________________
સાતસો મહાનીતિ
ભક્તિપૂર્વક સારી રીતે તેમને પ્રતિલાવ્યા. તિષ્યગુપ્ત ગુરુ પાસે જઈ આલોયણ પ્રતિક્રમણ કરી શ્રીજિનેશ્વરની આજ્ઞાનુસાર વિચરવા લાગ્યો. ગુરુના ચરણમાં વર્તતાં સમ્યક્ માર્ગને પામી તેનું પ્રતિપાલન કરી તે સ્વર્ગે ગયો. (પૃ.૬૬) ૨૮૬. કુટુંબ ક્લેશ કરું નહીં. (ગૃ૦ઉ૦)
બારમું પાપસ્થાનક કલહ છે. એને ક્લેશ, કંકાસ કે કજીયો પણ કહે છે. કોઈ ભાગ્યશાળી જીવો આ કલહથી મુક્ત હશે. બાકી તો રાજકારણમાં ક્લેશ, જ્ઞાતિઓમાં ક્લેશ, સગાંવહાલામાં ક્લેશ, કુટુંબમાં ક્લેશ, બાપ દિકરા વચ્ચે ક્લેશ, ભાઈ ભાઈમાં ક્લેશ અને ઘાર્મિક બાબતોમાં પણ ક્લેશ; એમ જ્યાં જોઈશું ત્યાં આ કલિયુગમાં મોટે ભાગે ક્લેશ જોવા મળે છે. ક્લેશથી આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન કરી જીવો કર્મ બાંથી ચારગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે. માટે દુઃખના કારણરૂપ એવો કુટુંબ ક્લેશ કરું નહીં. પણ સપુરુષના બોઘ બળે તે ક્લેશને શમાવું.
શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકાભાવ થાય તો આમ સમજી અન્ય ભોક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં!) ઘન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે; ક્રમે કરીને તો તું નિઃસ્પૃહી થઈ શકીશ.” (વ.પૃ.૧૬૫)
કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” (વ.પૃ.૩૭૯)
જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.” (વ.પૃ.૭)
“ઉપદેશામૃત'માંથી - સારા ડાહ્યા ગણાતા માણસે કુટુંબમાં સંપ રાખવો જોઈએ, માતાને સમજાવીને ઘીરજ આપીને પોતાના સદાચરણ વડે તેમને સંતોષવાં જોઈએ. પોતાના મોટાભાઈ પિતા તુલ્ય છે. તેમને પણ કુટુંબનો બધો ભાર ઉપાડવો પડતો હોય તો તેમને મદદ કરીને તથા તેમની આમન્યા તથા વિનય સાચવી તેમને રાજી રાખવા એ આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણી કમાણીમાંથી બને તેટલી બચત કુટુંબનાં માણસોના નિભાવમાં વપરાય તો આપણું અહોભાગ્ય સમજવું.
એમ સર્વને સખી કરવા આપણે વર્તીએ તો ઘણું પૂણ્ય બંઘાય અને કુટુંબમાં સંપ વધે તો લોકમાં પણ કુટુંબનાં વખાણ થાય. પોતાના વિચારમાં આવે તેમ વરતે તે સ્વચ્છંદી કહેવાય. સ્વચ્છેદે વર્તનાર આ લોકમાં કુટુંબ-શથી દુઃખી થાય છે અને પરલોકમાં પણ પાપનું ફળ ભોગવવા અઘોગતિએ જાય છે. તેથી સુખી થવાની જેની ઇચ્છા હોય તેણે માતાપિતા, મોટાભાઈ આદિનો વિનય કરવો અને ઘર્મની ઇચ્છા હોય તેણે પુરુષની શિખામણ સાંભળી વિનયસહિત વર્તવા યોગ્ય છે. ન્યાયનીતિપૂર્વક વર્તે છે તેનાં જગતમાં વખાણ થાય છે અને ઘર્મ પાળવા યોગ્ય તે બને છે. પણ દુરાચરણવાળા કદી ઘર્મ પામી શકતા નથી, તેમ લોકમાં પોતે નિન્દાય છે અને કુટુંબની નિંદાનું કારણ થાય છે. કુટુંબનાં માણસ ગમે તેવા અણસમજુ હોય તો પણ સમજા માણસ તેમનાં મન વિનય વડે જીતી લે છે. પોતે દુઃખ વેઠીને પણ સર્વના
૧૯૧