ છે તે તરફ એનું લક્ષ ન જાય. જગતની વસ્તુઓ તુચ્છ છે એમાં તે ચિત્ત જાય તો આત્મામાં ચિત્ત ન આવે. (પૃ.૨૯)
-
જગતની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે, તેથી જીવ દેખત ભૂલીમાં પડ્યો છે, દેખે છે અને ભૂલે છે.
રાજા પ્રજાનું દૃષ્ટાંત← જીવનમાં પ્રાપ્ત ક૨વાં યોગ્ય માત્ર આત્મઘન. એક રાજાએ એવો હુકમ કર્યો કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં રાજાના ભંડારમાંથી જે વસ્તુઓ જોઈએ તે લઈ જઈ શકો છો. તે સાંભળી લોકો રાજભંડારમાંથી વસ્તુઓ લેવા નીકળ્યા. પણ રાજાએ રસ્તામાં પાંચ ઇન્દ્રિયોના વિષયોની એવી અદ્ભુત રચના કરી કે લોકો ખાવા, પીવા, જોવા, સાંભળવામાં જ રાચી માચીને ત્યાંજ લીન થઈ ગયા. રાજાના ભંડાર સુઘી તો કોઈક જ પહોંચી શક્યું હશે. તેનો ઉપનય એમ છે કે સૂર્યોદય સમાન મનુષ્યભવ જાણવો અને સૂર્યાસ્ત સમાન મરણ જાણવું. રાજભંડાર સમાન સદ્ગુરુ ભગવંત જાણવા. જીવન અને મરણ વચ્ચેના ગાળામાં સદ્ગુરુ ભગવંત પાસે આત્મધન પ્રાપ્ત કરી શકાય છે. પણ જીવ તો સંસારની વસ્તુઓ જોઈને તેમાં જ રાચી રહે છે. માટે કૃપાળુદેવ જણાવે છે કે તમે સંસારની કોઈપણ વસ્તુ જોઈ લીન થશો નહીં, પણ આત્મઘન પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ રહેજો.
૨૩૮. આજીવિકા માટે ઉપદેશક થાઉં નહીં. (૨)
ઉપદેશકને જ્યાં સ્વાર્થ આવ્યો ત્યાં તે ઉપદેશ વાસનાવાળો થયો. તે બન્નેને નુકશાનકર્તા છે. નિસ્પૃહ ભાવે આપેલ ઉપદેશ તે પોતાને અને પરને લાભદાયક થાય.
‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી – “મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હૈ પ્રભુ ! વાસનાને કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોઘ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું, તે આધાર મારે જોઈએ છે, કારણ કે પ્રગટ સત્યથી ધર્મ પ્રાપ્તિ થાય છે.’” (વ.પૃ. ૬૬૪) યથાર્થ રીતે ઉપદેશ યોગ્ય ભૂમિકા તે છઠ્ઠું અને તેરમું ગુણસ્થાનક છે.
૧૪૦