________________
સાતસો માનીતિ
અને વિશેષ અભ્યાસના ફળસ્વરૂપ ઉત્તમ આચરણ જેમ જેમ થાય છે તેમ તેમ સહેજે બેસતાં, ઊતાં, ફરતાં પણ એ જ વૈરાગ્યમય દશા રહે છે અને પછી ગંભીરતા આવે છે. વૈરાગ્યથી બેસવું – સામાન્ય રીતે વૈરાગ્યથી બેસવું એટલે કોઈ આવીને બેસે,
ત્યારે કોઈ તેને કહે કે આ આસન પર બેસો. તો કહે, ના, હું તો આટલું કહેવા જ આવ્યો હતો, મારે તો જવું છે; એટલે એનો કહેવાનો ભાવ એમ છે કે મારે અહીં બેસી રહેવું નથી. તડકે કે ગમે ત્યાં બેઠો હોય પણ આટલું કામ પતાવીને મારે તો જતું રહેવું છે એમ તેના મનમાં હોય. તેમ જેને આ જિંદગીમાં મોક્ષનું જ કામ કરી લેવું છે એમ રહેતું હોય તે પછી બીજાં ગમે તેવું ખાવાપીવાનું હોય કે અનુકૂળતા પ્રતિકૂળતા કે હોય તેના તરફ લક્ષ આપતા નથી. માત્ર મોક્ષને અર્થે જ હું તો જન્મ્યો છું, એમ જેને ભાવ રહેતો હોય તે વૈરાગ્યથી બેઠો છે એમ કહેવાય. એને જન્મમરણ થાય એવા સંસારમાં બેસી રહેવું નથી પણ મોક્ષે જવું છે.
ગંભીરભાવથી બેસવું - ઉપર કહેલ વૈરાગ્યમાં મોક્ષે જવાની ઉતાવળ છે જયારે ગંભીરતામાં વિચાર છે, સહનશીલતા છે. ગંભીરતા હોય તો કશું કામ બગડે નહીં. વૈરાગ્ય હોય તેની સાથે ઉતાવળીયો સ્વભાવ હોય, ગંભીરતા ન હોય તો કંઈક ભૂલ કરી બેસે અને મોક્ષ લેવાને બદલે સંસાર વધારે, એમ થઈ જાય. જેમકે કોઈને ઉપલક વૈરાગ્ય આવ્યો હોય અને દીક્ષા લેવાનું મન થઈ ગયું હોય, ત્યારે તેમાં જે જે વિઘ્નરૂપ લાગતો હોય એવો છોકરો કે સ્ત્રી વગેરે મરી જાય કે ઘન હોય તે લૂંટાઈ જાય એવી ઇચ્છા કરે તો પાપ બાંધે અને નરકે જાય. માટે સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જોઈએ. તે વૈરાગ્ય હોય પણ જો સાથે ગંભીરતા ન હોય તો વખતે આર્તધ્યાન થઈ જાય, વિઘ્ન કરતી વસ્તુઓનો વારંવાર વિચાર આવે અને ક્લેશિત પરિણામ થાય. પણ ગંભીરતા છે તે મૂળ વસ્તુ સમજાવનાર છે કે મેં પોતે જ બાંધેલા આ કર્મ છે. તે મારે પોતાને જ ભોગવવાના છે. ભોગવ્યા વિના છૂટે નહીં. એમ ગંભીરતા હોય તો વિચાર આવે અને સહન કરે. નહીં તો સંસારથી કંટાળેલો હોય અને કોઈ કંઈ કહી જાય તો તરત છંછેડાઈ જાય. જેમકે કોઈને
ન
ઉતાવળું કામ હોય અને કંઈ પૂછવા આવે, સલાહ લેવા આવે તો એને લાગે કે આ બઘા મારો જીવ ખાય છે. પણ ગંભીર સ્વભાવ હોય તો જેવો પ્રસંગ આવી પડે ત્યાં કેમ વર્તવું તે સમજે છે અને તેનો ઉકેલ લાવે છે, પણ મુંઝાય નહીં અને એમ જાણે કે આ તો મારા જ પૂર્વ કર્મનો દોષ છે. તેનું અત્યારે આ ફળ આવ્યું છે. પણ ફરી નવો સંબંધ રાગ, દ્વેષ, આસક્તિ કરીને ન જોડીએ તો ફરી એવાં કર્મ ઉદયમાં આવે નહીં. માટે વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવા માટેની યોગ્યતા કેળવું.
૧૩. સઘળી સ્થિતિ તેમજ.
ઉપર કહેલી દશા પ્રાપ્ત થાય તો બધું હરવું, ફરવું, બોલવું વગેરે વૈરાગ્ય એટલે આસક્તિ રહિત અને ગંભીરતા સહિત થાય. જેમ નોકર શેઠનું બધું કામ કરે, વિચાર કરે, બઘી યોજનાઓ ઘડી આપે પણ તેને પોતાપણું કશામાં લાગતું નથી, શેઠે પૈસા ક્યાં રોક્યા છે એ બધું જાણે છે છતાં એ મારા નથી એમ અને અંતરમાં રહેલું છે, તેથી કોઈ વાતની ભારે ચિંતા ફીકર કે હર્ષ શોક તેને થતા નથી. તેમ જેને સાચો વૈરાગ્ય હોય તેની સઘળી સ્થિતિ તેમજ હોય છે.
૧૪. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.
વચન કેવું હોવું જોઈએ તે સંબંધી કહે છે.
વિવેકી — વિવેકી એટલે વચન બોલતાં પહેલાં તેથી પોતાનું કે બીજાનું હિત થશે કે અતિ થશે
૭