________________
સાતસો મહાનીતિ
નુકશાન કરે છે. તેને બદલે આ પુસ્તક મોક્ષમાળા વાંચે તો સદગુણો પ્રાપ્ત થાય અને સારાં કામ કરી કીર્તિ મેળવે અને પરભવમાં ઉચ્ચગતિ પામી મોક્ષે જાય.” (પૃ.૪)
૪૨૪. વિચારશક્તિને ખીલવું. વિચાર એક મહાન યોગ છે. પરમકૃપાળદેવે કહ્યું કે “કર વિચાર તો પામ’ માટે આભા સંબંધી જ્ઞાન મેળવવા વિચારશક્તિને ખીલવું.
બોઘામૃત ભાગ-૧'માંથી - “મુમુક્ષુ - વિચારવું કેવી રીતે?
પૂજ્યશ્રી – પોતાની શક્તિ પ્રમાણે, જે કંઈ સાંભળ્યું હોય, વાંચ્યું હોય તે, યાદ કરવું અને તેને આપણા જીવન સાથે ઘટાવવું. એમાં જે વાત કહી તે મારામાં છે કે નહીં? એમાંથી મારે શું લેવા યોગ્ય છે? શું ત્યાગવા યોગ્ય છે? એમ વિચારવાથી આપણને ઉલ્લાસભાવ આવે; તેથી કર્મ ખપે. નહીં તો એકલું સાંભળ સાંભળ કરે તો સામાન્ય થઈ જાય અને કહે કે એ તો મેં વાંચ્યું છે, મોઢે કર્યું છે. સત્પરુષનાં વચનો ક્ષણે ક્ષણે નવીનતા ઘારણ કરે છે. જેમ જેમ તેને વાંચે, વિચારે તેમ તેમ તેમાં નવીનતા દેખાય છે.” (બો.૧ પૃ.૫૩)
“મુમુક્ષુ – વાંચુ છું, પણ વિચાર નથી આવતા.
પૂજ્યશ્રી – આવશે. મનને રોકવું. પહેલાં મૂડી હોય તો વેપાર થાય ને? તેમ પહેલાં જ્ઞાનીના વચનોનો સંગ્રહ કરવાનો છે. આત્માર્થે બધું કરવું છે, એ લક્ષ રાખવો.” (બો.૧ પૃ.૧૭૯)
બોઘાકૃત ભાગ-'માંથી - “હાલ પૂ.....પરમકૃપાળુદેવનાં વચનો વાંચે છે તે ઠીક છે. વચનામૃતમાંથી જે વાંચ્યું હોય તે બઘાને યથાશક્તિ કહી બતાવવાનું રખાય તો ઠીક છે. જે પોતે પોતાને માટે વિચાર્યું હોય તે બઘા મળે ત્યારે જણાવી શકાય કે વાંચી શકાય તો સાંભળનાર અને જણાવનાર બન્નેને વિશેષ લાભ થવા સંભવ છે. તેમ ન બને તો હાલ ચાલે છે તે પણ ઠીક છે. કહેવા ખાતર કહેવું કે બીજાને સંભળાવવા વાંચવું યોગ્ય નથી. પોતાને એકની એક વાત વારંવાર વાંચવા, વિચારવા, ચર્ચવા યોગ્ય છે, તો બીજા હોય તો મને વિશેષ સમજવાનો પ્રસંગ મળશે. એ લક્ષ રાખી સ્વાધ્યાય કરવા જ બીજાની આગળ પણ વાંચવું ઘટે છેજી. બીજાને કંઈ કંઈ પૂછવું અને તેમના વિચારોની આપ-લે કરવાથી વિશેષ મનમેળો થશે, એકદિલી થશે.” (બો.૩ પૃ.૯૯૦) ૪૨૫. જ્ઞાન વિના તારો ઘર્મ અંગીકૃત કરું નહીં.
આત્મજ્ઞાન પામેલા પુરુષ વિના તારો ઘર્મ કહેતા આત્માનો ઘર્મ અંગીકાર કરું નહીં. તે જાણવા માટે પ્રથમ સપુરુષનો કે તેમના વચનોનો સમાગમ કરું. પછી ખાત્રી થાય કે આ નિસ્પૃહ પુરુષ છે અને આત્મજ્ઞાન પામેલા છે તો જ તેમનો બોઘેલો ઘર્મ અંગીકાર કરું..
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “(૧) જેની પાસેથી ઘર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. (૨) જેની પાસેથી ઘર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોથ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવાં નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ઘર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્તપુરુષનો બોઘેલો ઘર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.” (વ.પૃ.૩૮૨)
૩૨૦