________________
સાતસો મનનીતિ
વગાડતાં પાટણ નગરના ચોરાશી ચૌટામાં ફેરવી, લાકડી તથા મુષ્ટિ વિગેરેથી તાડન કરાવી, તેને પોતાના નગરમાંથી અને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકાવ્યા હતા. (પૃ.૫) ૫૮૦, બે સ્ત્રી પરણું નહીં.
બે સ્ત્રી પરણવાથી બન્નેના મનને સાચવવામાં પુરુષને ઘણું વેઠવું પડે છે. તે એનું મન જાણે છે. તેમજ મોહને વધારવામાં કારણભૂત એવી બે સ્ત્રી કદી પરતું નહીં.
'સાદી શિખામણ'માંથી - બે સ્ત્રીના પતિની શિક્ષા મને દેશો માં !
એક શેઠનું દૃષ્ટાંત – એક શહેરમાં એક શ્રીમાનને બે સ્ત્રીઓ હતી. તેથી તેને ઘરમાં આખી રાત કજીયો થયા કરતો. એક વખતે તેના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યો. પણ તેના ઘરમાં કંકાસને લીધે સર્વ જાગતા હોવાથી ચોર પકડાઈ ગયો. તેને કાજી સાહેબ પાસે લાવ્યા. કાજીએ તેની જુબાની લીધી. બીજા સાક્ષીઓને તપાસ્યા તો ચોરે ચોરી કરી નહોતી પણ બીજાના ઘરમાં ચોરી કરવાના હેતુથી આવેલો માટે તેને શિક્ષા કરવી જોઈએ, એમ કાજી સાહેબનો મત પડતાં તે ચોર બોલ્યો : કાજી સાહેબ! મ્હારા ઉપર રહેમ કરજો ને આપની મરજી પ્રમાણે ગમે તે પ્રકારની શિક્ષા કરજો તે હું ભોગવીશ; પણ બે સ્ત્રીના પતિ થવાની શિક્ષા મને મહેરબાની કરીને કરશો નહીં.
કાજી સાહેબ કહે— ‘કેમ એમ?’ ચોર બોલ્યો. સાહેબ ‘હું જેને ત્યાંથી પકડાયો તેને બે સ્ત્રીઓ હતી. હું ચોરી કરવા પેઠો ત્યારે મેં એવું જોયું કે શેઠ તો દાદરાની વચમાં હતા. નીચેની સ્ત્રીએ શેઠનો પગ પકડ્યો હતો અને ઉપરની સ્ત્રીએ શેઠનો હાથ પકડ્યો હતો. બે માંથી કોઈ મૂકતી નહોતી. શેઠ પણ બેયમાંથી કોઈને કંઈ કહી શકતા નહોતા. નીચેની સ્ત્રી પગને આંચકો મારે અને ઉપરની સ્ત્રી હાથને જોરથી ખેંચે. શેઠ અધમુખ જેવા થઈ ગયા. આખી રાત આમ ખેંચતાણ ચાલી. માટે બે સ્ત્રીઓના ઘણી થવાની મને શિક્ષા કરો તો મારા પણ એવા જ હવાલ થાય. પેલો શ્રીમાન આ સાંભળી પોતાની ભૂલને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ખરેખર બે સ્ત્રીનો પતિ જગતમાં ઘણું માનસિક દુઃખ ભોગવે છે એ વાત નિર્વિવાદ છે. (૧૯૭૨)
૫૮૧, તત્ત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ.
ભગવાને કહેલા નવતત્ત્વો કે તત્ત્વજ્ઞાન જેની મારે આવશ્યકતા છે; પણ તે જ્ઞાનનો મારામાં અભાવ હોવાથી અને સંસારમાં મોહ હોવાથી બીજી સ્ત્રી પરણું તે અપવાદ.
૫૮૨, બે ( ) પર સમભાવે જોઉં,
પરણું તો બન્ને સ્ત્રી પ્રત્યે સરખી દૃષ્ટિથી જોઉં, પણ વિષમભાવ ન રાખું, ૫૮૩. સેવક તત્ત્વજ્ઞ રાખું.
સેવક તત્ત્વજ્ઞ એટલે વસ્તુના મર્મને જાણનાર એવો હોશિયાર રાખું કે જે ગમે તેવી મુશ્કેલીઓમાં પણ ઉપાય શોથી કાર્ય સિદ્ધ કરે, અથવા આત્મતત્ત્વને કિંચિત્ જાણનાર હોય તો સમાધિમરણમાં મદદ કરે. જેમકે પરદેશીરાજાનો મંત્રી તત્ત્વને જાણનાર હતો. તેથી કેશી સ્વામીને પોતાના દેશમાં બોલાવી નાસ્તિક એવા પોતાના રાજાને પણ સત્યધર્મ પમાડ્યો. એવા સેવક હોવા જોઈએ. પણ નાસ્તિક જેવા સેવક હોય તો રાજાને પણ અધર્મના કામોમાં પ્રેરી દુર્ગતિએ લઈ જાય.
૪૩૫