________________
સાતસો મહાનીતિ
પ્રમાદને તીર્થકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજાં એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે”. -શ્રીમદ રાજચંદ્ર (વ.પૃ.૩૯૧)
“ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે.” (વ.પૃ.૩૬૧) મારે પ્રમાદ ઓછો કરવો છે એ પહેલાં નિર્ણય કરી આખા દિવસમાં તેનું લક્ષ રાખ્યા કરે કે પ્રમાદ ઓછો થાય છે કે નહીં એમ ઘડીએ ઘડીએ તપાસતો રહે. જે નિર્ણય કર્યો તેની વારંવાર સ્મૃતિ થવાથી તે પ્રમાણે વર્તાય છે. “એ વાત ફરી ફરી વિચારી, તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. એ વાત ભૂલવા જોગ્ય નથી.” (વ.પૃ.૩૬૧) તાત્પર્ય એ કે આત્મામાં લીનતા હોય, આત્માની વિસ્મૃતિ ન થાય, સ્મૃતિમાં બીજી વાત ન રાખે, તેમ વર્તવાથી પ્રમાદ દૂર થાય છે.
“આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દ્યો ચિરકાળ ના;
આત્માર્થે વાણી-કાયાથી, વર્તે તન્મયતા વિના.” -શ્રી સમાધિશતક એમ કોઈપણ રીતે પ્રમાદને દૂર કરવો, કારણ એના જેવો જીવનો કોઈ બીજો શત્રુ નથી. ૧૭. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું.
પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે - “નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૧૫૫) ગમે એટલું કામ હોય પણ ક્રમે ક્રમે, થોડું થોડું થતું હોય તો ભાર લાગે નહીં. કાંકરે કાંકરે પાળ બંઘાય. શરૂઆતમાં અઘરું લાગતું હોય પણ જો રોજ કરવાની ટેવ પડી જાય તો પછી સહજ થઈ જાય છે. અશક્ય લાગે એવા કામો પણ નિયમિત કાર્ય કરનારાઓ કરી શકે છે.
૩૩ વર્ષની ઉંમરમાં કૃપાળુદેવે કેટલાં બધાં કામો કર્યા છે. કેટલા વિચારો કર્યા છે, કેટલાં લખાણો કર્યા છે. હજારેક પરમાર્થ સંબંધી પત્રો લખ્યા છે અને કેવી આત્માની સિદ્ધિ કરી!સાથે કેટલાં કામો-સંસાર, સગાં, કુટુંબના કરવા પડ્યા. કેટલાય કામો તો વૈરાગ્યની વૃત્તિ હોવાથી પત્રો લખવા વગેરેના પડ્યા રહેતા! એવી કામની ભીડ વચ્ચે પણ કેવા અભુત કામો કર્યા છે! ૧૮. શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું.
“પુષ્પમાળા' ૧૦૪મું પુષ્પ – “સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો હે બાઈ, તમને હું વંદન કરુ છું.” શુક્તભાવથી એટલે જે ભાવથી બીજાને તમારા પ્રત્યે મોહ થવાને બદલે તેના હૃદયમાં પવિત્રતા વધે તે શુક્લભાવ. શ્રીબાહુ જિનના સ્તવનમાં પણ કહ્યું છે કે –
“રૂપ અનુત્તર દેવથી, અનંતગણ અભિરામ; પ્રભુજી
જોતાં પણ જગી જંતુને, ન વધે વિષય વિરામ. પ્રભુજી” બાહુo -શ્રી દેવચંદજી અરિહંતનું રૂપ સર્વાર્થસિદ્ધિના દેવો કરતાં પણ સુંદર છે. છતાં તેથી વિષય વધે નહીં પણ ઊલટા વિરામ પામે છે.
“કર્મ ઉદય જિનરાજનો, ભવિજન ઘર્મ સહાય; પ્રભુજી નામાદિ સંભારતા, મિથ્યાદોષ વિલાય, પ્રભુજી” બાહુ –શ્રી દેવચંદજી