________________
સાતસો મહાનીતિ
ક
વીતરાગ ભગવંતનું દર્શન, તેમનાં વચન અને તેમની દશા સર્વ જીવોને કલ્યાણનું કારણ હોવાથી તે જિનેશ્વરોની જ ભક્તિ કર્તવ્ય છે.
પ્રશ્ન- ત્યારે જે લોકો ડાકોર દ્વારકાદિની યાત્રાએ જાય છે, ઘર્મને નામે દાનાદિક કરે છે, મંડળીઓ કાઢીને સસાહ આદિ ભક્તિ રાતદિવસ કરે છે, તે ભક્તિ મોક્ષનું કારણ બને કે કેમ?
ઉત્તર - જેમની તે ભક્તિ કરે છે તેમના જો રાગદ્વેષ અને મોહ ક્ષય થયા ન હોય તો તેમનો મોક્ષ સંભવતો નથી, તો જે તેમને ભજે તેને મોક્ષ ક્યાંથી મળે?
“ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ઘર્મમતમાં હોય છે, અને તેથી તે ઘર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા' નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર
પ્રશ્ન - ભક્તિના કોઈ પ્રકાર હશે કે કેમ? ઉત્તર - નવઘા ભક્તિ મનાય છે. પ્રશ્ન- તે નવ પ્રકાર કયા? ઉત્તર- “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંવન, સેવન, ધ્યાન;
ધુતા, સમતા, એકતા, નવધા મત પ્રમાન.” - શ્રી નારીવાલ (૧) શ્રવણ ઃ ગુરુદેવ ભગવંતની કથા સાંભળવી તે શ્રવણ ભક્તિ છે; તેમના ગુણો સાંભળી તેમનું માહાભ્ય હૃદયમાં વસવાથી આપણી વૃત્તિ તેવા બનવા પ્રેરાતી જાય છે. (૨) કીર્તન : તેમના ગુણગ્રામ કરતાં તેમના સ્વરૂપમાં મન જોડાય છે અને ઉત્તમ ભાવના પોષાય છે. શ્રવણ કીર્તનનો ક્રમ ઘણા આરાધે છે પણ આગળનો ક્રમ આરાઘનાર બહુ વિરલ જીવો હોય છે. (૩) ચિંતવન : ચિંતવન એટલે મનન કરવું; કથાદિ સાંભળીને સ્તવન કરીને, તે ઉપરથી આપણા આત્મવિકાસનો માર્ગ વિચારવો જરૂરનો છે. (૪) વંદન: વંદન એટલે નમસ્કાર આદિ વિનય ભક્તિ કરવી. (૫) સેવનઃ સેવન એટલે ગુરુ આદિ પૂજ્યજનોની સેવાચાકરી, તેમનાં વચનામૃતોનું, આજ્ઞાનું ઔષઘની સમાન સેવન કરવું અને આત્મભ્રાન્તિરૂપ રોગ દૂર કરવો. (૬) ધ્યાન : ધ્યાન એટલે મનોવૃત્તિ જ્ઞાનીપુરુષની આજ્ઞામાં એકાગ્ર કરવી અથવા ઘર્મધ્યાન આદિ વડે ઘર્મમૂર્તિ બનવું. (૭) લઘુતા : પોતાનામાં ગુણોની વૃદ્ધિ થયા છતાં છલકાઈ ન જવું; બાહ્ય પદાર્થોનું, શાસ્ત્રજ્ઞાન આદિનું માહાત્મ ન લક્ષમાં રાખતાં, ફળ બેસતાં વૃક્ષની ડાળ નમે તેવા નમ્રભાવે વર્તવું તે. (૮) સમતા : “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” સર્વ જીવને પોતાના સમાન માની રાગદ્વેષ ન થવા દેવા, તે પરમાત્મદશા પામવાનો માર્ગ છે. (૯) એકતા: એત્વ ભાવના, અસંગ દશા; ઇષ્ટદેવમાં તલ્લીન થઈ જવું તે.” (પૃ.૩૯) એમ ઉપયોગપૂર્વક નવધાભક્તિ કરીશ. પણ નામભક્તિ સેવીશ નહીં. ૬૨૦. ઊભા ઊભા પાણી પીઉં નહીં.
શાંતિથી બેસીને પાણી પીઉં અને તે પીતા વિચારું કે પાણી પીવાનો મારા આત્માનો સ્વભાવ નથી. એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે આ પાણી પીવા વગેરેની ઉપાથિમાંથી સર્વકાળને માટે હું મુક્ત થઈશ; અને આ જળકાયના જીવોને અભયદાન દઈશ. ૬૨૧. આહાર અંતે પાણી પીઉં નહીં.
આહાર કર્યા પછી તુરત પાણી પીવાથી પાચનશક્તિમાં મંદતા આવે છે. માટે આહાર કર્યા પછી
૪૬૩