________________
સાતસો મનનીતિ
“નીલ લેશ્યાવાળો જીવ આળસુ, મંદબુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીક્સ અને નિરંતર અભિમાની હોય છે.''
“નિરંતર શોકમાં મગ્ન રહેનાર, સદા રોષવાળો, પરની નિંદા કરનાર, આત્મપ્રશંસા કરનાર, રણસંગ્રામમાં ભયંકર અને દુઃખી અવસ્થાવાળા માણસની કાપોત લૈશ્યા કરેલી છે.'' “વિજ્ઞાન, કરુણાવાનું, કાર્યાકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પીત (તેજો) લેશ્યા અધિક હોય છે.”
“ક્ષમાયુક્ત, નિરંતર ત્યાગવૃત્તિવાળો, દેવપૂજામાં તત્પર, અહિંસા સત્યાદિ પાંચ મહાવ્રતને ઘારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પદ્મલેશ્યાવાળો હોય છે.’’
“રાગદ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત તથા પરમાત્મભાવને પામેલો મનુષ્ય શુક્લ લેશ્યાવાળો કહેવાય છે.” આ છ લેશ્યામાં પ્રથમની ત્રણ લૈશ્યાઓ અશુભ છે અને બીજી ત્રણ શુભ છે. તે છએનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા છ છ પુરુષનાં દૃષ્ટાંત નીચે પ્રમાણે છે. છ લેશ્માવાળા જીવોના ભિન્ન ભિન્ન પરિણામ
છ લેશ્યાવાળા પુરુષોનું દૃષ્ટાંત – કોઈ એક અરણ્યમાં સુધાથી કૃશ થયેલા છ પુરુષોએ પાકેલાં અને રસવાળાં જાંબુના ભારથી જેની સર્વ શાખાઓ નમી ગઈ છે એવું કલ્પવૃક્ષના જેવું એક જાંબુનું વૃક્ષ જોયું. તે જોઈને સર્વે હર્ષિત થઈને બોલ્યા કે – “અહો ! ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું છે, માટે હવે સ્વેચ્છાએ તેનાં ફળ ખાઈને આપણે ક્ષુધાનો નાશ કરીએ.” પછી તેમાં એક ક્લિષ્ટ પરિણામવાળો હતો તે બોલ્યો કે – “આ દુરારોહ એટલે મુશ્કેલીથી ચઢી શકાય એવા વૃક્ષ ઉપર ચડવાથી જીવનું પણ જોખમ થાય તેવું છે, માટે તીક્ષ્ણ કુઠાડાની ધાર વડે મૂળમાંથી કાપી નાખી તેને આડું પાડી દઈએ અને પછી નિરાંતે તેનાં સમગ્ર ફળો ખાઈએ.’’ આવા પરિણામ પુરુષને કૃષ્ણ લેશ્યાથીજ થાય છે. (૧) પછી બીજો તેના કરતાં કાંઈક કોમળ હૃદયવાળો બોલ્યો કે – “આવાં મોટા વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે ? માત્ર એક મોટી શાખા તોડી પાડીને તેની ઉપર રહેલા ફળો ખાઈએ.’’ આ પુરુષ નીલ લેશ્યાના પરિણામવાળો જાણવો. (૨) પછી ત્રીજો બોલ્યો કે – “એવડી મોટી શાખાને કાપવાથી શું? માત્ર તેની એક પ્રશાખાનેજ કાપીએ.'' આ પુરુષ કાપોત લેમ્પાવાળો જાણવો. (૩) પછી ચોથો બોલ્યો કે – “તે બિચારી નાની શાખાને કાપવાથી શું વિશેષ લાભ છે? માત્ર તેના ગુચ્છા તોડવાથીજ આપણું કાર્ય સિદ્ધ થશે.'' આ માણસ પીત (તેજો) લેશ્યાવાળો જાણાવો. (૪) પછી પાંચમો બોલ્યો કે – “ગુચ્છા તોડવાથી પણ શું? માત્ર પાકેલાં અને ભક્ષણ કરવા લાયક જોઈએ તેટલાં ફળોનેજ તોડીએ.'' આ પુરુષ પદ્મલેશ્યાવાળો જાણવો. (૫) હવે છઠ્ઠો બોલ્યો કે – “ફળો તોડવાથી પણ શું? આપણને જેટલાં ફળોની જરૂર છે તેટલાં તો આ વૃક્ષની નીચે પડેલા જ મળી શકે તેમ છે. તો તેનાથી જ પ્રાણનો નિર્વાહ કરવો તે શ્રેષ્ઠ છે. માટે આ વૃક્ષને કાપી નાખવા વિગેરેના વિચારો શા માટે કરવા જોઈએ ?”” આ છેલ્લો શુક્લ લેયાના પરિણામવાળો જાણવો.
જુદી જુદી લેશ્યાના કારણે ભાવોમાં ભચંકરપણું
છ ધાડપાડુઓનું દૃષ્ટાંત – ધનધાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના છે અધિપતિઓએ એકત્ર ઘઈને એક ગામમાં ઘાડ પાડી. તે સમયે તેમાંથી એક જણ બોલ્યો કે – “આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વિગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાખવા.” આ પ્રમાણે કૃષ્ણ લેશ્યાના
૪૬૧