________________
સાતસો મહાનીતિ
બાળા રે
સ્વભાવવાળાનું વાક્ય સાંભળીને બીજો નીલ વેશ્યાવાળો બોલ્યો કે – “માત્ર મનુષ્યનેજ મારવા, પશુઓને મારવાથી આપણને શું ફળ છે? ત્યારે ત્રીજો કાપોત લેશ્યાવાળો
બોલ્યો કે – “સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ? માત્ર પુરુષોને જ મારવા.” ત્યારે ચોથો તેનો વેશ્યાવાળો બોલ્યો કે – “પુરુષમાં પણ શસ્ત્રરહિતને મારવાનું શું કામ? માત્ર શસ્ત્રધારીનેજ મારવા.” તે સાંભળી પાંચમી પદ્મ લેશ્યાવાળો બોલ્યો કે- “શસ્ત્રથારીમાં પણ જેઓ આપણી સામા યુદ્ધ કરવા આવે તેને જ મારવા. બીજા નિરપરાધિને શા માટે મારવા જોઈએ? છેવટે છઠ્ઠો શુક્લ લેશ્યાવાળો બોલ્યો કે – “અહો! તમારો કેવો ખોટો વિચાર છે? એક તો દ્રવ્યનું હરણ કરવા આવ્યા છો અને વળી બિચારા પ્રાણીઓને મારવા ચાહો છો; માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લ્યો, પરંતુ તેમના પ્રાણનું તો રક્ષણ કરો.” આ પ્રમાણેની છ લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કહ્યું છે કે
કૃષ્ણ વેશ્યાવાળો નરકગતિ પામે છે, નીલ વેશ્યાવાળો થાવરપણું પામે છે, કાપોત વેશ્યાવાળો તિર્યંચ થાય છે, પીત વેશ્યાવાળો મનુષ્યગતિ પામે છે, પદ્મ લેશ્યાવાળો દેવલોકમાં જાય છે અને શુક્લ લેશ્યાવાળો જીવ શાશ્વત સ્થાન પામે છે. આ પ્રમાણે ભવ્ય જીવોએ વેશ્યાનો વિચાર જાણવો.”
ગુરુના મુખથી ઉપર પ્રમાણે વેશ્યાનું સ્વરૂપ જાણીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો અને નિરંતર શુભ લેગ્યામાં વર્તી શ્રાવકઘર્મને અંગીકાર કરી અંતે સદ્ગતિ પામ્યો.” (પૃ.૬૪) ૧૮. સમ્યફ સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું.
સમ્યક સમય એટલે સ્વાધ્યાય, ધ્યાન, પૂજા, સામાયિક વગેરેના સમયમાં અપધ્યાન એટલે આર્તરૌદ્ર ધ્યાનનો ત્યાગ કરે.
ચાર ઘડી એટલે ૯૬ મિનિટ સૂર્યોદય પહેલાં સવારે ઊઠી બ્રહ્મમુહૂર્તમાં દોઢ કલાક ઘર્મધ્યાન કરું. બ્રહ્મમુહૂર્તમાં જે સૂઈ રહે તે આળસુ અને રોગી થાય છે. સવારમાં ઊઠીને પહેલા ઘરના કે સંસારના આરંભ સમારંભના વિચાર કરું નહીં. કેમકે એ બઘા પાપના કામો છે. પણ સવારમાં વહેલા ઊઠી સ્મરણમંત્ર, ભક્તિ, સ્વાધ્યાય વગેરે કરું.
“શ્રાવક તો ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત;
મનમેં સુમરે શ્રી નવકાર, વહ ઊતરે ભવજળસેં પાર.” ૬૧૯. નામભક્તિ સેવીશ નહીં.
માત્ર શબ્દો બોલી ભક્તિ કરી લીધી એમ માનીશ નહીં. પણ, ભક્તિ સાથે ભાવ લાવવા પ્રયત્ન કરીશ. ખાલી દ્રવ્ય ભક્તિ કરીને સંતોષ માનું નહીં. પણ સાથે ભાવભક્તિ કરવાનો લક્ષ રાખીશ; અર્થાતુ ઉપયોગપૂર્વક ભાવથી ભક્તિ કરવાનો પ્રયત્ન કરીશ.
“મોક્ષમાળા પ્રવેશિકા'માંથી :- “વીતરાગ ભક્તિ એટલે જેના રાગ દ્વેષ મોહ ક્ષય પામ્યા છે એવા ઉત્તમ પુરુષની ભક્તિ. જગતમાં ઘણા ભક્તો ભક્તિ કરે છે અને ભક્તિને મુક્તિનું કારણ માને છે, તો પણ વીતરાગ ભક્તિ કહેવાનું કારણ શું છે?
જેણે આ સંસારનું સ્વરૂપ ભયંકર જાણ્યું છે, જન્મ, જરા અને મરણનાં દુઃખ સર્વોપરી માન્યા છે, ઇન્દ્રિયોનાં સુખને દુઃખના કારણ માન્યાં છે તથા જન્મ, મરણનાં કારણ જે કર્મ તે કેમ બંઘાય છે અને તેથી કેમ મુક્ત થવાય તેનો જેને નિર્ણય થયો છે અને તે નિર્ણયને આરાધી જે પરમ સુખી બન્યા છે તેવા
૪૬૨