________________
સાતસો મહાનીતિ
તેનો વિચાર કરી પછી બોલવું તે વિવેકી વચન. વિનયી – માન ત્યજીને બોલે તે નમ્રતાવાળું વચન બધાને રુચે છે, પણ આગ્રહ હોય તો
ખેંચે છે. - પ્રિય - પ્રિય એટલે કર્ણપ્રિય. જે વડે બીજાની લાગણી ન દુભાય પણ સદ્ભાવ પ્રગટ કરે તેવું વચન તે પ્રિય વચન.
પણ મર્યાદિત બોલવું - જયાં જેમ ઘટે તેમ મર્યાદામાં રહીને બોલવું. જેમકે સ્ત્રી પતિને કહેતી હોય તો તે રીત જુદી અને પિતા પુત્રને કહેતો હોય તે રીત જુદી. એક જ વસ્તુ કહેવાની હોય પણ કહેવાની પદ્ધતિમાં ફેર હોય છે, કારણકે દરેકની અવસ્થા જુદી જુદી છે. તે પ્રકારે કહેવાય તો તે ગ્રાહ્ય થાય છે. મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યાં સાચી વાત પણ મારી જાય છે. પ્રભુશ્રીજીએ કહ્યું કે કૂવા પર જઈને પાણી માંગતી વખતે પુત્ર પોતાની માને કહે કે “માજી, પાણી પાવ.” તો ખુશીથી પાણી પાય; પણ “મારા બાપની બૈરી પાણી પાએમ કહે તો ગમે નહીં. એને જોઈએ છે પાણી,પણ વિનય કે અવિનયને લઈને તેનું ફળ સવળું કે અવળું આવે છે.
મર્યાદિતનો બીજો અર્થ–જોઈએ તેટલું જ; તેથી વઘારે બોલ બોલ કરવાની જરૂર નથી. કૃપાળુદેવે કહ્યું કે- “અલ્યભાષી થવું.” થોડું બોલીને હિત ઘણું કરે એવો ભગવાનનો ગુણ છે. સ્તવનમાં આવે છે કે
“સવિ જાણે થોડું કહે રે, પ્રભુ તું ચતુર સુજાણ રે, ગુણરસીયા” -શ્રી યશોવિજયજી
માટે વચન વિવેકી, વિનયી અને પ્રિય બોલવું પણ મર્યાદિત બોલવું. ૧૫. સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો.
સાહસના કામમાં ઘનનો કે કીર્તિ મેળવવાનો કે આઠ મદમાંથી કોઈનો આશય છે? કે કોઈની પ્રેરણાથી આ સાહસ કરીએ છીએ તે પહેલાં વિચારવું. એ કામ પૂરું કરવા જેટલી આપણી શક્તિ છે? કે આમાં કેટલો સમય આપી શકીશું? કે એનું શું પરિણામ આવશે? વગેરે પ્રથમ વિચારીને પગલું ભરવું. પુષ્પમાળાના પુષ્પ-૩૪માં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે –
“આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ઘારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.”
કોઈ પણ કામ માટે સાહસ કરીએ તે પહેલા જ વિચારી લેવું, જેથી પાછળ પસ્તાવું ન પડે. ૧૬. પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો.
જે જે કારણોથી પ્રમાદ થાય તે કારણો તપાસીને દૂર કરવાં. મુખ્યત્વે આત્માને ભૂલી જવું તે પ્રમાદ છે. સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક છે. ત્યાં પ્રમાદ નથી; કારણ ત્યાં નિરંતર આત્માનો ઉપયોગ છે. આઠમા ગુણસ્થાનકથી જીવી શ્રેણી માંડે છે, પછી કેવળજ્ઞાન થાય છે..
પ્રમાદના લક્ષણ – મોક્ષમાળામાં “પ્રમાદ’નામના પાઠમાં પરમકૃપાળુદેવ જણાવે છે – “(૧) ઘર્મની અનાદરતા (૨) ઉન્માદ (ઉન્મત્તપણું) (૩) આળસ અને (૪) કષાય એ સઘળા પ્રમાદના લક્ષણ છે.”
પ્રમાદને શ્રી તીર્થકર કર્મ કહે છે. પ્રમાદના આઠ ભેદો :- (૧) અજ્ઞાન (૨) સંશય (૩) વિપર્યય (૪) રાગ (૫) દ્વેષ (૬) સ્મૃતિભ્રંશ (૭) યોગ પ્રવૃત્તિની અસાવઘાનતા અને (૮) ઘર્મની અનાદરતા.
પ્રમાદના બીજી રીતે પંદર ભેદો - ૫ વિષય, ૪ કષાય, ૪ વિકથા, ૧ નિદ્રા, ૧ સ્નેહ (રાગ).