________________
સાતસો મનનીતિ
આવતું પણ એમ જ છે, એવી જો શ્રદ્ધા રાખીને શ્રવણ કરે તો આગળ જતાં સમજાય. જીવના અનધિકારીપણાને લીધે ઘ્યાનમાં આવતું નથી.'' (બો.૧ પૃ.૪૧)
“પહેલાંના વખતમાં પુસ્તક વાંચતા ત્યારે પ્રથમ તેની પૂજા કરતા, પછી મનમાં ભાવના ભાવતા કે આ પુસ્તકથી મને લાભ થજો; અને ઉપવાસ, એકાસણું આદિ તપ કરી પછી આજ્ઞા લઈને તે પુસ્તકનું વિધિસહિત વાચન કરતા.' (ધો.૧ પૃ.૪૧)
“એક ક્ષણ નકામી ન જવા દેવી. વાંચવા વિચારવાનું રાખવું. કુપાળુદેવને મારે જાણવા છે, એવી ભાવના રાખવી. ‘કૃપાળુદેવ મને જ કહે છે' એવો લક્ષ રાખીને વાંચવું, વિચારવું, વાંચવાનું વધારે રાખવું. એથી આત્માને શાંતિ થાય છે. એકાંતની જરૂર છે. પાસે પુસ્તક હોય તો લાભ લઈ લેવો.'' (બો.૧ પૃ.૧૨૯) ‘બોઘામૃત ભાગ-૩'માંથી – “ઇંદ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી સત્શાસ્ત્ર હમેશાં વિચારશો તો ઘણો લાભ થશે.'' (બી.૩ પૃ.૭૯૪)
“બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છેજી. વારંવાર વાંચશો તો વિશેષ સમજાશેજી.'' (બો.૩ પૃ.૭૯૪)
“જે કંઈ વાંચવું, વિચારવું થાય તેની અસર ઘણા વખત સુધી રહ્યા કરે, તેની અપૂર્વતા લાગે અને આત્મામાં પરમાર્થની ગરજ વિશેષ વધતી જાય તેમ વાંચવા-વિચારવા વિનંતી છેજી '' (બી.૩ યુ.૬૦૯)
“વાંચતા કંઈ ન સમજાય તે એક નોટમાં લખી રાખવું અને પત્ર લખો ત્યારે પૂછવા વિચાર રાખવો. ઘણુંખરું તો વૈરાગ્ય અને વિચારદશા વધતાં આપોઆપ સમજાશે. અહીંથી ઉત્તર ન મળે તો કંટાળવું નહીં કે વાંચવાનું પડી મૂકવું નહીં.'' (ધો.૩ પૃ.૬૦)
૪૨૨, તત્ત્વને જ ગ્રહણ કર્યું.
તત્ત્વ એટલે સારભૂત પદાર્થ. આ વિશ્વમાં મુખ્યત્વે બે તત્ત્વ છે. જીવ અને અજીવ તત્ત્વ. તેનો વિસ્તાર કરીએ તો નવ તત્ત્વ થાય છે. બઘા તત્ત્વોમાં આત્મતત્ત્વ સર્વથી શ્રેષ્ઠ સારભૂત તત્ત્વ છે. તે પામવા માટે નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ પદ વગેરેનો વિચાર કરું. નવતત્ત્વ ભગવંતે કહ્યાં તેમાં મારી ગણતરી કયા તત્ત્વમાં આવે તેનો વિચાર કરું,
“હું કોણ છું? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરકરું ?'' – શ્રીમદ્ રાજચંદ્ર
૩૧૭
આનો વિચાર વારંવાર કરી આત્મ તત્ત્વને ગ્રહણ કર્યું.
*મોક્ષમાળા વિવેચન'માંથી – “હું કોણ છું? - બધું બાદ કરતાં કરતાં જે બાકી રહે તે અનુભવ-સ્વરૂપ હું આત્મા છું. ક્યાંથી થયો? હું અનાદિ અનંત હોવાથી નિત્ય છું. શું સ્વરૂપ છે મારું ખરું? ‘તું છો મોક્ષસ્વરૂપ’. હું મોક્ષસ્વરૂપ છું. કોના સંબંધે વળગણા છે ? ત્યાં કર્તાભોક્તાપણું વિચારે, રાખું કે એ પરિહરું ? ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મ વર્ગણા શાથી છે અને તે પ્રેમ છૂટે ? અથવા (૧) હું કોણ છું? એ પહેલા પ્રશ્નનો ઉત્તર વચનામૃતમાં છે : “અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. તું સત્પુરુષનો શિષ્ય છે.' (૨૧-૧૧૭ ૧૧૮) (૨) ક્યાંથી થયો? સત્પુરુષનો શિષ્ય ક્યાંથી થયો? દરેકને પોતાનો ઇતિહાસ તો હોય. કોઈની પાસે સાંભળ્યું હોય, પછી સત્પુરુષનો યોગ થયો હોય. તેવું પુણ્ય પ્રાપ્ત થવા સત્પુરુષની આજ્ઞા જાણે અજાણે પણ ઉઠાવી હોય. અલ્પ પણ શાતાનું મૂળ સત્પુરુષ છે. સાચી વસ્તુની