________________
સાતસો મહાનીતિ
ભાવના, સદાચરણ પરંપરાએ સત્પષ પાસેથી મળ્યા હોય. (૩) શું સ્વરૂપ છે મારું ખરું? મારું સ્વરૂપ કેવું છે? જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે – “સર્વ જીવ છે સિદ્ધ સમ’ તેવું.
(૪) કોના સંબંધે વળગણા છે? વળગણા - કર્મવર્ગણા વગેરે જે વળગ્યું છે તે. કોને લઈને કર્મ વળગ્યા? વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી જ કર્મવર્ગણા છે. અનાથીમુનિના ઉપદેશમાં છે તેમ. (૫) રાખું કે એ પરહરું? પરિહરું. આ પાંચ પ્રશ્નોના વિચાર, વિવેકપૂર્વક શાંતભાવે જો કરવામાં આવે તો આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્ત્વનો અનુભવ થાય.” (પૃ.૧૫૩)
“અમૂલ્ય તત્ત્વવિચાર”એટલે જેનું મૂલ્ય ન થઈ શકે એવો અત્યંત મૂલ્યવાન, અત્યંત કિંમતી તત્ત્વવિચાર; આત્મા સંબંધી અત્યંત હિતકારી તત્ત્વવિચાર. તે મનુષ્ય ભવમાં થઈ શકે.” (પૃ.૧૫૦)
“મોક્ષમાળા પ્રવેશિકા'માંથી - “તત્ એટલે તે, જેની વાત કરવી છે તે પદાર્થ. તત્ત્વ એટલે તે પદાર્થનું સ્વરૂપ. કોઈ પદાર્થનું સ્વરૂપ સમજવું હોય તો તે સમજનારની સન્મુખ દ્રષ્ટિ જોઈએ. જીવને સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા થયે, યથાર્થ સમજ જેની છે તેવા સત્પરુષનો યોગ અને બોઘ પ્રાપ્ત થાય, તો સુવિચારણા કે તત્ત્વદૃષ્ટિ પ્રગટે છે.” (પૃ.૧૧૮)
મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જે તત્ત્વો છે, તેનો નિર્ણય કરી તેની શ્રદ્ધા સગરુયોગે જીવને થાય તો તે સમ્યદર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ મનાય છે. તેવી શ્રદ્ધા કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો સર્વ મનવાળાં પંચેન્દ્રિય પ્રાણીઓને થયો છે. મુનિવેષ ઘારણ કરી અગિયાર અંગ સુથી ભણવા છતાં વા ગ્રેવૈયક દેવો કુઅવધિજ્ઞાનાદિ યુક્ત છતાં પ્રયોજનભૂત તત્ત્વોનું તેમને શ્રદ્ધાન હોતું નથી તથા જનાવરોને ક્ષયોપશમ થોડો હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન સંભવે છે. માટે સમજાય છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર જ શ્રદ્ધાન નથી, પરંતુ કોઈ જુદું કર્મ છે અને તે દર્શનમોહ છે. તેના ઉદયથી જીવાદિ તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન થાય છે.” (પૃ.૧૧૯)
ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૫માંથી - “બાહ્ય દ્રષ્ટિ વડે જે ગામ, ઉદ્યાન વિગેરે જોવામાં આવે તે મોહને માટે થાય છે. એટલે અસંયમની વૃદ્ધિ માટે થાય છે. તેજ ગ્રામાદિકને સ્વપરના ભેદવાળી કૃત્રિમ અને અકૃત્રિમના વિચારવાળી તત્ત્વદ્રષ્ટિવડે અંતઃકરણના ઉપયોગથી જોવામાં આવે તો તે નિરંતર વૈરાગ્યની સંપત્તિને માટે થાય છે.”
એક આચાર્યનું દ્રષ્ટાંત – ગુરુની તત્ત્વદ્રષ્ટિ વડે મોહના કારણો વૈરાગ્યના કારણ થાય. જ્ઞાન અને ચારિત્રવડે પ્રઘાન, શ્રતના રહસ્યનો પાર પામેલા અને ભવ્યજીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાઘુગણ સહિત ગામે ગામ વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવા વડે) સર્વ શ્રમણ સંઘને બોધ કરતા હતા. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હતા અને સર્વ સંયોગમાં અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતા. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વિગેરેથી કરીને નીલવર્ણ લાગતું હતું, અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્પ, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે “હે નિગ્રંથો!
૩૧૮