________________
સાતસો મહાનીતિ
“બોઘામૃત ભાગ-૨'માંથી :- “આખી જીંદગી સુધી કામ આવે એવું વાક્ય છે, એથી જીવ ભૂલો ન પડે. ઘર્મની પ્રાપ્તિ કરવી હોય અથવા સાચો ઘર્મ પ્રાપ્ત કરવો હોય તેને બહુ વિચારવા જેવું છે. સદ્ગુરુથી મોક્ષ છે. દુર્લભ મનુષ્યભવ મળ્યો તે અજ્ઞાનીના આશ્રયે તો વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ઘર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલો ન પડે. જેની પાસે ઘર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.” (બો.૨ પૃ.૧૪૨)
“મોક્ષમાળા પ્રવેશિકા'માંથી :- “વિપરીત શ્રદ્ધાને લઈને ભક્તિ કરે, પૂજા કરે, કીર્તન કરે તે બધું યથાર્થ સમજણ કે માન્યતા વિના રૂઢિ પ્રમાણે યંત્રવત્ થયા કરે છે. તેથી સુવિચારણા પ્રગટે તો નહીં પરંતુ હસવા જેવું પણ બને છે.
એક ભક્ત મંડળનું દ્રષ્ટાંત - એક ભક્તમંડળીમા કૃષ્ણકીર્તન થતું હતું. તેમાં મૃદંગ, કાંસીજોડા, મંજીરા આદિ વડે ભક્તો ધૂન લગાવતા હતા. એક જણ બોલે અને બીજા બઘા ઝીલે. પણ ભજનમાં ગવાય છે તેનો અર્થ સમજે તેવું એમાં કોઈ નહોતું. કીર્તન કરનાર બોલ્યો : “રાઘાને કાને ઝાલ ઝબુકે ઝીલનારાઓએ ગાવા માંડ્યું, રાધા ને કાનો ઝાલર બૂકે.” એમ ગાતાં ગાતાં મૃદંગ, કાંસીજોડા અને મંજીરાનો અવાજ વારંવાર કરવા લાગ્યા. પણ શું કામ ઝાલર બૂકતા હશે? તેનો વિચાર કોઈને આવ્યો નહીં.” (પૃ.૧૨૦) માટે સંપૂર્ણ રીતે સમજ્યા વિના ઘર્મ અંગીકાર કરું નહીં. ૪૨૬. એકાંતવાદ લઉં નહીં.
કોઈપણ વાતને એકાંતે લઉં નહીં. જગતમાં જાદા જાદા ધર્મો એકાંતવાદને લઈને છે. જૈન ધર્મ સ્યાદવાદ છે. જો સ્યાદવાદપૂર્વક વસ્તુને જાણવામાં આવે તો કોઈ વિરોઘ રહે નહીં. સ્માત એટલે કોઈ નયની અપેક્ષાએ અને વાદ એટલે વસ્તુસ્વરૂપનું વર્ણન કરવું; તે સ્યાદ્વાદ છે.
પુરુષાર્થસિદ્ધિ ઉપાય'માંથી - “જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદ્વાદથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રઘાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ છે (ગૌણ છે). તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે. અન્યમતના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે, સ્યાદ્વાદ રહિત છે માટે કાર્યકારી નથી. જે જૈનશાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદ્વાદ રહિત શ્રદ્ધે છે તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ પરમાગમના જીવભૂત છે. તેને નમસ્કાર કરું છું. પાંચ આંધળાનું દ્રષ્ટાંત - એક સ્થાને પાંચ આંધળાઓ હાથીને હાથ ફેરવી, હાથીનું સ્વરૂપ
જુદી જુદી રીતે કહેવા લાગ્યા. એક જણના હાથમાં હાથીનું પૂછડું આવ્યું તે કહે હાથી તો સાવરણી જેવો છે. બીજાના હાથમાં કાન આવ્યો તે કહે હાથી સૂપડા જેવો છે. ત્રીજાના હાથમાં સૂંઢ આવી તે કહે હાથી તો સાંબેલા જેવો છે. ચોથો પેટને સ્પર્શી કહે હાથી તો કોઠી જેવો છે. પાંચમાના હાથમાં પગ આવ્યો તે કહે હાથી થાંભલા જેવો છે. પાંચે જણા એક એક અંગનો આગ્રહ કરી હાથીને તે રૂપે માને છે. પછી સૂઝતા એવા મહાવતે સૌને એક અંગથી છોડાવી બીજા બઘા અંગોનો સ્પર્શ કરાવ્યો ત્યારે તેમને લાગ્યું કે આ
૩૨૧