________________
સાતસો મહાનીતિ
વૃદ્ધ રબારીને ભટ્ટમાત્રે કહ્યું, “મહારાજા વિક્રમાદિત્ય આજે મરી ગયા.”
ભટ્ટમાત્રના શબ્દો સાંભળતાં જ રબારીઓ ભેગા થઈ રડવા લાગ્યા. દહીંના વાસણો
ફોડવા લાગ્યા. વાસણ ફોડતાં એક રબારણ રડતી રડતી કહેવા લાગી, “હે કરુણાસાગર વિક્રમાદિત્ય! તમે ક્યાં ચાલ્યા ગયા? આ પૃથ્વીનું પાલન હવે કોણ કરશે?
એ રડતી રબારણને શાંત કરતા મહારાજા અને ભટ્ટમાત્ર તેને મહેલે લઈ ગયા ને ખૂબ ઘન આપ્યું.
ફરી મહારાજા વિક્રમ નગરચર્ચા જોવા એક દિવસે નીકળ્યા ત્યારે એક શ્રેષ્ઠીના ઘરમાં ચોરાશી દીવા બળતા હતા. તે જોઈ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા, “આ શ્રેષ્ઠીના ઘરમાં ચોરાશી દીવા કેમ બાળવામાં આવતા હશે? શા માટે ઓછા કે વઘારે નહીં?”
આ મનના સંદેહને ટાળવા મહારાજાએ તે શ્રેષ્ઠીને બીજે દિવસે સભામાં બોલાવી પોતાનો સંદેહ પૂછ્યો. તો શ્રેષ્ઠીએ કહ્યું: મારા ઘરમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ છે તેટલા દીવા બાળવામાં આવે છે.” તેના સત્ય ભાષણથી પ્રસન્ન થઈ મહારાજાએ કોષાધ્યક્ષને બોલાવી સોળ લાખ સોનામહોરો તેને અપાવી જેથી સમય જતાં તે કોટયાધિપતિ થઈ ગયો.
મહારાજાએ પ્રજાના સુખ માટે જાગાર, માંસ, મદિરા, શિકાર, વેશ્યાગમન, ચોરી, વ્યભિચાર આ સાત વ્યસનો ન કરવા આદેશ આપ્યો. પરિણામે પ્રજા એ વ્યસનોથી દૂર રહેવા લાગી. મહારાજા વિક્રમ વ્યસનોને દેશવટો આપી રહ્યા હતા ત્યારે પણ કેટલાક ચોરો ચોરી કરતા. તેની ફરિયાદ કરવા સુવર્ણ, મણિ અને વસ્ત્ર બજારના વેપારીઓ મહારાજા પાસે આવ્યા. મહારાજાએ ફરિયાદ સાંભળી ઘટતું કરવાનું કહ્યું. તેના માટે ચાર રસ્તા પર ચોકીદારો ગોઠવ્યા છતાં તે ચોરોને પકડી શક્યા નહીં.
તેથી ચોરોને પકડવા માટે તલવાર લઈ રાજા એકલા જ પોતે મહેલમાંથી રાત્રે બહાર નીકળ્યા. એમ પ્રજા પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર રાજાઓ પણ હતા. પ૭૯. કોઈ વ્યસન એવું નહીં.
મુખ્ય એવા સાતે વ્યસનમાનું એક પણ વ્યસન એવું નહીં. તેના ત્યાગની પ્રતિજ્ઞા જ કરું. કારણ વ્યસન જીવને નરકે લઈ જાય છે. કોઈપણ પ્રકારનું વ્યસન જીવને પરાધીન બનાવે છે. માટે એક પણ વ્યસન જીવનમાં એવું નહીં.
“બોઘામૃત ભાગ-૩'માંથી :- સાત વ્યસનનો ત્યાગ કર્યો છે તેમાં સટ્ટા પણ આવી જાય છે તે લક્ષમાં રાખી ભૂલ થઈ હોય તો ફરી તેવી ભૂલ જીવનપર્યત ન થાય તેવી કાળજી રાખી વર્તશો તો શાંતિ મળશે, નહીં તો ઘર લાગતું હોય ને ઘાસ્તલ છાંટે તો તે ઓલવાય નહીં, તેમ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઈ વર્તીએ અને શાંતિને ઇચ્છીએ તે ન બનવા જેવું છેજી. ખોટું લાગ્યું હોય તો ફરી ખમાવું છું. (પૃ.૭૯૦)
“ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨'માંથી -
કુમારપાળરાજાનું દ્રષ્ટાંત - “અહો! કુમારપાળ રાજાનાં અ-મારી કર્તવ્યનું શું વર્ણન કરીએ કે જેના રાજ્યમાં ધુતક્રીડામાં પણ કોઈ “મારી’ એવા બે અક્ષર બોલી શકતું નહીં.”
એક વખત કુમારપાળે સાત વ્યસનને હિંસાના કારણભૂત જાણી માટીના સાત પુરુષોના રૂપ બનાવ્યા. તેમના મુખ ઉપર મસિ લગાડી, ગઘેડે બેસાડી તેની આગળ કાહલ વિગેરે તુચ્છ વાજિંત્રો
૪૩૪