________________
સાતસો મહાનીતિ
એનું તારે બહુ મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. સિદ્ધસેનદિવાકર મુનિ બોલ્યા - પ્રભુ! આપને પ્રાયશ્ચિત્ત આપવું હોય તે આપો; મને મંજૂર છે. ગુરુએ સંઘને ભેગો કરી
પ્રાયશ્ચિત્ત આપ્યું કે બાર વર્ષ સુધી ગુપ્તપણે વિચરવું અને એક મોટા રાજાને પ્રતિબોઘ કરવો, પછી સંઘમાં લઈ શકાય.
સિદ્ધસેનદિવાકરે તુરંત અપરાઘશિક્ષાને સ્વીકારી અને બાર વર્ષ સુધી ગુપ્તપણે વિચર્યા. પછી ફરતાં ફરતાં અનુક્રમે ઉયની નગરીમાં આવ્યા. ત્યાં શિવના મંદિરમાં શિવલીંગ ઉપર પગ રાખીને સૂઈ ગયા. પૂજારી આવ્યો તેણે ખસેડવા પ્રયત્ન કર્યો પણ ખસ્યા નહીં; ત્યારે પૂજારીએ વિક્રમાદિત્ય રાજા પાસે જઈ કહ્યું કે શિવલીંગ ઉપર પગ દઈને એક યોગી સૂઈ ગયો છે. રાજા તરફથી આજ્ઞા થઈ કે તેને ફટકા મારીને કાઢી મૂકો. યોગીને જેમ જેમ ફટકા મારે તેમ તેમ
રાણીવાસમાં રાણીઓને તે લાગવા લાગ્યા. તે જાણી રાજા સ્વયં ત્યાં આવ્યો. યોગીને શાંતિથી સમજાવ્યા કે શિવલીંગ ઉપર પગ મૂકવાને બદલે તેમની સ્તુતિ કરવી જોઈએ. ત્યારે યોગી બોલ્યા : મારી સ્તુતિ એ તમારા દેવ સહન કરી શકે નહીં. ત્યારે રાજા કહે : તમે કરો તો ખરા. ત્યારે અવધૂતયોગીએ કહ્યું કે આ શિવલીંગની નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે. આ તમારા રાજ્યમાં મોટો અન્યાય થાય છે. એમ કહી ‘ન્યાવિર
સ્ત્રોત’ રચવાની શરૂઆત કરી. ૧૨-૧૩ શ્લોક બોલ્યા કે શિવલીંગ ફાટીને અંદરથી શ્રી અવંતિ પાર્શ્વનાથના પ્રતિમાજી પ્રગટ થયા. રાજા વિક્રમ આ ચમત્કાર જોઈ આભો જ બની ગયો. પછી તે રાજા પણ દઢ જૈનધર્મી થયો. એમ શિષ્ય જે અપરાધ કર્યો તેની ગુરુએ ભારે
શિક્ષા આપી તો પણ શિષ્ય વિનયભાવે તે સ્વીકારી પણ અપરાઘશિક્ષાનું ઉલ્લંઘન કર્યું નહીં. તેમ હું પણ અપરાઘશિક્ષા તોડું નહીં. ૪૩૧. યાચકની હાંસી કરું નહીં.
મુનિ યાચના પરિષહ સહન કરે છે. યાચના કરીને રોજ ઘેર ઘેર આહાર માટે ફરે છે એવા મુનિની કદી હાંસી કરું નહીં, પણ સન્માન કર્યું. તેમજ ભિખારીની પણ હાંસી કરું નહીં. કારણ કે તેના ફળ માઠા છે.
“શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'ના આઘારે - મહાત્માઓની હાંસી કરું નહીં.
કઠીયારામુનિનું દ્રષ્ટાંત – એક વખત કોઈ કઠીયારાએ વિરક્ત થઈને ગણધર શ્રી સુશર્મા સ્વામી પાસે રાજગૃહીમાં દીક્ષા લીધી. પછી શહેરમાં ગોચરી વિગેરે કારણસર ફરતાં તેની પૂર્વાવસ્થાને જાણનારા નગરીના લોકો સ્થાને સ્થાને તેનો તિરસ્કાર, મશ્કરી અને નિંદા કરવા લાગ્યા. એવી અવજ્ઞાને સાંભળી, તેણે ત્યાંથી વિહાર કરવા શ્રીસુઘર્માસ્વામીને જણાવ્યું. સુશર્માસ્વામીએ વિહાર કરવાનો વિચાર
-
s)
, પ્રતિમાજી પ્રગટ થયા. રાજા વિકમ આ
આભો જ બની ગયા.
૩૨૬