________________
સાતસો મહાનીતિ
આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહી. એમ ક્રિયાજડને સાધનક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.’’ (વ.પૃ.૫૨૮)
ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૪'માંથી = જ્ઞાનવિજ્ઞાનયુક્તક્રિયા વિષે. ‘જ્ઞાન અને વિજ્ઞાન સહિત જે ક્રિયા કરાય છે, તે પુરુષોને અવશ્ય ફળ આપનાર થાય છે; એજ કારણથી જ્ઞાન અને ક્રિયા તે બન્ને વડે મોક્ષ કહેલો છે.’’
=
ધર્મબુદ્ધિસાધુનું દૃષ્ટાંત – કોઈ સાધુ માંદા પડ્યા નહીં જેથી સેવાનો લાભ ન મળ્યો. શ્રી નિગ્રંથગચ્છમાં ધર્મબુદ્ધિ નામે એક નાના સાધુ હતા. તે શાસ્ત્રના અભ્યાસમાં કુશળ હતા. પણ ૧. હેય, ૨. જ્ઞેય, ૩. ઉપાદેય, ૪. ઉત્સર્ગ અને ૫. અપવાદના સ્વરૂપને સમજી તેનું યથાયોગ્ય સ્થાપન કરી જાણતા નહોતા. તેણે ધર્મબુદ્ધિએ ચાતુર્માસમાં એવો અભિગ્રહ કર્યો કે – “આ ચાતુર્માસમાં મારે ગ્લાન (માંદા) સાધુની વૈયાવૃત્ય કરવી.’’ પણ તે ચોમાસામાં કોઈ સાધુ માંદા થયા નહીં, અને કોઈની સેવા કરવાનો સમય આવ્યો નહીં. તેથી તે મુનિ ખેદ સહિત વિચાર કરવા લાગ્યા કે – “બીજા સર્વ સાધુઓના અભિગ્રહ પૂર્ણ થયા, પણ મારો અભિગ્રહ પૂર્ણ થયો નહીં.’’ આ પ્રમાણે મનથી ચિંતવ્યું, તેથી તેને પાપ લાગ્યું. અન્યદા તેણે તે વાત ગુરુને કહી કે – “હે સ્વામી! આ ચોમાસામાં કોઈપણ સાઘુ માંદા પડ્યા નહીં, તેથી મારો અભિગ્રહ પૂર્ણ ન થવાથી મને શોક થાય છે.’’ તે સાંભળીને ગુરુએ કહ્યું – “તારો એ વિચાર સુંદર નથી, દરેક ક્રિયા જ્ઞાન વિજ્ઞાન સહિત કરવાથી જ તે ફળીભૂત થાય છે.’’ (પૃ.૯૮)
દરિદ્રીપુરુષનું દૃષ્ટાંત – પ્રમાદથી વિદ્યા ગ્રહણ કરી નહીં તો બધું ખોયું. “કોઈ એક દરિદ્રી પુરુષ દ્રવ્ય ઉપાર્જન કરવા માટે વિવિધ ઉપાય કરતો પૃથ્વી પર ભટકતો હતો, પણ કાંઈ મેળવી શક્યો નહોતો. એક દિવસ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ હાથમાં એક ઘડો રાખી તેની પૂજા કરીને બોલ્યો કે – “હે કુંભ! શય્યા, ભોજન, સ્ત્રી ઇત્યાદિ સર્વ સામગ્રી સહિત એક મહેલ બનાવ.’’ તે સાંભળીને તે કામકુંભે સર્વ કરી દીધું. પછી પ્રાતઃકાળે તે સર્વનો ઉપસંહાર કરી દીધો. તે બધું જોઈને પેલા દરિદ્રી બ્રાહ્મણે વિચાર્યું કે – “મારે બીજો નિષ્ફળ ઉદ્યમ શા માટે કરવો જોઈએ ? આ વિદ્યાસિદ્ધનીજ સેવા કરું, તો સર્વ દારિદ્રનો નાશ થશે.’’ એમ વિચારી તે સિદ્ધની વિવિધ પ્રકારની સેવા કરીને તેને પ્રસન્ન કર્યા. એટલે એક દિવસે સિદ્ધે કહ્યું કે – “તારી શી ઇચ્છા છે?’' ત્યારે બ્રાહ્મણે પોતાની દરિદ્રી અવસ્થા જણાવી. તે સાંભળીને સિદ્ધે વિચાર્યું કે —‘દીન પુરુષોનો ઉપકાર કરવો તેજ સત્પુરુષોનું વ્રત છે, માટે આ બ્રાહ્મણનો ઉપકાર કરીને મારો જન્મ હું સફળ કરું.’’
તેથી વિદ્યાસિદ્ધ બ્રાહ્મણને કહ્યું કે – “વિદ્યાથી સાધેલો કુંભ આપું કે વિદ્યા આપું ?’’ તે સાંભળીને વિદ્યા સાધવામાં બીકણ અને કામભોગ મેળવવામાં ઉત્સુક એવા તે બ્રાહ્મણે કહ્યું કે — “વિદ્યાથી સાઘેલો કુંભ જ આપો.’’ એટલે વિદ્યાસિદ્ધ બ્રાહ્મણે તેને કામકુંભ આપ્યો. તે લઈને દરિદ્રી જલદીથી પોતાના ગામમાં ગયો. કુંભના પ્રભાવથી ઘર વિગેરે મનોરથ પ્રમાણે કરીને બાંધવાદિ કુટુંબ સહિત સ્વચ્છંદપણે ભોગ ભોગવવા લાગ્યો. એક દિવસ સુરાપાન કરીને તે બ્રાહ્મણ ખાંઘ ઉપર કુંભ રાખી નૃત્ય કરવા
૪૩૭