________________
સાતસો મહાનીતિ
લાગ્યો. ઉદ્ધતાઈને લીધે તેના હાથમાંથી કુંભ છૂટી ગયો, અને પૃથ્વી પર પડી તેના સેંકડો કકડા થઈ ગયા. તે સાથે તે નિર્ભાગીના મનોરથ પણ ભગ્ન થઈ ગયા; એટલે કે
કુંભના પ્રભાવથી ઉત્પન્ન થયેલું ઘર વિગેરે સર્વ વૈભવ ઇંદ્રજાળથી બનાવેલા નગરની જેમ તત્કાળ અદ્રશ્ય થઈ ગયું અને પોતાની પાસે વિદ્યા નહીં હોવાથી તેવો નવીન કુંભ કરવાની તેની શક્તિ નહોતી; તેથી તે નવો કુંભ કરી ન શક્યો અને પાછો સદા દરિદ્રીપણાથી વ્યાકુળ રહ્યો.”
હે શિષ્ય! આ દ્રષ્ટાંતનો સાર એ છે કે – “જ્ઞાન વિનાની સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. આ બ્રાહ્મણે પ્રમાદથી વિદ્યા ગ્રહણ કરી નહીં, તેથી તે મંદબુદ્ધિવાળો આ લોકમાંજ દુઃખ પામ્યો; તેમ બીજા માણસો પણ જ્ઞાન વિના અનેક ક્રિયાઓ કરે, પણ તે અશુદ્ધ જ થાય છે.” (પૃ.૯૯)
માટે અજ્ઞાન ક્રિયા તજી દઈ જ્ઞાનસહિત ક્રિયાને સેવું. ૫૮૫. જ્ઞાન ક્રિયા સેવવા માટે.
અજ્ઞાન ક્રિયા (ક્રિયાજડ)નો ત્યાગ, જ્ઞાન ક્રિયા સેવવા માટે કર્યો. કેમકે જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ. કારણ તાળી બે હાથે પડે છે, પક્ષી બે પાંખથી ઊડે છે તેમ જ્ઞાન અને ક્રિયા બન્ને જોઈએ. તો જ આત્માની યથાર્થ સિદ્ધિ થાય.
બોઘામૃત ભાગ-૧'માંથી - “જગતમાં ભ્રાંતિ વઘારનાર અસદ્ગુરુ છે. માટે સદ્ગુરુ જીવને ચેતાવે છે કે ક્રિયાજડ થઈશ નહીં, શુષ્કજ્ઞાની થઈશ નહીં. જે ક્રિયાજડ હોય છે તે માત્ર ક્રિયામાં જ રાચી રહ્યા છે. ક્રિયા શા માટે કરવી છે? એથી આત્માનું કલ્યાણ થાય છે કે નહીં? એ વિચાર્યા વિના માત્ર બાહ્ય ક્રિયા કરે અને જ્ઞાનને નિષેધે કે જ્ઞાનનું આપણે શું કામ છે? જ્ઞાનનું ફળ વિરતિ છે, તે તો આપણને આવી ગઈ છે. પણ “લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન.” એમ માત્ર ક્રિયામાં જ રાચી રહે છે, તે ક્રિયાજડ છે.
કેટલાક શુષ્કજ્ઞાનીઓ છે. તે કહે છે કે આત્મા બંઘાયેલો નથી, તેથી તેનો મોક્ષ પણ નથી. આત્માને કંઈ કર્મ બંધાતા નથી, સિદ્ધ જેવો છે. માટે કંઈ કરવું નહીં. એમ કહે અને વર્તે પાછા મોહમાં. તે નરકે પણ જાય. જે ક્રિયાજડ છે તે તો કંઈક પુણ્ય બાંઘે; પણ શુષ્કજ્ઞાની તો પાપ જ બાંધે છે.” (પૃ.૬૦)
“મુમુક્ષુ – જ્ઞાન અને ક્રિયા બન્ને યોગ કહેવાય?
પૂજ્યશ્રી – હા. પણ જ્ઞાન કયું? સત્પરુષના બોઘે પ્રાપ્ત થયું હોય તે. બીજાં જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. એમ તો જગતમાં ઘણા જ્ઞાન છે, તે નહીં.
પ્રશ્ન – જ્ઞાનયોગ અને ક્રિયાયોગ બન્નેની જરૂર છે? ઉત્તર – હા, બન્નેની જરૂર છે.” (પૃ.૪૫) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫'માંથી - જ્ઞાનક્રિયાયુક્ત ફળદાયી છે. જ્ઞાન ક્રિયાયુક્ત હોય તો હિતને માટે થાય છે. એટલું જ્ઞાન હિત કરી શકતું નથી. કહ્યું છે કે –
“ક્રિયાવિરદિત દત્ત. જ્ઞાનમાત્રમન®ામ |
ગત વિનાપથજ્ઞોગવિ, નાગ્નોતિ પુરનીક્ષિતY "I૧ ભાવાર્થ- “ક્રિયારહિત એવું માત્ર જાણવારૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપારરૂપ અને મનના વિકલ્પરૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને સાઘનારું નથી; કેમકે (પુરના) માર્ગને જાણનારો માણસ પણ ગતિરૂપ ક્રિયા વિના કદી પણ ઇચ્છિત પુરને પામતો નથી.” (પૃ.૧૦૬)
૪૩૮