________________
સાતસો મહાનીતિ
શાલિભદ્રકુમારનું દ્રષ્ટાંત - કમલના જેવા કોમળ અને કાન્તિમાન આકૃતિવાળા શાલિભદ્રકુમાર શ્રી મહાવીર ભગવાનની ઘર્મદેશના સાંભળતાં જ વૈરાગ્યને પ્રાપ્ત થયાં અને ચારિત્ર ધારણ કર્યું. કહ્યું છે કે – “ધર્મકથામાં પ્રીતિ રાખવાવાળા પુરુષ સંસારના સુખને ક્ષણભંગર સમજી અનંતદુઃખ આપવાવાળા, ભોગનો ત્યાગ કરીને વૈરાગ્ય ઘારણ કરી ચારિત્રરૂપી બગીચામાં વિહાર કરે છે.”
ઉત્તરાધ્યયનસૂત્ર'ના ઓગણત્રીસમાં અધ્યયનમાં ઘર્મકથાનું ફળ બતાવ્યું છે, તે આ પ્રમાણે – ભગવદ્ ઘર્મકથાથી જીવને શું લાભ થાય છે?’
ઉત્તર- “ઘર્મકથાથી જીવને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. ઘર્મકથાથી જીવ પ્રવચનની પ્રભાવના કરે છે, પ્રવચનની પ્રભાવનાથી આગળ શુભકર્મોનો બંધ કરે છે.”
આક્ષેપણી આદિ ચાર પ્રકારની ઘર્મકથાથી ઉત્પન્ન થનારા આનંદની ઘારાઓના તરંગોથી જેનું અંતઃકરણ ઉલ્લાસવાન થયું છે એવા અનેક ભાવિતાત્મા ઘર્મકથા કરવાવાળા પુરુષ જન્મ જરા અને મરણરૂપી ભયાનક અને વિશાળ મગરમચ્છોથી વ્યાસ અને ઇષ્ટ-વિયોગ અને અનિષ્ટ સંયોગરૂપી વડવાનલથી સહિત એવા અપાર સંસાર સાગરથી પોતે પાર ઊતરે છે અને બીજાને પણ પાર ઉતારે છે. તે ઘર્મકથા કહેનાર અનેક ભવ્ય જીવોને દીક્ષિત કરે છે અને સંસારરૂપી કૂવામાં પડવાવાળા પ્રાણીઓના રક્ષણ કરવાનું આશ્વાસન દેવાવાળા જિનશાસનનો મહિમા વઘારતા થકા સમસ્ત જગતને જિનશાસનમાં પ્રીતિવાળા બનાવી મિથ્યાત્વ નિવારણ અને સભ્યત્વની સ્થાપના કરી, કર્મ કોટીને ખપાવે છે. કદાચિત્ પરિણામમાં ઉત્કૃષ્ટ રસાયન આવી જાય તો ત્રિલોકમાં પવિત્ર તીર્થંકર ગોત્રની પણ પ્રાપ્તિ કરે છે. (પૃ.૨૪) ૪૨૯. નિયમિત કર્તવ્ય ચૂકું નહીં.
પ્રતિદિન જે કાર્ય કરવામાં આવે તે નિયમિત રીતે કરવાનું ચૂકું નહીં. જેથી વ્યવસ્થિત થાય અને સમયસર કાર્ય પૂરું થાય.
શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૧૫૫)
“મોક્ષમાળા વિવેચન'માંથી - “અનિયમિત કામ - નિયમિત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય. તેથી એની ચિંતા થાય અને એમાં ને એમાં ચિત્ત રહે. કામનો બોજો રહ્યા કરે. તેથી મોક્ષનો લક્ષ પછી રહેતો નથી. નિયમિત કામ કરે તેને વઘારે કામ થાય અને ફિકર ચિંતા ન થાય.” (પૃ.૨૧૮) ૪૩૦. અપરાઘશિક્ષા તોડું નહીં.
પોતાથી કંઈ પણ અપરાધ થયો હોય તેની શિક્ષા ગુરુ, માતાપિતા કે અન્ય વડિલ આપે તે ગ્રહણ કરું. તો જ સુધરી શકું. શિક્ષક બાળકોને શિક્ષા આપે તે પણ બીજી વખત ભૂલ ન થવા માટે. તેથી અપરાઘશિક્ષા તોડું નહીં.
સિદ્ધસેનદિવાકર મુનિનું દ્રષ્ટાંત – સિદ્ધસેનદિવાકર મુનિ હતા. તેમને એકવાર એવો વિચાર આવ્યો કે ભગવાનના વખતના પ્રાકૃત ભાષામાં લખેલા શાસ્ત્રોને હાલમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં કરું તેથી પ્રથમ મંગલાચરણરૂપે “નમસ્કારમંત્ર'ની સંસ્કૃતમાં ટૂંકાણમાં રચના કરી. “નમોડર્શત સિદ્ધાવાપાધ્યાયસર્વસાધુચ:” એમ લખીને ગુરુને બતાવ્યો. ત્યારે ગુરુએ કહ્યું કે આ તે યોગ્ય કર્યું નથી.
૩૨૫