________________
સાતસો મહાનીતિ
બધા અંગો મળીને હાથી થયો છે. એમ એકાંત મતવાળા આંઘળાની જેમ વસ્તુના એક ઘર્મને જ માને છે. જ્યારે સ્યાદ્વાદ એવો જૈનધર્મ તે વસ્તુના સર્વ ધર્મને પોત પોતાની
અપેક્ષાએ માન્ય કરે છે તેથી તે સંપૂર્ણ સત્ય છે. જેમકે સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌદ્ધમતી ક્ષણિક જ માને છે. સ્યાદ્વાદી જૈનમત કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થાય છે તે કેવી રીતે બને? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો “જે વસ્તુ પહેલાં દેખી હતી તે આ જ છે.' એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય? માટે કથંચિત્ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્યાદ્વાદવડે સર્વાગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ? “સનવિલ્હસિતાનાં વિરોધમથ’ સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોઘને દૂર કરનાર છે. (પૃ.૪) એકાંતવાદ તે મિથ્યાવાદ છે. માટે ગ્રહણ કરું નહીં. પણ જૈનસિદ્ધાંતના પ્રાણ સમા સ્યાદ્વાદથી જ વસ્તુ સ્વરૂપને જાણી ગ્રહણ કરું. ૪૨૭. નીરાગી અધ્યયનો મુખે કરું.
નીરાગી પુરુષો દ્વારા રચેલ વૈરાગી અધ્યયનો કે શાસ્ત્રો મુખપાઠ કરું. જેથી ચિત્ત સ્થિર થાય, અને આવતા કર્મો રોકાય. તથા ગમે ત્યારે મહાપુરુષોનો ઉપદેશ સ્મૃતિમાં લાવી શકાય.
“બોઘામૃત ભાગ-૧'માંથી - “મુખપાઠ કરવાનો અભ્યાસ રાખવો. કારણ મુખપાઠ કરેલું હોય તે કોઈ વખતે ઘણો લાભ આપે છે. ગમે ત્યારે, ગમે તેવા સંજોગોમાં પણ મુખપાઠ કરેલ વચન ઉપયોગી થઈ પડે છે. કારણ, પુસ્તક હમેશાં પાસે હોય નહીં.” (બો.૧ પૃ.૩૩૯)
“સવારે ત્રણ વાગે ઊઠીને મોક્ષમાળાના પાઠ ફેરવીએ. પાઠ ફેરવતી વખતે એ લક્ષ રાખવો કે મારે વિચાર કરવા માટે ફેરવવા છે. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તો ભૂલી જઈશ એટલો જ લક્ષ ન રાખવો. વિચાર કરવાનો પણ લક્ષ રાખવો.” (બો.૧ પૃ.૩૪૧)
પ્રશ્ન - કોઈક વખતે ગોખવામાં ઉત્સાહ હોય છે ને કોઈ વખતે નહીં એનું શું કારણ?
પૂજ્યશ્રી – “કર્મનો ઉદય છે. જે વખતે નવું ન શિખાય તે વખતે ફેરવવું. બીજી વસ્તુમાં ચિત્ત ન જવા દેવું. નહીં તો કર્મ બાંધે. ઉપવાસ એકાસણું કરીને વાંચવા વિચારવાનું કરવું છે. દેહનો શો ભરોસો છે? પરપોટાની પેઠે ફૂટી જાય. માટે મનુષ્યભવ છે ત્યાં સુધી કંઈ કરી લેવું. એ ક્યારે પૂરો થશે તેની ખબર નથી. બધી સામગ્રી લૂંટાઈ જશે. ઝબકે મોતી પરોવી લે. આત્માને સંસ્કાર પડ્યા હોય તે સાથે જાય છે.” (બો.૧ પૃ.૩૩૪)
“બોઘામૃત ભાગ-૩'માંથી - “ગોખવાનું કંઈ હોય તો વૃત્તિ વારંવાર ત્યાં જાય અને સત્પરુષના વચનરૂપ વ્યાપારમાં તો લાભ જ હોય. કોઈક ક્ષણ એવી આવે કે જ્યારે જીવને જગત વિસ્મરણ થઈ આત્મજાગૃતિ પ્રગટે. કંઈ ન બને તો સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવો.” (બો.૩ પૃ.૬૩૪)
વિકથામાં જતો વખત બચાવી પરમકૃપાળુદેવના વચનો વાંચવા-વિચારવામાં, મુખપાઠ કરવામાં તથા મુખપાઠ કરેલું ફેરવી જવામાં જેટલો કાળ જશે, તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે.” (બો.૩ પૃ.૬૩૪)
દરેક મુમુક્ષભાઈબહેને નિત્યનિયમ ઉપરાંત કંઈને કંઈ પરમકૃપાળુદેવના વચનમાંથી વાંચવા, વિચારવા કે ભાવના કરવાનું રાખવા યોગ્ય છેજી. બને તો એકાદ કડી મુખપાઠ કરી અવકાશે બોલતા રહેવાથી તે પરમપુરુષનો ઉપકાર વિશેષ વિશેષ સમજાતો જશેજી. રોજ ને રોજ ખાવું-પચાવવું પડે છે તેમ
૩૨૨