________________
સાતસો મહાનીતિ
શY)
તેમ
તેઓ અનુક્રયાને ધોગ છે, પરંતુ તેઓ મોત
આ પત્ર, પુષ્પ, ગુચ્છ, અને ફળોને જાઓ. તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનંત શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહની, મિથ્યાત્વમોહની અને અંતરાયકર્મના ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ થઈ ન શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુઃખી આત્માઓ કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ભાવથી યુક્ત છે. અહો! તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે?” એમ કહીને સર્વના મનમાં સંવેગ ઉત્પન્ન કરીને આગળ ચાલ્યા.
આગળ એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારનાં ગીત અને વાજીંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું મનોહર લાગતું હતું. તે નગરને
જોઈને સૂરિએ સર્વ સાધુઓને કહ્યું કે “હે મુનિઓ! આજે આ નગરમાં મોહરાજાની ઘાડ પડી છે. તેથી આ લોકો ઊછળ્યા કરે છે. તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે.” અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો મોહપાશથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ
ચાલો.” તે સાંભળીને સાધુઓ બોલ્યા કે “હે ગુરુ! આપ અમને સારો ઉપદેશ કર્યો.' ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યનાં કારણો થાય છે.” (પૃ.૧૩૩)
આવા સાચાં આત્મજ્ઞાની ગુરુ મળવાથી શિષ્યોને સત્ય તથા સારભૂત તત્વનું જ ગ્રહણ થાય. ૪૨૩. નિર્માલ્ય અધ્યયન કરું નહીં.
નિર્માલ્ય એટલે જેમાં કંઈ સાર નથી એવું સાહિત્ય આ કાળમાં બહુ છપાય છે. તેનું અધ્યયન કરવાથી માત્ર અંતરમાં પડેલા મોહના ભાવોની વૃદ્ધિ થાય છે. માટે આત્માને અહિતરૂપ એવા નિર્માલ્ય સાહિત્યનું અધ્યયન કરું નહીં. પણ આત્મતત્ત્વ પોષક વૈરાગ્ય ગ્રંથો વાંચી આત્માને રામરહિત કરું.
“ઉપદેશામૃત'માંથી - “પ્રથમ અમે નવલકથાઓ, રાસ વગેરે સંસારમાં રહી વાંચતા. પછી દીક્ષા લીધી ત્યારે ઘર્મને અંગે રાજાઓ ઇત્યાદિની કથાઓ વાંચતાં રસ પડતો. કૃપાળુદેવ મળતાં તે પણ વાંચવાની ના કહી; અને માત્ર આત્મા સંબંધી અને તત્ત્વ સંબંથી વાંચવા કહ્યું. તેમાં પ્રથમ રસ ન આવ્યો; પરંતુ ઘીમે ઘીમે તેમાં સમજણ પડતાં રસ પડતો ગયો. હવે સતત તે જ ગમે છે. અને આત્મા પણ બીજાં બધું કરતાં કોઈ અપૂર્વ આનંદમાં રમણ કરે છે. તે તો અનુભવે જ સમજાય.” (પૃ.૪૪૧)
“મોક્ષમાળા વિવેચન'માંથી :- “આજે ઘણા લોકો નવલકથા, છાપાં વગેરે વાંચીને આત્માને
૩૧૯