________________
સાતસો મહાનીતિ
પ૭૭. વઘારે કર નાખું નહીં.
રાજા છું તો પ્રજા ઉપર વધારે કર નાખું નહીં. માત્ર રાજ્ય ચલાવવા પુરતું પ્રજા પાસે કર લઉં. વઘારે કર નાખી પ્રજાને દુઃખી કરું નહીં.
વિક્રમાદિત્ય'માંથી - જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
વિક્રમાદિત્યરાજાનું દ્રષ્ટાંત – એક દિવસે મહારાજા વિક્રમ સભામાં બેઠા હતા. તેમણે ભટ્ટમાત્રને કહ્યું “મંત્રીશ્વર! રાજા, પ્રજાને કંઈ રીતે સુખી રાખી શકે?”
મહારાજ ! રાજા અને પ્રજાનો સંબંઘ બાપ-બેટા જેવો છે. રાજા, પ્રજાને સુખી કરવા વિચારે તો તેનું વર્તન પ્રજા પ્રત્યે બાપ જેવું હોવું જોઈએ.”
મહારાજા વિક્રમ મંત્રીશ્વરના શબ્દો વિચારી રહ્યા. એ શબ્દોમાં કેટલું સત્ય રહ્યું છે તે જાણવા વેશ પરિવર્તન કરી નગરચર્ચા જોવા નીકળ્યા. ફરતા ફરતા નગર બહાર શેરડીના ખેતર પાસે આવ્યા ને તે ખેતરની માલિકણને કહ્યું : “મા, મને તરસ લાગી છે, તો શેરડીનો રસ આપશો?”
“શા માટે નહીં?” કહેતી ખેતરની માલિકણે કહ્યું : “હું શેરડીનો રસ કાઢું છું તમે હાથ નીચે રાખો.” કહેતી ખેતરની માલિકણે શેરડીમાંથી રસ કાઢ્યો. મહારાજા પીને તૃપ્ત થયા. તે પછી મહેલે ગયા, ત્યારે તેમને વિચાર આવ્યો “એ ખેતરની માલિકણને સારી એવી ઊપજ થતી હશે. પણ તે રાજાને કર આપતી નથી. જો તે કર નહીં આપે તો તે ખેતર લઈ લેવામાં આવશે.”
બીજે દિવસે ફરીથી રાજા તે ખેતરે ગયા અને રસ પાવા કહ્યું. ખેતરની માલિકણે હાથ નીચે રાખવા કહ્યું. તેણે શેરડીમાંથી રસ કાઢવા માંડ્યો, પણ ગઈ કાલ જેટલો રસ નીકળ્યો નહીં. એટલે રાજાએ પૂછ્યું “કાલ જેટલો રસ કેમ ન નીકળ્યો?” જવાબમાં ખેતરની માલિકણે કહ્યું : “કાલ સુધી રાજાની દ્રષ્ટિ સારી હતી, પણ આજે તે દ્રષ્ટિમાં ફેર પડ્યો હોવો જોઈએ.” (પૃ.૩૭૫)
માટે વધારે કર નાખી, પ્રજાની રાજા પ્રત્યેની દ્રષ્ટિને મલિન કરું નહીં. પ૭૮. પ્રજા પર વાત્સલ્યતા ધરાવું.
રાજા છું તો પ્રજા પર વાત્સલ્યભાવ રાખું. રામ વગેરે મહાન રાજાઓ પૂર્વે થઈ ગયા. તે પ્રજાને પોતાના પુત્ર સમાન વાત્સલ્યભાવે જોતાં. પ્રજાનું કેમ હિત થાય, તે કેમ સુખી થાય તેવા પ્રકારમાં જ જેનો પ્રયાસ હતો. જેથી પ્રજાને પણ રાજા પ્રત્યે ઘણો વાત્સલ્યભાવ રહેતો હતો.
‘વિક્રમાદિત્ય'માંથી -
વિક્રમાદિત્ય રાજાનું દ્રષ્ટાંત - એકવાર રાજાએ ભટ્ટમાત્રને વાત કરી કહ્યું : “મારો વિચાર આ લાકડાં વેચનારાઓને શિક્ષા કરવાનો છે.”
ભટ્ટમાત્રે કહ્યું : “તો મહારાજ! તેઓ પણ આપના પ્રત્યે એવું જ ઇચ્છશે. ચાલો હું એની ખાતરી કરાવું” કહી વેશ બદલી બંને નીકળ્યા ને લાકડાં વેચનારાઓને મળ્યા.
“મહારાજા વિક્રમાદિત્ય મરી ગયા” એમ ભટ્ટમાત્રે કહ્યું. લાકડાં વેચનાર બોલ્યા : “સારું થયું અમારા લાકડા વેચાશે.”
આ સાંભળી મહારાજા આગળ વધ્યા ને કહ્યું : “હું રબારીની સ્ત્રીનું સન્માન કરવા વિચારું છું.” “તો તેઓ પણ તમારું ભલું જ ઇચ્છશે”. એમ ભટ્ટમાત્રે કહ્યું. રબારીના નિવાસમાં આવી એક
૪૩૩