________________
સાતસો મહાનીતિ
‘દૃષ્ટાંતશતક'માંથી - તત્ત્વજ્ઞ સેવકનું દ્રષ્ટાંત - એકદા રાજાએ પોતાની સેવામાં રહેનાર પ્રધાનની બુદ્ધિની
પરીક્ષા કરવા માટે કહ્યું કે, “આ નગરીમાંથી ચાર વસ્તુઓ લાવી આપો.” પ્રઘાને પૂછ્યું: એ ચાર વસ્તુઓ કઈ?” રાજા બોલ્યો : “એક તો છે ને છે; બીજી છે ને નથી, ત્રીજી નથી ને છે; અને ચોથી નથી ને નથી : એવી ચાર વસ્તુઓ લાવો.'
આ સાંભળીને પ્રઘાને વિચાર કરીને પ્રથમ એક શેઠને તેડાવ્યો; બીજી એક વેશ્યાને બોલાવી; ત્રીજા સાધુપુરુષ અને ચોથો વાઘરી. એમ ચારેયને તેડીને પ્રધાન રાજા પાસે ગયો અને કહ્યું કે, “મહારાજ! આપે કહેલી ચારે વસ્તુઓ લાવ્યો છું.” એમ કહી ચારે જણને રાજા સમક્ષ ઊભા કર્યા. રાજાએ એનો અર્થ પૂછ્યો ત્યારે પ્રધાને પ્રથમ શેઠને દેખાડી કહ્યું કે, આ શેઠને તો આ લોકમાં ઘનસંપત્તિ આદિ વૈભવ છે અને તે વડે પુણ્યદાન સત્કર્મ કરે છે; માટે બીજે ભવે પણ એને એવું મળશે. માટે એને તો છે ને છે, એ પહેલી વસ્તુ જાણવી. આ વેશ્યાને અહીં સુખભોગનાં સાઘન છે, પણ તે પાપકર્મથી મેળવેલાં હોવાથી પરભવે કંઈ મળવાનું નથી, માટે એને તો “છે ને નથી' એમ જાણવું. આ મુનિને આ જન્મ ઘનવૈભવ કાંઈ નથી, પણ એ જે તપ કરે છે તેના પુણ્યથી બીજે ભવે વિવિઘ સુખ સંપત્તિ મળશે માટે “એમને નથી ને છે' એમ કહેવાય. તથા આ વાઘરીને આ જન્મે ખાવાપીવા મળતું નથી અને પાપકર્મ કરે છે તેથી બીજા જન્મમાં પણ નીચ જાતિમાં જન્મ પામશે. માટે એને “નથી ને નથી” એમ માની શકાય.
પ્રઘાનની આવી ચમત્કારિક અને તીવ્ર બુદ્ધિ જોઈ રાજા આનંદ પામ્યો.” (પૃ.૧૨૩/૧૨૪) ૫૮૪. અજ્ઞાન ક્રિયા તજી દઉં.
સમજણ વગરની ક્રિયાનો એટલે ક્રિયાજડપણાનો ત્યાગ કરું. કોઈપણ ક્રિયા કરવાનું પ્રયોજન પ્રથમ બરાબર સમજી, પછી યથાર્થપણે તે ક્રિયાને માત્ર આત્માર્થે આરાધું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ? એવી આશંકા કરી તેનું સમાઘાન–સગુરુના ચરણને જે પોતાનો પક્ષ એટલે મત છોડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત્ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળઘર્મ દ્રઢ કરાવે છે, જેથી તેને સદ્ગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી અથવા તેવા યોગ મળે પણ પક્ષની દ્રઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.” (પૃ.૫૨૯)
“જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહો, અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્તા; અને કાયક્લેશરૂપ પણ કષાયદિનું જેમાં તથારૂપ કિંઈ ક્ષીણપણું થતું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું.” (વ.પૃ.૫૨૭)
માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્
૪૩૬