________________
સાતસો મહાનીતિ
કંઈ ને કંઈ વાંચીને, સાંભળીને, મુખપાઠ કરીને કે મુખપાઠ કરેલ ફેરવતા જઈને, જે પરમાર્થ પરમપુરુષે હૃદયમાં રાખેલો છે તે હૃદયગત કરવા વારંવાર વિચારવાની જરૂર
જી. ઊંડા ઊતરવાની જરૂર છેજી. એ દિશામાં પુરુષાર્થ કરેલો ગુરુકૃપાથી સફળતા અર્પશેજી.” (બો.૩ પૃ.૫૭૧)
“આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો તેના સંબંઘી જણાવવાનું કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછો, દેહાધ્યાસ ઓછો અને જ્ઞાની પુરુષોનાં વચનોમાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય તેમ તેમ તે વચનો કંઠસ્થ થવામાં સરળતા થાય. પોતાની મેળે કરવા કરતાં જ્ઞાનીની આજ્ઞા સમજાય તો વિશેષ ભાવથી મુખપાઠ કરવા વીર્ય ફરે છે; કારણ કે તેથી જ હિત છે એમ
જીવને દ્રઢ થયેલ હોવાથી તે પ્રત્યે વઘારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈને કંઈ મુખપાઠ કરવાનો, જેને અભ્યાસ હોય તેને તે વાત સરળતાથી બને છે. પૂર્વે મુનિવર્ગ ચૌદ પૂર્વ મુખપાઠ કરી લેતા.” (બો.૩ પૃ.૨૯૬)
આપે મુખપાઠ થઈ શકતું નથી એ સંબંઘી પુછાવ્યું છે તેનો ઉત્તરમાં જણાવવાનું કે આપણને ગમતું હોય કે લક્ષમાં આવી ગયું હોય તે ભુલાતું નથી. કેટલાંય સગાવહાલાંનાં નામ યાદ રહે છે તે ગોખવાં પડતાં નથી. કોઈ ગાળ ભાંડી જાય તો મરણ સુઘી ભુલાતી નથી, કારણ કે તેનો પરિચય વિશેષ થઈ જાય છે, વારંવાર યાદ આવતું રહે છે. તેમ જો પરમપુરુષનાં વચનો આત્માને અત્યંત હિતકારી અને પરભવના ભાથા જેવા છે એમ લાગ્યાં હોય તો તે પણ વારંવાર યાદ આવતાં રહે અને ભૂલી ન જવાય; પણ સત્સંગે તેનું માહાભ્ય સંભળાય, તેની પકડ થાય, આત્મહિતની વાતો રાત-દિવસ ખટક્યા કરે કે અત્યારે પ્રમાદ કરી જેટલો કાળ ગુમાવ્યો તેમાંથી એક કલાક પાછો માગીએ તો ફરી મળે એમ છે? ગયાં એટલાં વર્ષો તો બઘા હંમેશને માટે ગયાં તેમાંથી કંઈ માગ્યું મળે તેમ નથી. માટે હવે જેટલું જીવવાનું હોય તેટલી ક્ષણો કંજૂસના ઘનની જેમ વિચારી વિચારીને વાપરવી.” (બો.૩ પૃ.૧૬૯) “પ્રજ્ઞાવબોઘ’માંથી -
“શ્લોક, કડી, લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે,
તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન-ભક્તિ-પ્રભાવે” અહોહો. (પૃ.૩૩) પહેલાના વખતમાં શાસ્ત્રો લખાયેલા કે છપાયેલા નહોતા. ત્યારે બારે અંગ કે ચૌદ પૂર્વ પણ મુખપાઠે રાખતા હતા. એમ પરંપરા ચાલતી હતી. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજીના વખતમાં પણ મુમુક્ષુઓને મોક્ષમાળા, પત્રશતક, આત્મસિદ્ધિ, દ્રવ્યસંગ્રહ, પંચાસ્તિકાય, તત્ત્વાર્થસાર, દશવૈકાલિક સૂત્ર વગેરે મુખપાઠ કરાવવામાં આવતા હતા. પૂ.શ્રી બ્રહ્મચારીજી બધાનું ધ્યાન રાખતા કે કોઈ નવરું તો નથી? જો હોય તો કંઈને કંઈ પુસ્તકનો સ્વાધ્યાય કે મુખપાઠ કરવાનું જણાવતા. ૪૨૮. ઘર્મકથા શ્રવણ કરું.
- જ્ઞાનીપુરુષના ઉપદેશ અનુસાર જ્યાં ઘર્મ સંબંઘી કથા-વાર્તા, ચર્ચા કે સ્વાધ્યાય થતો હોય તો ભાવપૂર્વક એક ચિત્તે શ્રવણ કરું. જેથી વાસ્તવિક તત્ત્વનું મને જ્ઞાન થાય, શ્રદ્ધાન થાય અને વર્તનમાં આવી મારું ચારિત્ર નિર્મળ બને.
“શ્રીમદ્ રાજચંદ્રમાંથી – “હાલ સિદ્ધાંતોનો જે બાંઘો જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કોઈ વખતે કોઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના,
૩૨૩